હિન્દી સિનેમાના શરૂઆતી દિવસોમાં કાયમ માત્ર અભિનેતાઓને જ ખતરનાક વિલનની ભુમિકામાં જોવામાં આવ્યા છે. મદન પુરી, જીવન, લોઅન અને અમરીશ પુરી અને હવે નવા કલાકારોમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ લોકો પર પોતાની એક અલગ જ છાપ છોડી છે. પરંતુ જૂના જમાનામાં અભિનેત્રી લલિતા પવાર પોતાની નેગેટીવ ભૂમિકા માટે ખૂબ જ પ્રસિદ્ધ થઇ હતી. નિગેટિવ ભૂમિકા માટે તે એકલી એવી અભિનેત્રી હતી જેની ફિલ્મોમાં ખુબ જ ડિમાન્ડ હતી. તો ચાલો આજે એવી અભિનેત્રીઓની વાત કરીએ જેને ખલનાયિકાની ભૂમિકામાં પણ લોકો પર પોતાની એક અલગ છાપ છોડી હતી.
1. એશ્વર્યા રાય:

રાજકુમાર સંતોષી નિર્દેશિત ફિલ્મ ખાકી(2004)માં અભિનેત્રીના એક નિગેટિવ ભૂમિકામાં દેખાઈ હતી. આ એશ્વર્યા રાયના ફિલ્મ કરિયરમાં આવું પહેલી વાર હતું કે તે કોઈ ફિલ્મમાં ખલનાયિકાની ભૂમિકામાં જોવા મળી હોય. તેને આ કિરદારની ખુબ જ વાહવાહી પણ થઇ હતી. અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અક્ષય કુમાર અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.
2. કાજોલ:

૯૦ના દશકામાં પોતાના કાળા રંગને કારણે ચર્ચામાં આવેલી અભિનેત્રી કાજોલ પોતાના ફિલ્મ કરિયરની શરૂઆતમાં જ એક નેગેટિવ રોલ કરી ચુકી છે, વર્ષ 1997માં આવેલી ફિલ્મ ‘ગુપ્ત’માં કાજોલે ઈશા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મમાં કાજોલને ખૂની બતાવવામાં આવી હતી તે પોતાના પ્રેમને પામવા માટે લોકોની હત્યા કરતી હોય છે. ફિલ્મના અંતમાં તે પોતાના પ્રેમ સાહિલનાં હાથમાં પોલીસની ગોળી વાગવાથી મરી જાય છે. આ પછી કાજોલે એક પણ નેગેટિવ ભૂમિકા ભજવી નથી.
3. પ્રિયંકા ચોપરા:

પ્રિયંકાને તો આજે બધા ઓળખે જ છે તે માત્ર બોલિવૂડમાં નહિ પણ હોલિવૂડમાં પણ પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. 2004માં આવેલી ફિલ્મ એતરાઝમાં પ્રિયંકાએ નેગેટિવ ભૂમિકા કરીને બધાને જણાવી દીધું હતું કે તે પણ કોઈથી પાછી પડે તેમ નથી. આ ફિલ્મે તેની કરિયરને એક અલગ જ ઊંચાઈ પર લઇ ગઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરુણા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
4. કોંકણા:

ફિલ્મ ‘એક થી ડાયન’ વર્ષ 2013માં આવી હતી આ ફિલ્મમાં કોંકણા એક ડાયનની નેગેટીવ ભુમિકામાં જોવા મળી હતી. આ એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસમાં કોઈ કમાલ ન હતી કરી શકી પણ કોંકણાની ભૂમિકાની ખુબ જ વાહવાહી થઇ હતી. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, હુમા કુરેશી, કોંકણા સેન શર્મા અને કલ્કિ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
5. તબુ:

તબુ તેની એક્ટિંગ માટે ખુબ જ પ્રખ્યાત છે તેને નેગેટીવ ભૂમિકામાં આપણે ક્યારેય તેની અપેક્ષા જ ન હતી કરી, પણ તેને ‘મકબુલ’માં નિમ્મીની નેગેટિવ ભૂમિકા એવી રીતે ભજવી હતી જાણે કે આ ભૂમિકા તેના માટે જ હોય. આ ઉપરાંત તેને વર્ષ 2018માં આવેલી ફિલ્મ અંધાધુનમાં પણ નેગેટિવ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ તેમને છેલ્લે સુધી પકડી રાખે તેવી હતી. આ ફિલ્મ માટે તેને નેગેટિવ ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.
6. વિદ્યા બાલન:

વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘ઇશ્કિયા’માં વિદ્યા બાલને ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી. વિદ્યા બાલન વિષે કોઈ વિચાર્યું ન હતું કે વિદ્યા બાલન જેવી ક્યૂટ અભિનેત્રી આવી ભૂમિકા નિભાવી શકે છે. આ ભૂમિકા તેના પર ખુબ જ બંધ બેસી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલનને ગાળો બોલતી બતાવવામાં આવી છે. આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા અને આ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પણ સિલેક્ટ થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે નસીરુદ્દીન શાહ અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
7. બિપાશા બાસુ:

બિપાશા બાસુએ પણ ઘણી બધી વખત સાબિત કરી દીધું છે કે તે સૌથી ખતરનાક ખલનાયિકા છે. તેને ‘જીસ્મ’ અને ‘રાઝ ૩’ માં ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી. જીસ્મ ફિલ્મ તેને કરિયર તો બદલી નાખી પણ તેની સાથે સાથે બધાને સાબિત પણ કરી નાખ્યું હતું કે તે પણ બધા કરતા હોટ છે. રાઝમાં બિપાસાને ખુબ ખતરનાક દેખાડી હતી. બિપાશાના એવોર્ડ અને ઇનામ પણ મળેલું છે તેની ખલનાયિકાની ભૂમિકા માટે.
8. કંગના રનૌત:

ફિલ્મ ‘ક્રિશ ૩’માં તેને કાયાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કંગનાનો લૂક અને આઉટફિટે તો ખુબ જ હલચલ મચાવી હતી. આ કિરદારમાં તેની ખુબ જ પ્રશંસા પણ થઇ હતી. આ ફિલ્મના અંતમાં તે સુધરી જાય છે પણ સુધરતા પહેલા તેને ખુબ જ ખરાબ કામ કર્યા હોય છે. આ ફિલ્મમાં વિવેક ઓબરોય, રિતિક રોશન અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
9. કરીના કપૂર:

કોઈને વિચાર્યું પણ નહિ હોય કે કરીના પણ ખલનાયિકાની ભૂમિકા ભજવી શકે છે. પણ તેને ‘ફિદા’ અને ‘એજન્ટ વિનોદ’માં ખલનાયિકાની ભૂમિકા નિભાવી હતી.
10. કેટરિના કૈફ:

કેટરિનાએ લોકોને સાબિત કર્યું છે તે માત્ર સુંદર ઢીંગલી નથી. તેને ‘રેસ’માં ખલનાયિકાની ભૂમિકા ભજવીને બધાના દિલમાં તેની એક અલગ જ છાપ છોડી છે. તે હજી વધારે ખલનાયિકાની ભૂમિકા નિભાવવા ઇચ્છે છે.
11. અનુ અગ્રવાલ:

જયારે આપણે ખલનાયિકાની વાત કરતા હોય તો અનુને કેમ ભૂલી શકાય તેની ફિલ્મ ‘ખલનાયિકા’માં પણ તેની ભૂમિકાની ખુબ જ પ્રશંસા થઇ હતી.
12. એશા કોપીકર:

તેને ‘કયામત’માં નેગેટિવ ભૂમિકાથી બધી અભિનેત્રીઓને કે જે ખલનાયિકાની ભૂમિકા ભજવે છે તેને ઝટકો આપ્યો હતો. તે તે સમયની ખલનાયિકાની શ્રેણીમાં તેને હરાવવું ખુબ જ અઘરું હતું. તેની આ ભૂમિકાના લોકોએ વખાણ પણ કર્યા હતા.
13. ઉર્મિલા માર્તોડકર:

આ યાદીમાં આપણે ઉર્મિલાને કેવી રીતે ભૂલી શકીએ. તેને ફિલ્મ ‘પ્યાર તુને ક્યા કિયા’માં એક હઠીલી છોકરીની ભૂમિકા ભજવી હતી તે તેના પ્રેમ માટે પોતાની જાતને અને બીજાને પણ મારવા તૈયાર હતી. આ ભૂમિકા તેને ખુબ જ સુંદર રીતે નિભાવી હતી. આ ઉપરાંત તેને કર્ઝ ફિલ્મમાં ખલનાયિકાની ભૂમિકા ભજવી હતી.
14. પ્રીતિ ઝિન્ટા:

બોલીવુડની ખૂબસૂરત બબલી ગર્લ, જેને કાયમ હસતા અને લોકોને હસાવતા જ જોઈ હશે પણ સમય આવવા પણ તેને લોકોને ખલનાયિકાની ભૂમિકા ખુબ જ સુંદર રીતે ભજવીને દેખાડી હતી. તેને ફિલ્મ ‘અરમાન’માં ઘમંડી અને ધનિક છોકરીની ભૂમિકા ભજવી હતી.
15. અમૃતા સિંહ:

અમૃતાએ ૮૦ના દશકાની સુપરહિટ ફિલ્મ ‘બેતાબ'(1983)થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેને પોતાના જીવનકાળમાં એકથી એક હિટ ફિલ્મો કરી છે. તે હજી પણ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળે છે. તેને હાલમાં જ આવેલી ફિલ્મ ‘હિન્દી મીડીયમ’માં તેને ખલનાયિકાની ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ ઉપરાંત તેને ‘સૂર્યવંશી'(1992) અને ‘કલયુગ'(2005)માં પણ જોવા મળી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.