યામી ગૌતમ પહેલાં આ 6 અભિનેત્રીઓએ ડિરેક્ટર સાથે કર્યા લગ્ન, કેટલીક બીજી પત્ની બની તો કેટલીકના થયા છૂટાછેડા.

બોલીવુડની આ 6 હોટ હીરોઇનો ‘હીરો’ જોડે ન પટી, પણ પૈસાદાર ડાયરેક્ટર જોડે કર્યું ઇલુ ઇલુ અને…

બોલિવૂડની સૌથી સુંદર અને ક્યૂટ અભિનેત્રી યામી ગૌતમે લગ્ન કરી લીધા છે. જી હાં અભિનેત્રીએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા પોતાના ફેન્સ સાથે ખુશખબર શેર કરી છે. યામી ગૌતમે આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે.

બોલીવુડમાં આપણે ઘણી લવ સ્ટોરી જોઈએ છીએ, અને તે પ્રેમમાં બંધાતા લગ્ન સુધી પહોંચે છે, અભિનેતા અને અભિનેત્રી એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન સંબંધથી બંધાય છે પણ ઘણી અભિનેત્રીઓને નિર્દેશક સાથે પણ પ્રેમ થઇ જાય છે.

આવી જ છ અભિનેત્રીઓ વિશે આજે અમે તમને જણાવીશું જે પોતાની ફિલ્મો જ  નિર્દેશકને દિલ આપી બેઠી હતી અને પછી એ સંબંધ લગ્નગ્રંથિથી જોડાયો હતો.

1. યામી ગૌતમ : બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફેમ આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. યામીએ આદિત્ય નિર્દેશિત આ ફિલ્મમાં કામ કર્યું હતું અને એવું માનવામાં આવે છે કે બંને આ ફિલ્મના સેટ પર નજીક આવી ગયા હતા. યામી પહેલાં બીજી ઘણી અભિનેત્રીઓએ ફિલ્મ નિર્માતાઓ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવ્યુ છે.

2. રાની મુખર્જી : રાનીએ યશ ચોપરાના પુત્ર અને દિગ્દર્શક આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા.તે તેની બીજી પત્ની બની હતી. તેમના પહેલાં આદિત્યના લગ્ન પાયલ નામની મહિલા સાથે થયા હતા પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

3. ઉદિતા ગોસ્વામી : “પાપ” જેવી ફિલ્મો કરી ચૂકેલી ઉદિતાએ ડિરેક્ટર મોહિત સુરી સાથે લગ્ન કર્યા હતા. મોહિતે “એક વિલન” જેવી ફિલ્મો બનાવી છે. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 2015માં બંને ‘દેવી સુરી’ નામની પુત્રીના માતાપિતા બન્યા હતા.

4. સોની રાજદાન : સોની રાજદાન ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની બીજી પત્ની બની હતી. તેમને આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ નામની બે પુત્રી છે. મહેશ ભટ્ટે સોની સાથે લગ્ન માટે પહેલી પત્ની કિરણને છૂટાછેડા આપ્યા હતા નહિ.

5. દીપ્તિ નવલ : શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક દિપ્તી નવલે દિગ્ગજ દિગ્દર્શક પ્રકાશ ઝાને તેના સાથી તરીકે પસંદ કર્યા હતા, પરંતુ ઘણાં વર્ષો પછી 2002માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.

6. કલ્કી કોચલિન : અભિનેત્રી કલ્કી કોચલિને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. બંને “દેવ ડી”ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. અનુરાગ આ ફિલ્મના ડિરેક્ટર હતાં અને કલ્કી હિરોઇન હતી. બંનેના લગ્ન વર્ષ 2011માં થયા હતા પરંતુ 2013માં તેઓ અલગ રહેવા લાગ્યા હતા અને 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

Patel Meet