મનોરંજન

સુપર હિટ ફિલ્મો આપનારી આ 11 અભિનેત્રીઓએ કર્યો સીરિયલમાં કામ કરવાનો પ્રયત્ન, પણ ન મળી સફળતા!

બોલિવુડની આ એક્ટ્રેસની સીરિયલ્સ ક્યારેય આવી ક્યારેય ગઇ ફેન્સને તો ખબર જ નથી, આમાંથી તમને કઇ સીરિયલ યાદ છે?

નાનો પરદો હવે નાનો રહ્યો નથી. અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર વગેરે જેવા મોટા સ્ટાર્સ નાના પરદા પર કામ કરી ચુક્યા છે. આ ઉપરાંત બોલિવુડ એક્ટર્સ પોતાની ફિલ્મની પ્રમોશન માટે ટીવી સીરિયલ્સ અને રિયાલીટી શોમાં આવે છે. પરંતુ કોઇ રિયાલીટી શો કે પથી પ્રમોશનની વાત કરી રહ્યાં નથી. બોલિવુડની જાણીતી ટોચની ગણાતી અભિનેત્રીઓએ ટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે. તેઓએ ખુબ જ મહેનત કરી પરંતુ દર્શકો પર તેમનો જાદુ ન ચાલી શક્યો.

અમૃતા રાવ- `મેરી આવાઝ હી પહેચાન હૈ’
બોલિવુડમાં ઇશ્ક વિશ્ક, વિવાહ, મેં હુ ના જેવી સુપર હિટ ફિલ્મોમાં કામ કરનાર એક્ટ્રેસ અમૃતા રાવ પણ ટીવી સીરિયલમાં કામ કરી ચુકી છે. જી, હાં લત્તા મંગેશકર અને આશા ભોસલેના જીવન પર આધારિત બનેલી આ સીરિયલ `મેરી આવાઝ હી પહેચાન હૈ’માં અમૃતા સાથે વેટરન એક્ટ્રેસ દિપ્તી નવલ પણ જોવા મળી હતી. એક્ટ્રેસે અભિનયમાં જીવ રેડી દીધો પરંતુ દર્શકોએ તેમને સ્વીકાર ન કર્યા.

રવીના ટંડન- `સાહિબ બીવી ગુલામ’
સહારા વન પર વર્ષ 2004માં આવેલી સીરિયલ `સાહિબ બીવી ગુલામ’ દ્વારા બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને પોતાનો ટીવી ડેબ્યુ કર્યો હતો. પરંતુ દર્શકોની પરીક્ષામાં આ સીરિયલ કોઇ ખાસ પરિણામ આપી ન શક્યું. ફક્ત 6 મહિનામાં જ સીરિયલ બંધ કરી દેવી પડી હતી.

કરિશ્મા કપૂર- `કરિશ્મા: અ મિરેકલ ઓફ ડેસ્ટની’
કરિશ્મા કપૂર એટલે 90ના દાયકાની ટોપની અભિનેત્રીઓમાંની એક કપૂર પરીવારની આ લાડલી છે. જેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છંતા તેણે ટીવી પર ધારાવાહિકમાં કામ કર્યુ હતું. આજે લોકોને તે યાદ પણ નહીં હોય. જી હાં કરિશ્મા કપૂરે સહારા વન પર `કરિશ્મા: અ મિરેકલ ઓફ ડેસ્ટની’ નામની સીરિયલમાં કામ કર્યુ હતું. જેમાં તેણે ત્રણ જનરેશનના રોલ નિભાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ કરિશ્મા `મેન્ટલ હૂડ’ નામની વેબ સિરિઝમાં કામ કરી રહી છે.

ભાગ્યશ્રી- `લોટ આઓ તૃષા’
એક ખોવાઇ ગયેલી છોકરી તૃષાની શોધ પર આધારીત આ સસ્પેન્સ- ફેમિલી ડ્રામા `લોટ આઓ તૃષા’ સીરિયલ હતી. જેમાં ભાગ્યશ્રી તૃષાની માતાની ભૂમિકામાં હતી. આ સીરિયલ લાઇફ ઓકે નામની ચેનલ પર પ્રસારિત થતી હતી. ભાગ્યશ્રીની આ સીરિયલને દર્શકોનો સામાન્ય રિસ્પોન્સ મળ્યો હતો.

સોનાલી બેંદ્રે- `અજીબ દાસ્તાં હૈ યે’
વર્ષ 2015માં આવેલી સીરિયલથી બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રે પહેલી વાર સીરિયલમાં કામ કર્યું હતું. `અજીબ દાસ્તાં હૈ યે’ નામની આ સીરિયલને કોઇ ખાસ એવો રિસ્પોન્સ મળ્યો ન હતો. થોડા સમય બાદ સીરિયલ બંધ થઇ ગઇ.

શ્રીદેવી- `માલિની અય્યર’
તમે ભાગ્યે જ જાણતા હશો કે શ્રીદેવી પણ ટીવી સીરિયલની દુનિયામાં પોતાનું નસીબ અજમાવી ચુકી છે. 2004માં શ્રીદેવી સહારા વન પર `માલિની અય્યર’નામની સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ એક કોમેડી ડ્રામા સીરિયલ હતી.

ટ્યૂલિપ જોશી- `એરલાઇન્સ’
યશ રાજ બેનરની ફિલ્મ મેરે યાર કી શાદી હૈ દ્વારા ટ્યૂલિપે બોલિવુડમાં શાનદાર ડેબ્યુ કર્યો હતો. જો કેત્યાર બાદ બોલિવુડમાં ટ્યૂલિપને કોઇ ખાસ ફિલ્મો મળી ન હતી. ટીવી પર `એરલાઇન્સ’ નામની સીરિયલ દ્વારા તેણે નાના પરદા પર કામ કર્યું. પરંતુ ફિલ્મોની જેમ ટીવી પર પણ ટ્યૂલિપને નિષ્ફળતા મળી.

શિલ્પા શિરોડકર- `એક મુઠ્ઠી આસમાન’
શિલ્પા શિરોડકર 80 અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યાર બાદ શિલ્પાએ ટીવી પર પ્રસારિત થતી સીરિયલ `એક મુઠ્ઠી આસમાન’માં કામ કર્યું હતું. રિસ્પોન્સ સામાન્ય રહ્યો પરંતુ શિલ્પાના વખાણ થયા હતા.

ગ્રેસી સિંહ- `સંતોષી મા’
લગાન અને મુન્ના ભાઇ એમ.બી.બી.એસ જેવી સુપર હિટ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી ગ્રેસીએ પણ ટીવીની દુનિયામાં પગ મુક્યો હતો. ગ્રેસીએ `સંતોષી મા’ નામની સીરિયલમાં કામ કર્યુ હતું. ધાર્મિક સીરિયલમાં દર્શકોને આ સીરિયલ ખુબ જ ગમી હતી. પરંતુ ગ્રેસીને ત્યાર બાદ કોઇ સીરિયલ ઓફર થઇ ન હતી.

પૂનમ ઢિલ્લો- `એક નઇ પહેચાન’
90ના દાયકાની બ્યુટીફૂલ ગણાતી અભિનેત્રી પૂનમે પણ ટીવીમાં કામ કર્યું છે. જી હાં તેણે `એક નઇ પહેચાન’ નામની ધારાવાહિકમાં સાસુ તરીકેની ભૂમિકા ભજવી હતી. સીરિયલ થોડો સમય ચાલી હતી. દર્શકોએ સીરિયલને કોઇ ખાસ રિસ્પોન્સ આપ્યો ન હતો.

અમૃતા સિંઘ- `કાવ્યાંજલી’
અમૃતા સિંઘે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ સૈફ અલી ખાન સાથે છુટા છેડા થયા બાદ અમૃતા સિંઘે ટીવી પર એકતા કપૂરની ધારાવાહિક `કાવ્યાંજલી’માં નકારાત્મક ભૂમિકા ભજવી હતી. આ સીરિયલને તો દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. પરંતુ મુખ્ય અભિનેતાએ સીરિયલ છોડી બાદ ટીઆરપીના ઘટાડાના કારણે સીરિયલનો અંત લાવવો પડ્યો હતો. ત્યાર બાદ અમૃતા કોઇ સીરિયલમાં જોવા મળી નથી.