ફિલ્મી દુનિયા

એક સમયે બોલીવુડમાં જેનું નામ હતું એ 6 અભિનેત્રીઓની એક ભૂલના કારણે બરબાદ થઇ ગયું તેમનું જીવન

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે આજે પણ પોતાના કામ અને નામથી બોલીવુડમાં ટકી રહી છે. એક સમય હતો જયારે તેમના નામથી જ લોકો તેમની ફિલ્મો જોવા માટે દોડી જતા હતા. પરંતુ તેમની ભૂલના કારણે અત્યારે પણ તેઓ સફળતાથી તો દૂર છે જ સાથે સાથે એ ભૂલની સજા પણ ભોગવી રહ્યા છે.

Image Source

બોલીવુડમાં એવા ઘણા મોટા નામ પણ આવ્યા જેને પોતાના કામથી પોતાનું નામ કર્યું પરંતુ તેમને કરેલી એક ભૂલ એટલી ભારે પડી ગઈ કે તેમનું આખું કેરિયર જ બરબાદ થવા ઉપર પહોંચી ગયું, ઘણાને પાછું કામ તો મળવાનું શરૂ થઇ ગયું પરંતુ નામ નહિ. જો તેમને એ ભૂલ ના કરી હોતી તો આજે બોલીવુડમાં પણ તેમનો ડંકો વાગતો. પરંતુ તેમની ભૂલ તેમને જીવનભર અફસોસ કરાવશે.

તો ચાલો તમને જણાવીએ એવી કઈ અભિનેત્રીઓ છે જેમની એક જ ભૂલના કારણે તે આજે પણ અફસોસ કરી રહ્યા છે.

Image Source

મોનીકા બેદી:
મોનીકા બેદી બિગબોસ-2 અને ઝલક દિખલાજાના સીઝન 3માં જોવા મળી હતી. આ સિવાય તે કેટલીક ટીવી સીરિયલમાં પણ જોવા મળી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે તે ફિલ્મોમાં પણ સૌથી સુંદર અભિનેત્રી તરીકે ઓળખાતી હતી. પરંતુ તેની ભૂલ તેને અર્શથી ફર્શ પર લઇ આવી. મોનીકા બેદીના સંબંધો અંડરવર્લ્ડના ડોન અબુ સાલેમ સાથે નીકળ્યા અને તે પોર્ટુગલમાં તેની સાથે પકડાઈ પણ ગઈ જેના કારણે તેને જેલમાં પણ જવું પડ્યું જેના કારણે તેનું બોલીવુડનું કેરિયર તો સમાપ્ત જ થઇ ગયું, જયારે તે પાછી આવી તો તેને ફિલ્મો ના મળી અને ટીવી સીરિયલમાં કામ કરીને જીવન વિતાવવું પડ્યું.

Image Source

મનીષા કોઈરાલા:
મન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અને સંજુ ફિલ્મમાં સંજય દત્તની માતાનો કિરદાર નિભાવવા વાળી મનીષા કોઈરાલા જયારે ફિલ્મોમાં સફળ થઇ રહી હતી ત્યારે તેને પણ નશાની લત લાગી ગઈ. દારૂ અને ડ્રગ્સના નશામાં રહેવા લાગી જેમાં તેનું કેરિયર પણ સમાપ્ત થવાના આરા ઉપર આવી ગયું. નશાની લતના કારણે તે કેન્સરનો પણ ભોગ બની. કેન્સર સામે ત્રણ વર્ષ લડીને મૃત્યુના મુખમાંથી બહાર આવેલી મનીષાને તેની ભૂલ બરાબર સમજાય છે.

Image Source

પરવીન બાબી:
70ના દસકામાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી પરવીન બાબીનું નામ પણ ઘણું જ ચર્ચાયું જયારે તેના ઓચિંતા મૃત્યુના સમાચાર સાંભળવા મળ્યા. પરવીન બોલીવુડની ખુબ જ લોકપ્રિય અભિનેત્રી હતી પરંતુ તેને પણ વધતા નામ સાથે ઐયાશીભર્યા જીવનનો ચસ્કો લાગ્યો અને ડ્રગ્સની લતમાં સપેડાઈ ગઈ, પોતાની જાતે જ પોતાના કેરિયરને ખરાબ કરી બેઠી, જયારે તે મૃત્યુ પામી ત્યારે તેની પાસે કોઈ હતું જ નહિ એ વાત ડ્રગ્સના કારણે ઘટી ગયેલી તેની લોકપ્રિયતાને દર્શાવે છે.

Image Source

અમિષા પટેલ:
“કહોના પ્યાર હે” ફિલ્મમાં રીત્વિક રોશન સાથે પ્રખ્યાત થયેલી અભિનેત્રી અમિષા પટેલનું નામ પણ બોલીવુડમાં સારું એવું બન્યું હતું પરંતુ તેના પારિવારિક ઝગડા તેને ફિલ્મી દુનિયાથી દૂર લઇ ગયા. તેના કેરિયરને પણ ખરાબ કરી દીધું જેની સજા આજે પણ અમિષા ભોગવી રહી છે. તેને કેટલીક ફિલ્મો મળી તે છતાં પણ તેને જે નામ કરવું જોઈએ તે ફરી ક્યારેય કરી શકી નહિ.

Image Source

મંદાકિની:
મંદાકિનીનું એક સમયે ફિલ્મોમાં ખુબ જ મોટું નામ હતું. રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં પોતાના અંગ પ્રદર્શનના કારણે ખુબ જ ચર્ચામાં આવી સાથે તેનો દેખાવ પણ એટલો આકર્ષક હતો કે તેના નામથી જ લોકો ફિલ્મો જોવા માટે દોડી જતા હતા પરંતુ તેના વધતા નામ સાથે અંડરવર્લ્ડ સાથે પણ તેના સંબંધો હોવાની વાતો સામે આવવા લાગી. દાઉદ સાથે તેના ફોટા પણ જાહેર થવા લાગ્યા જેના કારણે તેનું  ફિલ્મી જીવન પણ સમેટાઈ ગયું.

Image Source

મમતા કુલકર્ણી:
એક સમયની સૌથી સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણીએ જયારે બોલીવુડમાં પોતાનો પગ મુક્યો ત્યારે તેને ખુબ જ નામ મળ્યું. મમતાએ એ સમયની ખ્યાતનામ અભિનેત્રીઓને પણ હલાવી દીધી હતી. પરંતુ જેમ જેમ સફળ થતી ગઈ તેમ તેમ સ્ટારડમનો નશો પણ ચઢતો ગયો. તેના સંબંધો પણ અંડરવર્લ્ડ સાથે હોવાનું સામે આવ્યું તો ડ્રગ્સની તસ્કરી માટે તેને ઘણા વર્ષો સુધી દુબઈની જેલમાં પણ રહેવું પડ્યું. મુંબઈ પોલીસ પણ તેને શોધતી રહી, કોર્ટે તો તેને ભગોડી જાહેર પણ કરી દીધી. વર્ષો સુધી તે ભારતમાં જોવા જ ના મળી અને વિદેશમાં જ રહેવા લાગી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.