કરીના કપૂરથી શિલ્પા શેટ્ટી સુધી, માં બન્યા પછી પણ યોગાથી કેવી રીતે રહે છે આટલી ફિટ આ 9 અભિનેત્રીઓ ? જાણી લો રહસ્ય

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) દરેક વર્ષે 21 જૂન ના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.યોગ દિવસ પર ઘણા કાર્યક્રમ આયોજિત હોય છે અને દરેક કોઈ પોતાને ફિટ રાખવા માટે તેમાં શામિલ પણ થાય છે.આગળના દિવસોમાં ઘણા સેલિબ્રિટીઓ યોગા કરતો પોતાનો વિડીયો શેર કરી રહ્યા છે.ખાસ વાત એ પણ છે કે ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ એવી પણ છે જેમણે ગર્મભાવસ્થાના દરમિયાન પણ યોગા કરીને પોતાને ફિટ અને તંદુરસ્ત રાખી છે.

આમ જોઈએ તો સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે. યોગ કરવાના અનેક ફાયદા છે. રોજ યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.

કરીના કપૂરથી લઈન શિલ્પા શેટ્ટી સુધીની ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ નિયમિત રૂપથી યોગા કરે છે. તેઓની સ્લિમ અને પરફેક્ટ ફિગરની પાછળ યોગાસન જ જવાબદાર છે. યોગ દિવસના મૌકા પર આજે અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ જીમમાં વ્યાયામ કરવાની સાથે સાથે યોગાને પણ મહત્વ આપે છે અને પોતાના શરીરને ફિટ રાખે છે.

1.અમૃતા અરોરા:
અભિનેત્રી અમૃતા અરોરા પણ પોતાને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે યોગા કરે છે.અમૃતા ઘણીવાર પોતાની બહેન મલાઈકા અરોરા અને કરીના કપૂરની સાથે યોગા કરતી જોવામાં આવે છે.

2.સોહા અલી ખાન:
સોહા અલી ખાને વર્ષ 2017 માં એક દીકરીને જન્મ આપ્યો હતો જેનું નામ ઇનાયા છે. સોહાએ ગર્ભાવસ્થાના દરમિયાન પણ યોગા કરીને પોતાને તંદુરસ્ત રાખી હતી.એક સમયે તેની યોગા કરતી તસ્વીર પણ વાઇરલ થઇ હતી.

3.આલિયા ભટ્ટ:
બોલીવુડની બબલી ગર્લ આલિયા ભટ્ટ પણ રોજ યોગા કરે છે. તે અઠવાડિયામાં બે વાર અષ્ટાન્ગ યોગા કરે છે. આલિયાનું કહેવું છે કે આ યોગા તેની સ્કિનને ગ્લો આપે છે અને ફિગર પણ મેન્ટેન કરે છે.

4. કરીના કપૂર ખાન:
બોલીવુડની બેબો ગર્લ કરીના કપૂર ખાન માં બન્યા પછી પણ એકદમ ફિટ અને તંદુરસ્ત છે. તે રોજ સૂર્યનમસ્કાર કરે છે.પોતાની ઝીરો સાઈઝનું ક્રેડિટ પણ તે યોગા ને જ આપે છે.કરીનાએ તૈમુરને જન્મ આપ્યા પછી પોતાના વધેલા શરીરને યોગા દ્વારા જ મેન્ટેન કર્યુ હતું.

5.લારા દત્તા:
લારા દત્તા પણ ગર્ભાવસ્થાના દરમિયાન યોગા કરતી જોવામાં આવી હતી.લારા દત્તાની આ તસ્વીર તે સમયની છે જ્યારે તે પોતાની પ્રેગ્નેન્સી વખતે યોગા કરતી હતી.લારા મોટાભાગે યોગા કરતી પોતાની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

6. મલાઈકા અરોરા:મલાઈકા અરોરાએ કરીના કપૂર પાસેથી જ યોગા માટેની પ્રેરણા લીધી હતી અને હવે તે પોતે પણ
યોગા માટે ખુબ જ ઉત્સાહિત રહે છે.તે એક દિવસમાં ઘણા કલાકો સુધી યોગા કરે છે. તેનું પ્રિય યોગાસન પદ્માસન છે,જે શારીરિક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

7.ભાગ્યશ્રી:
બૉલીવુડની લોકપ્રિય અભિનેત્રી રહી ચુકેલી ભાગયશ્રી પણ રોજ યોગાને ખુબ મહત્વ આપે છે.તે પોતાને ફિટ રાખવા માટે અને યુવાન દેખાવા માટે યોગા અને મેડિટેશન કરે છે.તે 90 ના દશકની એક બેસ્ટ અભિનેત્રી રહી છે.

8.સૌમ્યા ટંડન:
ટીવીની અભિનેત્રી સૌમ્યા ટંડન હાલમાં જ માં બની છે. ડિલિવરી પછી સૌમ્યાએ યોગા અને વ્યાયામ કરીને પોતાને ફરીથી ફિટ અને તંદુરસ્ત બનાવી છે.સૌમ્યા ભાભીજી ઘર પર હૈં સીરિયલમાં અનિતાનો કિરદાર નિભાવે છે.

9.શિલ્પા શેટ્ટી:
શિલ્પા શેટ્ટી આગળના ઘણા વર્ષોથી યોગા કરતી આવી છે.તેણે દેશની સાથે સાથે વિદેશોમાં પણ યોગા શીખવ્યા છે અને લોકોને યોગા પ્રત્યે પ્રોત્સાહિત કર્યા છે.તેનું પ્રયિ યોગાસન સૂર્યનમસ્કાર છે જેને તે રોજ કરે છે.દીકરાને જન્મ આપ્યા પછી પણ વધેલા વજનને ઓછું કરવા માટે શિલ્પાએ યોગની જ મદદ લીધી હતી.આ સિવાય અભિનેત્રી બિપાશા બાસુ,નરગીસ ફખરી,લારા દત્તા,અક્ષય કુમાર,સિદ્ધાર્થ મલ્હોત્રા વગેરે જેવા કલાકારો પણ યોગા કરતાં જોવામા આવે છે.

યોગા માટે આ અભિનેત્રી મોટાભાગે રોજ સૂર્ય નમસ્કાર, ધનુરાસન,વીરભદ્રાસન,પદ્માસન,શીર્ષાસન વગેરેને વધારે મહત્વ આપે છે. યોગાસન તમને માનસિક શાંતિની સાથે સાથે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા ફાયદાઓ આપે છે.

YC