મનોરંજન

આટલી બદલાઈ ચુકી છે 90 ના દશકની આ 5 અભિનેત્રીઓ, જુઓ લેટેસ્ટ તસ્વીરો

365 દિવસ ચમકતી રંગીન બૉલીવુડની આ 5 તસ્વીરો જોઈને ચકિત થશો

90 ના દશકમાં એવી ઘણી અભિનેત્રીઓ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હતી જેમણે પોતાની અદાકારી અને સુંદરતાથી એક ખાસ મુકામ મેળવ્યું હતું. સાથે સાથે આ અભિનેત્રીઓનો દેખાવ પણ સમયની સાથે ખુબ બદલાઈ ચુક્યો છે.

આજે અમે તમને 90 ના દશકની એવી જ અભિનેત્રીઓની તસ્વીરો દેખાડીશું જેનો પહેલાના અને અત્યારના દેખાવમાં ખુબ જ અંતર આવી ગયું છે.

Image Source

1. કાજોલ:
અભિનેત્રી કાજોલ આજે એક જાણીતું અને સફળ નામ છે, કાજોલે વર્ષ 1992 માં બેખુદી ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે શરૂઆતમાં કાજોલના રંગને લીધે તેની ખુબ આલોચના થઇ હતી છતાં પણ તેણે પોતાના કામથી દરેક અભિનેત્રીઓને પાછળ છોડી દીધી.  જો કે પહેલાની તુલનામાં કાજોલની સુંદરતામાં ઘણો વધારો થયો છે.

Image Source

2. રવીના ટંડન:
એક સમયે અક્ષય કુમાર સાથે રિલેશનમાં રહી ચુકેલી રવીના ટંડને 1992 માં પથ્થર કે ફૂલ ફિલ્મ દ્વારા કાર્કિર્દીની શરૂઆત કરી હતી. રવીના 90 ના દશકની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીમાંની એક છે. તેનો લુક અને સ્ટાઇલ પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે.

Image Source

3. જુહી ચાવલા:
જુહી ચાવલાએ પોતાની કારકિર્દીમાં હિન્દીની સાથે સાથે બંગાળી, પંજાબી, મલયાલમ, તમિલ અને તૈલૂગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે. 52 વર્ષની ઉંમરમાં જુહી ચાવલા એકદમ સુંદર અને ફિટ દેખાય છે.

Image Source

4. ઐશ્વર્યા રાય:
મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી ઐશ્વર્યા રાઈએ તમિલ ફિલ્મ ‘ઇરુઅર’ દ્વારા ફિલ્મ જગતમાં ડેબ્યુ કર્યું હતું. ઐશ્વર્યા વર્ષ 1994 માં મિસ વર્લ્ડ બની હતી જેના પછી તેને ખુબ સફળતા મળી. મિસ વર્લ્ડ બન્યા પછી ઐશ્વર્યાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી અને અક્ષય ખન્ના સાથેની ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ માં જોવા મળી હતી.

Image Source

5. માધુરી દીક્ષિત:
માધુરી દીક્ષિત છેલ્લી વાર ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. 53 વર્ષની માધુરીની ફિટનેસ અને સુંદરતાના લોકો ખુબ દીવાના છે. માધુરીએ વર્ષ 1984 માં ફિલ્મ અબોધ દ્વારા ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી હતી જો કે તેને સાચી ઓળખ વર્ષ 1988 માં આવેલી ફિલ્મ તેજાબ દ્વારા મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં માધુરીના દેખાવમાં ઘણો ફર્ક આવી ગયો છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.