મનોરંજન

બોલીવુડની આ 7 એક્ટ્રેસ લાગે છે તેના મમ્મીની કોપી, 7 માં નંબરની છે સૌથી બેસ્ટ – જુવો કોણ કોણ છે લિસ્ટમાં?

કહેવામાં આવે છે કે,માતા પુત્રી હંમેશા એકબીજાની નજીક હોય છે. પુત્રીઓ ભલે હંમેશા તેના પિતાની લાડકી હોય પરંતુ એક પુત્રી માટે તેની માં જ તેનું સવર્સ્વ અને બેસ્ટ ફ્રેન્ડ હોય છે. માતાના ગુણ જ પુત્રીમાં હોય છે.પછી તે લુક્સના મામલામાં હોય કે પછી બીજા કોઈ મામલામાં. બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ તેના માતાની કાર્બન કોપી લાગે છે. તો ચાલો આજેઅમે તમને જણાવીશું કાર્બન કોપી માતા પુત્રી વિશે.

આલિયા ભટ્ટ અને સોની રાજદાન
બોલીવુડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું આજે બોલીવુડમાં મશહૂર નામ છે.બહુજ ટૂંકા સમયમાં આલિયા મોટા પડાવ પર પહોંચી ગઈ છે. આલિયાની માતા સોની રાજદાન બ્રિટિશમાં પેદા થયેલી એક ભારતીય અભિનેત્રી છે. સોની રાજદાને 1986માં મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. 1993માં આલિયા ભટ્ટનો જન્મ થયો છે. 62 વર્ષની સોની રાજદાન અને આલિયાના ચહેરા બિલકુલ એક સરખા લાગે છે.

Image Source

સોહા અલીખાન અને શર્મિલા ટાગોર
વીતેલા જમાનાની અભિનેત્રી શર્મિલા ટાગોરઅતિ સુંદર અભિનેત્રી હતી. શર્મિલા ટાગોરે જાણીતા ક્રિકેટર મન્સુર અલીખાન સાથે લગ્ન કર્યા હતા. શર્મિલાએ 1978માં સોહા અલી ખાનને જન્મ આપ્યો હતો. સોહાની શકલ જોઈને ખબર પડી જ જાય કે તે શર્મિલા ટાગોરની પુત્રી છે.

Image Source

હેમા માલિની અને એશા દેઓલ
બોલીવુડની ડ્રિમ ગર્લ તરીકે જાણીતી હેમા માલિની 2 પુત્રીઓની માં છે. હેમાની ગણતરી બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રીઓમાં થાય છે.પરંતુ હેમાની બે માંથી એક પણ પુત્રી ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ ખાસ મુકામ પણ ના પહોંચી શકી. એશા દેઓલનો ફેસ તેની માતા હેમા માલિની સાથે મળતો આવે છે. એશા પણ તેની માતાની જેમ એક ક્લાસિકલ ડાન્સર છે. હાલમાં જ એશાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.

Image Source

સારા અલીખાન અને અમૃતા સિંહ
સારા અલીખાને ગયા વર્ષજ ‘કેદારનાથ’ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.સારા અલીખાનને પડદા પર જોઈને લાગ્યું હતું કે ફરી અમૃતા યહ પડદા પર ચમકી હોય.બોલીવુડની ખુબસુરત અભિનેત્રી અમૃતા સિંહે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બન્ને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. સારા બિલકુલ તેની માંની જ કોપી લાગે છે.

 

View this post on Instagram

 

Ma ❤️

A post shared by Sara Ali Khan (@officialsaraalikhan) on


ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડિયા
બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં ડિમ્પલ કાપડિયાએ બોલીવુડમાં એક અલગ જ પહેચાન બનાવી હતી. ડિમ્પલએ 16 વર્ષની ઉંમરમાં 31 વર્ષના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલે 1973માં ટ્વીન્કલ ખન્નાને જન્મ આપ્યો હતો. ટ્વીન્કલ તેની માતાની જેમ સ્ટાર નથી બની. પરંતુ ટ્વીન્કલ અને ડિમ્પલની શકલ એકબીજાથી ખુબજ મળતી આવે છે.


શ્રુતિ હાસન અને સારિકા
સાઉથના સુપર સ્ટાર કમલ હાસને ખુબસુરત અભિનેત્રી સારિકા સાથે લગ્ન કર્યા હતા.સારિકા તેના જમાનાની શાનદાર એક્ટ્રેસ રહી હતી. સારિકાએ 1986માં શ્રુતિને જન્મ આપ્યો હતો.શ્રુતિની ખુબસુરતીમાં તેની માં સારિકાની ઝલક દેખાય છે. બન્નેની શકલ મળતી આવે છે.

 

View this post on Instagram

 

Happy mother’s day 💜💜 #shrutihaasan #shrutihassan #like #follow

A post shared by shruti Haasan 🔥 (@shrutzhaasanz) on

કરિશ્મા અને બબીતા કપૂર
90ના દશકાની ટોપ સેક્ટ્રેસ કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂર પણ વીતેલા જમાનાની મશહૂર અભિનેત્રી હતી. બબીતા અને રણધીર કપૂરની પુત્રી કરિશ્મા કપૂરનો જન્મ 1974માં થયો હતો. કરિશ્મા કપૂર બિલકુલ તેની માતા જેવી જ દેખાઈ છે.

 

View this post on Instagram

 

Monday made marvellous with my mains ! #family❤️

A post shared by KK (@therealkarismakapoor) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks