મનોરંજન

પતિથી અલગ થઇને એકલા જીંદગી વિતાવી રહી છે 5 બોલિવુડ હસીનાઓ, નંબર 5 તો બની ગઇ છે સાધ્વી

બોલિવુડના સિતારા પોતાની રિયલ લાઇફને લઇને ખૂબ જ ચર્ચામાં રહે છે. તેમાં સૌથી વધારે કિસ્સા તેમના લગ્ન તથા છૂટાછેડાના જ હોય છે. બોલિવુડની ઘણી અભિનેત્રીઓ છે,

જે હવે પોતાના પતિથી અલગ થઇ ચુકી છે અને ઘણી અભિનેત્રીના પતિનું અવસાન થયું છે. અને આ અભિનેત્રીઓ પતિથી દૂર રહીને એકલા જીવન વિતાવવા મજબૂર છે. તો આવો તેવી કઇ પાંચ અભિનેત્રી છે તેના વિશે જાણીએ.

1.કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર 90ના દાયકામાં બોલિવુડની ટોચની અભિનેત્રીઓમાંથી એક રહી ચુકી છે. કરિશ્માએ વર્ષ 2003માં દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ કરિશ્માએ બે બાળકોને જન્મ આપ્યો. પરંતુ વર્ષ 2016માં કરિશ્મા અને સંજય કપૂરે છૂટાછેડા લઇ લીધા. છૂટાછેડા બાદ સંજયે નવી ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરી લીધા. ત્યાં કરિશ્મા કપૂર પોતાના બાળકો સાથે પિતા રણધીર અને માતા બબીતા સાથે તેમના ઘરે જ રહે છે.

2.મનીષા કોઇરાલા
મનીષા કોઇરાલા પોતાના કરિયર દરમિયાન ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પરંતુ તેની રિયલ લાઇફ મુશ્કેલીઓથી ભરેલી છે. તેણે વર્ષ 2010માં બિઝનેસમેન સમ્રાટ દહાલ સાથે લગ્ન કર્યા. પરંતુ તેમનો સંબંધ લાબા સમય સુધી ચાલી ન શક્યો અને થોડા સમયમાં જ તેમના છૂટાછેડા થયા. તે ઉપરાંત મનીષાએ પોતાના કેન્સર પર પણ જીત હાસિલ કરી છે.

3.સુનૈના રોશન
સુનૈના બોલિવુડના જાણીતા એક્ટર ડાયરેક્ટર રાકેશ રોશનની દીકરી અને રિતિક રોશનની બહેન છે. સુનૈના લગ્ન વર્ષ 1992માં આશિષ સોની સાથે થયા હતા. સુનૈના અને આશિષની દીકરી જેનુ નામ સુરાનિકા છે. પરંતુ લગ્નના 8વર્ષ બાદ આશિષ અને સુનૈનાએ છૂટાછેડા લીધા. ત્યાર બાદ વર્ષ 2009માં સુનૈનાએ બિઝનેસમેન મોહન નાગર સાથે લગ્ન કર્યા પરંતુ વર્ષ 2013માં સુનૈના અને મોહનના પણ છૂટાછેડા થઇ ગયા. હાલ સુનૈના પોતાના પિતાના ઘરે જ રહે છે.

4.પૂજા ભટ્ટ
બોલિવુડની જાણીતા ડાયરેક્ટ મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ અને 90ના દાયકાની ખૂબસુરત અભિનેત્રી રહી ચુકી છે. ફિલ્મ પાપના સેટ પર પૂજાની મુલાકાત મનીષ મખીજા સાથે થઇ હતી. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. અને ત્યાર બાદ વર્ષ 2003માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા.

પરંતુ વર્ષ 2014માં બંને પોતાની મરજીથી છૂટાછેડા લીધા. પૂજા હાલ પિતાના ઘરે જ રહે છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની મોટી બહેન પૂજા ભટ પણ 90ના દાયકાની ફિલ્મોની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તેને વર્ષ 2003માં મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 9 વર્ષ બાદ પૂજાએ તેના પતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પૂજાને કોઈ સારો વર મળ્યો નથી.

5.મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણીના જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવતા રહ્યાં છે. તેણે પોતાનું કરિયર ફિલ્મ કરણ અર્જુન, તિરંગા અને નસિબમાં કામ કર્યું હતું. વર્ષ 2013માં તેણે ડ્રગ માફિયા વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. હાલ તેનો પતિ જેલમાં છે અને મમતા કેન્યામાં એક સાધ્વીનું જીવન વિતાવી રહી છે.

એક સમયની સૌથી સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણીએ જયારે બોલીવુડમાં પોતાનો પગ મુક્યો ત્યારે તેને ખુબ જ નામ મળ્યું. મમતાએ એ સમયની ખ્યાતનામ અભિનેત્રીઓને પણ હલાવી દીધી હતી.

પરંતુ જેમ જેમ સફળ થતી ગઈ તેમ તેમ સ્ટારડમનો નશો પણ ચઢતો ગયો. તેના સંબંધો પણ અંડરવર્લ્ડ સાથે હોવાનું સામે આવ્યું તો ડ્રગ્સની તસ્કરી માટે તેને ઘણા વર્ષો સુધી દુબઈની જેલમાં પણ રહેવું પડ્યું. મુંબઈ પોલીસ પણ તેને શોધતી રહી, કોર્ટે તો તેને ભગોડી જાહેર પણ કરી દીધી.

વર્ષો સુધી તે ભારતમાં જોવા જ ના મળી અને વિદેશમાં જ રહેવા લાગી.