ખરેખર પત્ની હોય તો આવી, સૌથી મુશ્કેલ સમયમાં આપ્યો સાથ…જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
આપણે પડદા ઉપર ઘણા અભિનેતાઓને જોઈએ છીએ ત્યારે આપણે એવી કલ્પના કરીએ કે આ અભિનેતાઓનું જીવન એકદમ સુખમય હશે, તેમના જીવનમાં તમામ સુખ સુવિધાઓ હશે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે દરેકનું એક અંગત જીવન હોય છે અને આ જીવનમાં ઘણા લોકો પોતાની તકલીફ અને પોતાના દુઃખો પડદા ઉપર નથી બતાવી શકતા, પડદાની બહાર પણ એમનું એક જીવન હોય છે. આજે ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના લગ્ન બાદ છૂટાછેડા થતા આપણે જોઈએ છીએ, ત્યારે પણ આપણને એક જ વિચાર આવે કે એમના માટે તો લગ્ન પણ નવાઈની વાત નથી હોતી, ત્યારે આ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ પોતાના જીવનમાં એક એવું સાથી મળે કે જે તમેને જીવનભર સાચવી જાણે, દરેક પરિસ્થિતિમાં સાથ આપે એમ ઇચ્છતા હોય છે, સામાન્ય માણસની પણ એવી જ ઈચ્છા હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક અભિનેતાઓની પત્નીઓ વિશે જણાવીશું જેને તમેને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે.

ઈરફાન ખાન અને સુતાપા સિકંદર:
પડદા ઉપર આપણે ઈરફાન ખાનને એક સફળ અભિનેતા તરીકે માનીએ છીએ પરંતુ તેના નાગત જીવનમાં તેને પણ ઘણી જ તકલીફોનો સામનો કર્યો છે. ઇરફાન ખાન પણ કેન્સરની બીમારીમાં સપડાઈ ગયો હતો ત્યારે તેની પત્નીએ જ તેને સાથ આપ્યો હતો. જયારે તેને કેન્સરની લડાઈમાં તેની પત્નીની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે: “હવે હું જીવીશ તો માત્ર મારી પત્ની સુતાપા સિકંદર માટે જ જીવું છું.” સુતાપાએ ઈરફાનની ખુબ જ કાળજી રાખી હતી.

ઋષિ કપૂર અને નીતુ કપૂર:
ઋષિ કપૂર અને નીતુ કપૂરના જીવન વિશે આમતો વધારે કહેવાની જરૂર નથી છતાં પણ બંનેનું જીવન ખુબ જ રસપ્રદ રહ્યું છે. ઋષિ કપૂરના કેન્સર દરમિયાન નીતુએ તેમનું ખુબ જ દેખરેખ રાખી અને લગ્ન બાદ એક તબક્કો એવો આવ્યો જયારે ફિલ્મો ચાલતી નહોતી અને ઋષિ કપૂર વધુ પ્રખ્યાત બનતા ગયા ત્યારે પણ એકબીજાને સમજીને પોતાનું લગ્ન જીવન જીવી રહ્યા હતા.

અનિલ કપૂર અને સુનિતા કપૂર:
અભિનેતા અનુલ કપૂરને આજે પણ ફિલ્મોમાં જોઈએ તો તે જુવાન લાગે, અનિલના નામથી જ આજે દુનિયા પરિચિત છે પરંતુ તેની પત્ની સુનીતાને બહુ જ ઓછા લોકો ઓળખે છે. પરંતુ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે સુનીતાના કારણે જ અનિલ કપૂર પોતાના જીવનમાં આગળ છે. અનિલ કપૂરે પોતે આ વાતની કબૂલાત એક ઇન્ટરવ્યૂમાં કરી હતી તેને કહ્યું હતું કે “સુનિતા ઘરને સારી રીતે સાચવે છે તેના કારણે જ તે જીવનમાં આગળ વધી શકે છે.”

શાહરુખ ખાન અને ગૌરી ખાન:
અભિનેતા શાહરુખ ખાને પોતાના કેરિયરની શરૂઆતમાં જ ગૌરી સાથે લગ્ન કરી લીધા હતા, બંનેના પ્રેમ લગ્ન હતા, ગાઉરી એક સારી પત્ની હોવા ઉપરાંત એક સારી માતા પણ છે, શાહરૂખના ત્રણ બાળકોની દેખરેખ તે ખુબ જ સારી રીતે કરી રહી છે. શાહરુખ અને ગૌરી વચ્ચેનું બોન્ડિંગ કેમેરા ઉપર પણ વારંવાર જોવા મળે છે.

સંજય દત્ત અને માન્યતા દત્ત:
સંજય દત્તના જીવન વિશે તો આજે આખો દેશ પરિચિત થઇ ગયો છે. સંજુ ફિલ્મ બાદ તો સંજયનું જીવન એક ખુલ્લી કિતાબના જેવું બની ગયું છે. સંજયની દરેક મુસીબતમાં તેની પત્ની માન્યતાએ તેનો સાથ હંમેશા આપ્યો છે. સંજય પણ ઘણીવાર કહ્યું છે કે “માન્યતા જ તેની હિમ્મત છે.”

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ:
આયુષ્માનની પત્ની તાહિરાએ પણ કેન્સર સામે લાંબી લડાઈ લડી છે અને આ સમયમાં પણ આયુષ્માન તેની સાથે ઉભો રહ્યો છે, બંને વચ્ચે ખુબ જ ગાઢ પ્રેમ છે અને અવાર નવાર આ બંને કેમેરા સામે પણ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે એટલે જ તે આજે બોલીવુડના પાવર કપલમાં પણ સામેલ છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા:
જેનેલિયાને આપણે ઘણી ફિલ્મોમાં અભિનય કરતા જોઈએ છે પરંતુ રિતેશ સાથે લગ્ન બાદ તેને ફિલ્મીઓ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે રિતેશ બોલીવુડમાં એક આગવી પ્રતિભા ધરાવે છે અને જેનેલિયા તેને આગળ વધવામાં પૂરતો સહયોગ પણ આપે છે. જેનેલિયા અને રિતેશ ઘણી પાર્ટીમાં પણ સાથે જોવા મળે છે અને બંને વચ્ચેનો પ્રેમ તેમાં જોઈ શકાય છે.

દિલીપ કુમાર અને સાયરા બાનું:
દિલીપ કુમાર બોલીવુડમાં એક દિગ્ગજ અભિનેતા તરીકે ઓળખાય છે. વર્ષ 1966માં જ દિલીપ કુમારે અભિનેત્રી સાયરા બાનું સાથે લગ્ન કરી લીધા હતા, લગ્ન બાદ પણ દિલીપ કુમારનો ગ્રાફ વધતો ગયો તે હંમેશા આગળ વધતા રહ્યા અને આ બધામાં તેમની પત્ની સાયરા બાનુએ તેમનો સાથ આપ્યો, સાયરા બાનું દિલિપ કુમારની ખુબ જ કાળજી રાખે છે, અને બંને વચ્ચેનો પ્રેમ નવ વિવાહિત કપલ જેવો જ છે.

અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચન:
બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચનના જીવન વિશે આમતો કઈ જ કહેવાની જરૂર તો રહેતી જ નથી, પરંતુ અમિતાભના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જયારે તેઓ દેવામાં પણ સપડાઈ ગયા હતા, છતાં આ સમય દરમિયાન પણ જ્યાં બચ્ચને તેમનો સાથ નહોતો છોડ્યો અને હંમેશા તેમને પ્રોત્સાહન આપતા જ રહ્યા હતા.