બોલિવૂડમાં સામાન્ય રીતે એવું હોય છે કે સ્ટાર્સ ફેટથી ફિટ થાય અને લોકો માટે પ્રેરણારૂપ બને, પણ કેટલાક સ્ટાર્સ એવા છે કે જે ફ્લોપ થયા પછી ફિટથી ફેટ થઇ ગયા છે. આવા અભિનેતાઓના નામ યાદ કરવાના આવે તો સૌથી પહેલું નામ યાદ આવે ઉદય ચોપરાનું, પણ એના સિવાય પણ કેટલાક એવા અભિનેતા છે કે જે ફ્લોપ થયા અને પછી ફિલ્મોમાં કામ મળતું બંધ થયું, એટલે કદાચ પોતાના શરીર પ્રત્યે બેદરકાર બની ગયા અને જાડા થઇ ગયા છે. તેમના હાલ તો એવા છે કે જો તેઓ રસ્તા પર નીકળે તો પણ લોકો તેમણે ઓળખી નથી શકતા.
- ઉદય ચોપરા –

યશ ચોપરાના નાના દીકરા ઉદય ચોપરાએ ફિલ્મ મોહબ્બતેંમાં સિક્સ પેક સાથે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. એ વખતે તેમની ફિટનેસ ખૂબ જ મજબૂત હતી, પણ સમય સાથે હવે તેની ફિટનેસ ખોવાઈ ગઈ છે. તેનો લૂક હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. આટલું જ નહિ, પણ હવે તેને ઓળખવો પણ મુશ્કેલ બની ગયું છે. તેના ચહેરા પર ઉંમરની સ્પષ્ટ અસર દેખાય છે અને દાઢીના વાળ પણ સફેદ દેખાવા લાગ્યા છે.
- હરમન બાવેજા –

જયારે હરમન બાવેજાએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું ત્યારે તેઓ ઘણા ફિટ હતા ને તેમને બીજા હ્રિતિક રોશન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પણ હવે તેમનું વજન ઘણું વધુ ગયું છે. તેમની એક તસ્વીરમાં તે ઘણા જાડા દેખાઈ રહયા છે. હરમન બાવેજાએ પ્રિયંકા ચોપરા અને બિપાશા બાસુ જેવી અભિનેત્રીઓને ડેટ કરી છે, પણ હવે તેમને જોઈને કોઈ ઓળખી પણ ન શકે તેવો બદલાવ તેમનામાં આવ્યો છે.
- ફરદીન ખાન –

બોલીવૂડના ચોકલેટી બોય રહી ચૂકેલા ફરદીન ખાનનું વજન હવે ઘણું વધી ગયું છે, અને હવે તેમની સ્ટાઇલ સેન્સ પણ પહેલા જેવી નથી રહી. તેને જાનશીન, હમ હો ગયે આપકે, હે બેબી, નો એન્ટ્રી, લાઈફ પાર્ટનર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તેમને થોડા સમય પહેલા તેમના વધેલા વજન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.
- ચંદ્રચુડ સિંહ –

ખૂબ જ ટેલેન્ટેડ અભિનેતા ચંદ્રચુડ સિંહ એક સમયે છોકરીઓનો ક્રશ હતો, પણ હવે એમાં એ વાત નથી રહી. તે પોતાના કરિયરની શરૂઆતમાં ખૂબ જ ફિટ હતા પણ હવે તે ફિટ નથી રહયા, તેનું વજન વધી ગયું છે. હવે તેને ફિલ્મોમાં કામ પણ ઓછું મળે છે.
- શાદાબ ખાન –

બોલીવૂડના સૌથી પ્રખ્યાત ખલનાયક ગબ્બર ઉર્ફે અમજદ ખાનના દીકરા શાદાબ ખાને ફિલ્મ રાજા કી આયેગી બારાતથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, પણ આ પછી ગણતરીની ફિલ્મો કર્યા બાદ તેમને વધુ ફિલ્મોમાં કામ મળ્યું ન હતું. એનું નામ પણ એવા જ અભિનેતાઓની યાદીમાં ગણાય છે કે ફ્લોપ થયા બાદ જેમનું વજન વધી ગયું હોય.
- મુકુલ દેવ –

મુકુલ દેવ એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા છે જેમને ફિલ્મ દસ્તકથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે તેઓ સાવ અલગ દેખાય છે. તેમણે યમલા પગલા દીવાના, સન ઓફ સરદાર જોઈ ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેમનું વજન ખૂબ જ વધી ગયું છે.
- નિનાદ કામત –

ફિલ્મ ડોલી સજા કે રખનાથી બોલિવૂડમાં પ્રવેશ કરનાર અભિનેતા નિનાદ કામત હવે ખૂબ જ અલગ દેખાય છે. તેમણે ઘણી ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેમણે લગે રહો મુન્નાભાઈ, પરિણીતા, જય ગંગાજળ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, હાલ તે કહો ખાસ ફિલ્મોમાં જોવા મળતા નથી અને તેમનું વજન પણ વધી ગયું છે.
- હિમાંશુ મલિક –

ફિલ્મ તુમ બિન અને રોગમાં તેમના કામથી ખૂબ જ પ્રસિદ્ધિ પામેલા અભિનેતા હિમાંશુ મલિક હાલ કોઈ ફિલ્મોમાં જોવા મળતા નથી. કદાચ આ જ કારણ છે કે તેમણે પોતાના શરીરનું ધ્યાન પણ નથી રાખ્યું અને તેમનું વજન ખૂબ જ વધી ગયું છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.