બોલિવૂડ એટલે ચમકદમકની દુનિયા, જેમાં કામ કરતા લોકો સામાન્ય લોકો કરતા જુદા જ ગણાય છે. તેઓનું સ્ટારડમ એક અલગ જ લેવલ પર હોય છે. તેમના ઘણા ચાહકો હોય છે અને ઘણા તો તેમના નામની માળાઓ જપતા હોય છે. અને ઘણા સિતારાઓ બોલિવૂડમાંથી જ કોઈ હસ્તી સાથે લગ્ન કરી લે છે. પણ કેટલાક સિતારાઓ ઇન્ડસ્ટ્રીની બહારના સામાન્ય લોકો સાથે લગ્ન કરીને તેમના ચાહકોને ચોંકાવી નાખે છે. ત્યારે આજે એવા જ સિતારાઓ વિશે વાત કરીએ કે જેઓએ ઇન્ડસ્ટ્રીની બહાર સામાન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે.
1 – નીલ નીતિન મુકેશ –

નીલ નીતિન મુકેશે રુક્મિણી સહાય સાથે લગ્ન કર્યા છે. આ બંનેના લગ્ન અરેન્જ્ડ મેરેજ હતા. રુક્મિણી એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હતી અને તેનો અને નીલ નીતિન મુકેશનો પરિવાર મિત્ર હતો. અને એ જ કારણે બંને મળ્યા હતા.
2 – શાહિદ કપૂર –

લેડી શ્રીરામ કોલેજમાંથી ઈંગ્લીશ લિટરેચરમાંથી ગ્રેજ્યુએશન ખતમ કર્યા બાદ તરત જ મીરા રાજપૂત માટે શાહિદ કપૂરના પરિવાર તરફથી લગ્ન માટે માંગુ આવ્યું હતું. બંનેના માતા પિતા રાધા સ્વામી સત્સંગ બિયાસમાં સાથે જતા હતા. બંને કેટલાક પ્રસંગે મળ્યા અને પછી બંનેએ લગ્ન કરી લીધા અને અત્યારે બંનેના બે બાળકો છે.
3 – જોન અબ્રાહમ –

કોમન મિત્રો દ્વારા જોન અબ્રાહમ અને પ્રિયા મળ્યા હતા. પ્રિયા વર્લ્ડ બેન્ક મુંબઈમાં કામ કરતી હતી અને જોનના મિત્રો પણ ત્યાં જ કામ કરતા હતા. એ બંને આ મિત્રો દ્વારા મળ્યા. એ પછી પ્રિયાએ એ જિમ જોઈન કર્યું હતું જ્યાં જોન જતા હતા. આ પછી બંનેએ ચુપચાપ થોડા જ લોકોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા.
4 – શાહરુખ ખાન –

શાહરુખ ખાન અને ગૌરી એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા, અને પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. બંનેના સંબંધોને આડે તેમનો ધર્મ આવતો હતો પણ ગૌરીના માતાપિતાને મનાવવા માટે શાહરૂખે હિન્દુઓની જેમ બા હાથ પણ જોડયા હતા. આખરે બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.
5 – સોહેલ ખાન –

સોહેલ ખાનની મૂવી, પ્યાર કિયા તો ડરના ક્યા આવીને થોડા જ સમયમાં તેને જાહેર કર્યું હતું કે તેણે એક પંજાબી યુવતી સીમા સચદેવ સાથે ભાગીને લગ્ન કર્યા હતા. તેમના પરિવારોએ શરૂઆતમાં તેમના સંબંધો નામંજૂર કર્યા, પણ પછીથી તેમને સ્વીકાર કરી લીધું. આ કપલે આર્ય સમાજની વિધિથી લગ્ન કર્યા અને પછી નિકાહ પણ કર્યા હતા.
6 – ઇમરાન હાશ્મી –

પરવીન અને ઇમરાન બંને બાળપણના મિત્રો હતા અને ફિલ્મોમાં આવ્યાના ઘણા સમય પહેલાથી એકબીજાને ઓળખતા હતા. પરવીન પ્રિ-સ્કુલ ટીચર બની ગઈ અને ઇમરાને અભિનેતા બનવાનું પસંદ કર્યું. જયારે ઓનસ્ક્રીન સિરિયલ કિસર ઇમરાને પરવીન સાથે લગ્ન કર્યા ત્યારે બધા જ ચોંકી ગયા હતા.
7 – આર માધવન –

ફિલ્મોમાં આવતા પહેલા માધવન પબ્લિક સ્પીકિંગ ક્લાસીસ લીધા હતા. મહારાષ્ટ્રમાં પબ્લિક સ્પીકીંગના વર્કશોપ દરમ્યાન સરિતા બિરજે નામની સ્ટુડન્ટ પણ આ સેમિનારમાં હતી. તેને ઇન્ટરવ્યૂ પાસ કરવામાં આ સેમિનારથી મદદ મળી અને એરહોસ્ટેસની નોકરી મળી. અને આ રીતે બંનેની લવસ્ટોરી શરુ થઇ. બાદમાં ફિલ્મોમાં આવતા પહેલા જ માધવને સરિતા સાથે લગ્ન કરી લીધા હતા.
8 – જિમી શેરગિલ –

જિમી શેરગિલને ભલે ફિલ્મોમાં તેમની હિરોઈન ન મળી હોય પણ તેમના જીવનમાં તેમની હિરોઈન મળી ગઈ છે. માચીસ ફિલ્મ કર્યા પછી જિમી શેરગિલ એક મિત્રના લગ્નમાં ગયા હતા અને ત્યાં પ્રિયંકાને મળ્યા હતા, બંને પ્રેમમાં પડયા અને પાંચ વર્ષ ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા.
9 – જીતેન્દ્ર –

જીતેન્દ્રએ શોભા સાથે રહેવા માટે ડ્રિમ ગર્લ હેમા માલિનીને પણ છોડી દીધી હતી. શોભા માત્ર 16 વર્ષની જ હતી જયારે બંનેના સંબંધો બંધાઈ ચુક્યા હતા. દસ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને લગ્ન કર્યા હતા. શોભા એ વખતે બ્રિટિશ એરલાઇન્સમાં એરહોસ્ટેસ તરીકે નોકરી કરતા હતા.
10 – વિવેક ઓબેરોય –

ઐશ્વર્યા સાથેના બ્રેકઅપ પછી વિવેકના મમ્મીએ તેને એક પારિવારિક મિત્રની દીકરીને જોવાનું કહ્યું અને તે પ્રિયંકાને જોયા પછી ના ન કહી શક્યો અને બંનેએ લગ્ન કરી લીધા અને તેમનું હવે એક બાળક પણ છે. પ્રિયંકા અલ્વા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીની દીકરી છે.
11 – શ્રેયસ તળપદે –

શ્રેયસ તળપદે એ સમયે અભલ માલા કરી રહ્યા હતા અને એક કોલેજમાં ગેસ તરીકે આમંત્રિત હતા. એ જ કોલેજની એક વિદ્યાર્થીની દીપ્તિને તેઓ એ સમયે મળ્યા હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડયા હતા અને આખરે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. અત્યારે દીપ્તિ સાઇકિયાટ્રિસ્ટ છે.
12 – સોનુ નિગમ –

હેન્ડસમ દેખાતા ગાયક સોનુ નિગમની પાછળ તો ઘણી છોકરીઓ ગાંડી હતી, પણ તેમને એ બધીના દિલ તોડીને એક ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટ મધુરિમા સાથે લગ્ન કરી લીધા કે જેને ચમક-દમકની આ દુનિયા સાથે કોઈ જ લેવા-દેવા નથી.
13 – સંજય સુરી –

ફિલ્મ અભિનેતા સંજય સુરીએ દિલ્હીની ગાર્ગી કોલેજની એક વિદ્યાર્થીની અંબિકાને ડેટ કરી અને પછી પોતાની કારકિર્દીના શરૂઆતના સમયમાં તેની સાથે લગ્ન કરી લીધા. તેમના બે બાળકો પણ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.