મનોરંજન

એન્જીનીયરીંગ કર્યા પછી બોલીવુડના આ 5 સિતારાઓએ ફિલ્મોમાં બનાવી કારકિર્દી

વાહ ખુબ જ ભણેલા ગણેલા છે આ 5 સિતારાઓ, એન્જીન્યરીંગ કર્યા પછી ફિલ્મોમાં એન્ટ્રી મારી

બોલીવુડના કલાકારો ફિલ્મોની સાથે સાથે શિક્ષણની બાબતમાં પણ ખુબ આગળ છે. આજે અમે તમને એવા જ કલાકારો વિશે જણાવીશું કે જેમણે એન્જીનીયરીંગનો અભ્યાસ તો કરી લીધો પણ પછી બોલીવુડમાં આવી ગયા.

Image Source

1. આર.માધવન:
અભિનેતા આર.માધવને પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. માધવને કોલ્હાપુરના રાજારામ કૉલેજથી એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી માધવને બોલીવુડમાં આવવાનો નિર્ણય લીધો.

Image Source

2. કાર્તિક આર્યન:
અભિનેતા કાર્તિક આર્યને મુંબઈ ડી વાઈ પાટિલ કોલેજ ઓફ એન્જીનીયરીંગથી બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરીને બોલીવુડમાં આવ્યા હતા. જો કે તેનું મુંબઈ આવવાનું અસલી સપનું ફિલ્મોમાં કામ કરવાનું જ હતું અને તેમણે તે સાકાર કરી બતાવ્યું.

Image Source

3. તાપસી પન્નુ:
બોલીવુડની સાથે સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નામ બનાવનારી અભિનેત્રી તાપસી પન્નૂએ ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિયૂટ ઑફ ટેક્નોલોજીથી કોમ્પ્યુટર સાઈન્સનો અભ્યાસ કર્યો છે. આ સિવાય તેણે સોફ્ટવેર એન્જીનીયરીંગની નોકરી પણ શરૂ કરી દીધી હતી. ત્યારે તાપસીએ અમુક મૉડેલિંગ અસાઇમેન્ટ શરૂ કર્યા અને જેના પછી તેણે નોકરી છોડીને અભિનય દુનિયામાં કામ કરવાનું વિચાર્યું.

Image Source

4. વિક્કી કૌશલ:
જાણીતા સ્ટંટ ડાયરેક્ટર શામ કૌશલના દીકરા વિક્કી કૌશલે વર્ષ 2009 માં મુંબઈના રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલીકોમ્યુંનીકેશનની ડિગ્રી લીધી હતી. આજે વિક્કી કૌશલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ બની ગયા છે.

Image Source

5. સુશાંત સિંહ રાજપૂત:
સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહએ દિલ્લી ટેક્નિકલ યુનિવર્સીટીથી એન્જીનીયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જો કે તેણે આ કોર્સ વચ્ચે જ છોડી દીધો અને કોરિયોગ્રાફર શામક ડાવરના ડાન્સ ગ્રુપમાં જોડાવા મુંબઈ ચાલી આવ્યા. જેના પછી તેણે ટીવીથી લઈને ફિલ્મોમાં કામ કરીને અનોખી નામના મેળવી હતી.