બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે પોતાનો સિક્કો આજે પણ ચલાવી રહ્યા છે. ભલે તમેની ઉંમર આજે રિટાયર્ડ થવાની થઇ ગઈ હોય તે છતાં આજે તેમની પાસે નામ અને કામ બંને છે.

પરંતુ બોલીવુડમાં એવા ઘણા મોટા નામ પણ આવ્યા જેને પોતાના કામથી પોતાનું નામ કર્યું પરંતુ તેમને કરેલી એક ભૂલ એટલી ભારે પડી ગઈ કે તેમનું આખું કેરિયર જ બરબાદ થવા ઉપર પહોંચી ગયું, ઘણાને પાછું કામ તો મળવાનું શરૂ થઇ ગયું પરંતુ નામ નહિ. જો તેમને એ ભૂલ ના કરી હોતી તો આજે બોલીવુડમાં પણ તેમનો ડંકો વાગતો. પરંતુ તેમની ભૂલ તેમને જીવનભર અફસોસ કરાવશે.

તો ચાલો તમને જણાવીએ એવા કયા અભિનેતા છે જેમની એક જ ભૂલના કારણે ક્યાંયના ના રહ્યા.

1. હની સીંગ:
રેપ સિંગર હનિ સિંગનું નામ તો સૌ કોઈએ સાંભળ્યું જ હશે, તેના ગીતો આજે પણ ગાઈએ છીએ, પરંતુ તેને છેલ્લા ઘણા સમયથી હની સીંગ અને તેના ગીતો નજરમાં નહિ આવતા હોય, તેના ચાહકોને તેના વિષે જાણ તો હશે જ છતાં પણ ઘણા લોકોને આ વાતની ખબર નથી કે “યો યો”ના નામથી પ્રખ્યાત થયેલો હની સિંગ રાતોરાત ક્યાં ચાલ્યો ગયો. તો તમને જણાવી દઈએ કે હનિ સિંગનું કેરિયર પણ એક દમ પૂર ઝડપમાં ગતિ કરી રહ્યું હતું ત્યારે હની સીંગ ડ્રગ્સની ચપેટમાં ફસાઈ ગયો અને તેના કારણે જ તેનું કેરિયર પણ માટીમાં મળી ગયું. આજકાલ તે રિહેબ સેન્ટરમાં જઈને પોતાનો ઈલાજ તો કરાવે છે પરંતુ જે સ્ટારડમ તેને એક સમયે મળ્યું હતું તે હવે પાછું મળવાની સંભાવના ખુબ જ ઓછી થઇ ગઈ છે.

2. આફતાબ શિવદાસાની :
બાળપણથી જ ફિલ્મોમાં પ્રવેશ મેળવનાર આફતાબના જીવનમાં પણ કંઈક એવો જ વળાંક આવી ગયો. તેનો અભિનય અને દેખાવ જોઈને બોલીવુડમાં તેને પણ ઘણી ફિલ્મો કરી. પરંતુ નશાની લત સારા એવા માણસના જીવનને બરબાદ કરી નાખે છે. એવું જ આફતાબ સાથે થયું. પુણેમાં એકવાર ડ્રગ્સ લેતા પકડાઈ જવાના કારણે તેનું કેરિયર પણ ત્યાંજ સમેટાઈ ગયું. તેને બોલીવુડમાં પાછો પગ મુક્યો પણ જે સફળતા મેળવવા માટે તે હકદાર હતો તે મળી શકી નહિ.

3. ફરદીન ખાન:
બોલીવુડમાં ચોકલેટી હીરો તરીકે પ્રવેશ મેળવનાર ફરદીન ઘણા લોકોનો મનગમતો અભિનેતા હતો. પરંતુ ડ્રગ્સ લેવાની ભૂલ ફરદીનને પણ ભારે પડી ગઈ. નાર્કોટેક્સ ડિપાર્ટમેન્ટે કોકેન રાખવાના ગુન્હામાં ફરદીનને પકડ્યો હતો જેના પછી તેને બોલીવુડમાંથી જાણે ગાયબ જ થઇ જવું પડ્યું તેને પાછા લાવવાના પણ ઘણા પ્રયાસો થયા પણ સફળ ના રહ્યા. હાલમાં જ તેનો એક ફોટો વાયરલ થયો તેમાં તેનું વજન ખુબ જ વધી ગયેલું પણ જોવા મળ્યું.

4. શાઇન આહુજા:
ભૂલ ભુલૈયા અને ગેંગસ્ટર જેવી હિટ ફિલ્મમોમાં અભિનય કરનાર શાઇન આહુજાની એક ભૂલ તેને એટલીભરે પડી કે તે બોલીવુડમાંથી ઠીક પરંતુ દુનિયા સામે પણ મોઢું બતાવવાને લાયક જ રહ્યો નહીં. શાઇન ઉપર તેના ઘરે જ કામ કરવા વાળી કામવાળીએ જ બાળાત્કારનો આરોપ મુક્યો અને શાઇનને 7 વર્ષની કેદ થઈ.

5. શક્તિ કપૂર:
શક્તિ કપૂરથી તો મોટાભાગના લોકો પરિચિત છે. તેને બોલીવુડમાં ખલનાયક અને કોમેડિયનના રૂપમાં એટલી બધી હિટ ફિલ્મો આપી છે જેના નામ પણ દરેકને મોઢે યાદ હશે. પરંતુ શક્તિ કપૂરનું કેરિયર પણ તેની એક ભૂલના કારણે ખરાબ થઇ ગયું. 2005માં થયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં શક્તિ કપૂરને ફિલ્મોમાં કામ આપવા માટે અભિનેત્રીઓ સાથે શારીરિક છેડછાડ કરવાના ગુન્હામાં પકડવમાં આવ્યો હતો જેની અસર તેના ફિલ્મી કેરિયર ઉપર પણ થઇ.

6. વિવેક ઓબોરોય:
મસ્તી અને પીએમ નરેન્દ્ર મોદી જેવી ફિલ્મોમાં કામ કરવા વાળા અભિનેતા વિવેક ઓબોરોયના ઘણા ચાહકો છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક જે પાયદાન ઉપર વિવેકને હોવું જોઈએ તેના ઉપર તે જોવા મળ્યો નહિ. કારણ કે તેને પણ એક ભૂલ એવી કરી જેના કારણે તેને એક સમયે કામ મળતું જ બંધ થઇ ગયું. એક સમયે જયારે સલમાન અને ઐશ્વર્યા રાયના બ્રેકઅપની ચર્ચાઓ ચાલતી હતી ત્યારે વિવેક અને ઐશ્વર્યાના જોડાણની પણ ચર્ચાઓ ચાલુ હતી ત્યારે વિવેકે એક પ્રેસ કોન્ફરન્સમાં સલામન વિશે એવી વાતો કરી જેનાથી સલમાન તો નારાજ થયો જ સાથે સાથે બૉલીવુડ પણ નારાજ થયું અને તેને ફિલ્મો મળતી જ બંધ થઇ ગઈ.

7. વિજય રાજ:
“કૌઆ બિરિયાની” ના સંવાદથી પ્રખ્યાત થયેલો અભિનેતા વિજય જેવો અભિનય કરવાની ક્ષમતા બીજા કોઈ કલાકારોમાં પણ નહોતી પરંતુ યુએઈમાં નશાવળી દવાઓ સાથે પકડાઈ જવાના કારણે તેની ખુબ જ બદનામી થઇ અને પછી તો ફિલ્મોમાંથી પણ તે જાણે ગાયબ જ થઇ ગયો.

8. સંજય દત્ત:
બોલીવુડમાં સંજય દત્તનો અત્યારે પણ સિક્કો ચાલે છે પરંતુ તેની ભૂલોથી પણ કોઈ અજાણ નથી. હમણાં જ થોડા સમય પહેલા આવેલી સંજુ ફિલ્મમાં સંજય દત્તનું આખું જીવન બતાવવામાં આવ્યું છે. એક સમય એવો આવ્યો જેમાં ડ્રગ્સ અને મુંબઈ બોમ વિસ્ફોટમાં તેનું નામ આવતા જ જાણે તેનું ફિલ્મી કેરિયર ખોરવાઈ ગયું. સંજયને જેલમાં પણ જવું પડ્યું જેના કારણે તેના સાથી કલાકારોથી આજે પણ તે પાછળ જોવા મળે છે.

9. વિનોદ ખન્ના:
એક સમય એવો હતો જયારે બોલીવુડના મહા નાયક અમિતાભ બચ્ચન કરતા પણ વિનોદ ખન્નાનું નામ આગળ આવતું હતું. પરંતુ વિનોદ ખન્નાએ ઓશોના શરણમાં જવાનો નિર્ણય લઈને બોલીવુડને છોડી દીધું અને જયારે તેઓ બોલીવુડમાં પાછો પગ મુકવા ગયા ત્યારે એમને એ માન સન્માન અને નામ પાછા મળ્યા નહીં.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.