મનોરંજન

આ છે બોલિવુડ સુપરસ્ટારના 5 બોર્ડીગાર્ડ, સેલેરી જાણશો તો વિશ્વાસ નહીં આવે!

એટલી સેલેરી છે સલમાન ખાનનો બોર્ડીગાર્ડ શેરા, જેમાં દરમહિને તમે ખરીદી શકો નવું ઘર

સ્ટારડમ પોતાનામાં જ એક બહુ જ મોટી વાત છે. કોઇપણ એક્ટરને હાસિલ કર્યા બાદ તેમનું સામાન્ય માણસોની વચ્ચે એકલા નીકળવું મુશ્કિલ બની જાય છે. તેથી જ સ્ટાર્સ પોતાની સુવિધા અને સુરક્ષા માટે બોર્ડીગાર્ડ રાખે છે. સ્ટાર્સ પોતાના બોર્ડીગાર્ડને મોટી સેલેરી પણ આપે છે. તો આવો જાણીએ કે બોલિવુડ સ્ટાર્સના 5 બોર્ડીગાર્ડની સેલેરી…

સલમાન ખાન-શેરા
બોલિવુડના દબંગ કહેવાતા અભિનેતા સલમાન ખાનની સાથે તેનો બોર્ડીગાર્ડ શેરા હંમેશા હોય છે. શેરા અગાઉ પણ ચર્ચામાં આવી ગયો છે. હકીકતમાં શેરાએ સલમાન ખાન માટે થઇને ઘણા ઇન્ટવ્યુ પણ આપ્યા છે. જી, હાં એવુ કહેવું પણ કંઇ ખોટું નથી કે આ બોલિવુડ સ્ટાર્સના બોર્ડીગાર્ડ પણ સ્ટાર્સ જેવા જ છે. તેમાં પણ ખાસ કરીને સલમાન ખાનનો બોર્ડીગાર્ડ શેરા.

શેરા છેલ્લા 20 વર્ષથી સલમાનની સુરક્ષા કરે છે. તાજેતરમાં જ શેરાએ સલમાન ખાનને લઇને એક નિવેદન આપ્યું હતું કે,` સલમાન ખાની સૌથી વધુ નજીક કોઇ છે. તો તે હું જ છું અને હું મારી છેલ્લા શ્વાસ સુધી ભાઇજાનની જોડે જ રહીશ. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સલમાન ખાનની જોડે જ રહીશ. હું ક્યારેય સલમાન ખાનની પાછળ નથી ઉભો રહેતો, હું તેમની આગળ જ ઉભો રહું છું, જેથી ભાઇ જાન પર કોઇ પણ સમસ્યા સલમાન પાસે આવે તો તેને આવતા રોકે છે.’

સલમાન માટે શેરાને તેનો ભાઇ સોહિલ ખાન શોધી લાવ્યો હતો. 1995માં એક પાર્ટી દરમિયાન શેરાની મુલાકાત સલમાન અને સોહિલ ખાન સાથે થઇ હતી. ત્યાર બાદ એક વખત સલમાન ખાન ચંડીગઢ ગયા ત્યાં ભીડમાં ખરાબ રીતે ફસાઇ ગયા હતા. ત્યારે સોહિલે વિચાર્યુ કે ભાઇને સારા બોર્ડીગાર્ડની જરુર છે. ત્યારે સોહિલના દિમાગમાં શેરાનું જ નામ પહેલા આવ્યું.

ઉલ્લેખનીય છે કે, સલમાન શેરાને પોતાના પરિવારનો સભ્ય માને છે. તે હંમેશા તેની સાથે જ જોવા મળે છે. શેરાનો પગાર જાણીને તમને નવાઇ લાગશે. તે સાથે અન્ય સુપર સ્ટાર્સના બોર્ડીગાર્ડ અને તેમના નામ, પગાર જાણીએ.

સલમાન ખાન
બોર્ડીગાર્ડ- શેરા સેલેરી- 2 કરોડ (પ્રતિવર્ષ)

અક્ષય કુમાર
બોર્ડીગાર્ડ- શ્રેયાસે થેલે અકા સેલેરી- 1.2 કરોડ(પ્રતિવર્ષ)

આમિર ખાન
બોર્ડીગાર્ડ- યુવરાજ ઘોરપડે સેલેરી- 2 કરોડ (પ્રતિવર્ષ)

અમિતાભ બચ્ચન
બોર્ડીગાર્ડ- જીતેન્દ્ર શિંદે સેલેરી- 1.5 કરોડ(પ્રતિવર્ષ)

શાહરુખ ખાન
બોર્ડીગાર્ડ- રવિ સિંહ સેલેરી- 2.5 કરોડ (પ્રતિવર્ષ)