બોલિવૂડના આ 5 અભિનેતાઓ મેકઅપ વગર દેખાય છે કંઈક આવા, જુઓ…

ફિલોમમાં તો એકદમ રૂડા રૂપાળા હેન્ડસમ દેખાય છે પણ અસલ જીવનમાં? 5 PHOTOS જોવા હોય તો બહુ હિમ્મતની જરુર પડશે

સુંદર દેખાવું કોને નથી ગમતું. ઘણીવાર સુંદર અને આકર્ષક દેખાવા માટે મેકઅપનો પણ ઉપયોગ થતો હોય છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર છે જે જુવાન દેખાવા માટે મેકઅપનો ઉપયોગ કરતા હોય છે.

અને જો તે અભિનાઓને રિયલ લાઈફમાં મેકઅપ વગર જોશો તો તમે હેરાન થઇ જશો. આજે અમે દેખાડીશુ બોલિવૂડના કેટલાક અભિનેતાઓ જે રિયલ લાઈફમાં મેકઅપ વગર કેવા દેખાય છે.

1. અજય દેવગણ : હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા અજય દેવગણે  તેના ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1991માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી કરી હતી. આ ફિલ્મ તે સમયે સુપરહિટ રહી હતી.  ફિલ્મમાં બે મોટરસાઇકલ પર પગ મૂકીને તેમના દ્વારા કરવામાં આવેલો સ્ટંટ આજે પણ લોકોને યાદ છે. અજય 51 વર્ષના છે. પરંતુ મેકઅપના લીધે આજે પણ તે જવાન લાગે છે.

2. સલમાન ખાન : સલમાન ખાન 55 વર્ષના છે. પરંતુ તેમની ફિટનેસ જોઈને કોઈ કહી નહિ શકે કે તે 55 વર્ષના છે. અને સલમાન ખાન જયારે મેકઅપ કરે છે તો આજના જુવાન અભિનેતાઓને પણ ટક્કર આપે છે. સલમાનના ચાહકોની દીવાનગી કંઈક એવી છે કે તેની એક ઝલક જોવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

3. રજનીકાંત :  તમિલ ફિલ્મમાં કામ કરવાવાળા આ સુપરસ્ટારને દુનિયા રજનીકાંતના નામથી ઓળખે છે. રજનીકાંતનું બાળપણનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમના પિતા રામોજી રાવ ગાયકવાડ એક હવલદાર હતા. રજનીકાંત 69 વર્ષના છે પરંતુ મેકઅપ કર્યા પછી તેમની અડધી ઉંમરના દેખાય છે.

4. અક્ષય કુમાર : અક્ષય કુમાર પણ મેકઅપ કર્યા પછી ખુબ જ હૅન્ડસમ દેખાય છે પરંતુ રિયલ લાઈફમાં હવે તે પહેલા જેવા નથી. આ બધો મેકઅપનો કમાલ છે.

5. શાહરૂખ ખાન :  શાહરૂખ ખાનની પણ હવે ઉંમર દેખાઈ રહી છે. ફિલ્મોમાં સ્માર્ટ દેખાવા માટે તેમને મેકઅપનો ઉપયોગ કરવો પડે છે.

Patel Meet