મનોરંજન

આ 4 કલાકારોને આખરી દિવસોમાં તૂટી પડયો હતો દુઃખનો પહાડ, કયારેક ના હતા ઇલાજના પૈસા તો કયારેક ના મળ્યું કામ

છેલ્લા ઘણા દાયકાઓથી બોલીવુડના સિતારાઓ દર્શકોને મનોરંજન કરાવતા રહે છે. ઘણા લોકો તો એવા છે જેને ફિલ્મથી ફેન્સના દિલમાં અલગ જ છાપ છોડી છે. આ પૈકી ઘણા એવા કલાકારો છે જેને અંત સમયમાં આર્થિક તંગીથી ઝઝૂમવું પડયું હતું. એક સમય હતો કલાકારોની પાસે નામ અને શોહરત બંને હતું. પરંતુ આખરી સમય બહુ જ મુશ્કેલી ભર્યો રહ્યો હતો.

આજે અમે તમને એ 4 કલાકારો વિષે જણાવીશું.

Image source

1.મહેશ આનંદ

મહેશ આનંદએ 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. 9 ફેબ્રુઆરી 2019ના મહેશને તેના ઘરમાં મત હાલતમાં મળી આવ્યો હતો. લાંબા સમય સુધી કામ ના મળવાને કારણે તે ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તે સમયે તેની આર્થિક સ્થિતિ સારી ના હતી.

Image source

2.એ.કે.હંગલ

50ની ઉંમરમાં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર એ.કે. હંગલએ હિન્દી સિનેમામાં સારી-સારી ફિલ્મોમાં કામ કર્યું છે. 70થી લઈને 90ના દાયકા સુધી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લગભગ મોટા નિર્માતા અને નિર્દેશક સાથે કામ કર્યું હતું. એક સૂત્રોના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટે એ.કે.હંગલ ઘરમાં મત હાલતમાં મળી આવ્યા હતા. એ.કે.હંગલ તેના અંતિમ દિવસોમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ સાથે જ તે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. તેની તબિયત ઘણી ખરાબ હતી તેની પાસે એટલા પૈસા ના હતા કે તે ઈલાજ કરાવી શકે. મીડિયા રિપોર્ટ અનુસાર. અમિતાભ બચ્ચને એ.કે. હંગલના દીકરાને ઈલાજ માટે 20 લાખ રૂપિયા આપ્યા હતા.

3.અચલા સચદેવ શાહરુખ ખાન અને કાજોલની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલની દાદીનો રોલ નિભાવનાર એક્ટ્રેસ અચલા સચદેવનું દેહાં 30 એપ્રિલ 2012ના થયું હતું. પતિના નિધ બાદ તે 12 વર્ષ સુધી પુનાના મકાનમાં એકલી રહેતી હતી. તેને આખરી સમયમાં ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડયો હતો.

Image source

4.વીમિ

1967માં ફિલ્મ ‘હમરાજ’થી રાતોરાત સ્ટાર બનનારી એક્ટ્રેસ વિમીએ આ બાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. સૂત્રો અનુસાર, કર્જ અને શરાબની આદતના કારણે તે વધુ કામ કરી શકી ના હતી. વિમીનું નાની ઉંમરમાં જ અવસન થઇ ગયું હતું. ખબરોનું માનીએ તો જયારે તેનું મોત થયું ત્યારે રેંકડીમાં રાખીને સ્મશાન ઘાટ સુધી લઇ જવામાં આવી હતી.