મનોરંજન

ફિલ્મોથી કરોડો રૂપિયા કમાય છે આ અભિનેતા, પરંતુ ઘરમાં આજે પણ માટીના ચૂલા પર બને છે ભોજન

ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પંકજ ત્રિપાઠી હજી પણ સાદગીભર્યું જીવન જીવે છે. પ્રખ્યાત કલાકાર અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પંકજ ત્રિપાઠી કહે છે કે, મને લાગે છે કે જે જયારે થાય છે ત્યારે જ સારું થાય છે, ગુલાબના છોડમાં ફૂલો આવતા છ-આઠ મહિના લાગી જાય છે. જો આ સફળતા સરળતાથી મળી હોત, તો પછી તેનું મહત્વ સમજાયું ન હોત, પણ હવે હું તેને સંભાળીને રાખી શકું છું. ત્યાં ગયા પછી, મુસાફરી શૂન્યથી જ શરૂ થાય છે, પછી ભલે તમે એનએસડીથી આવ્યા હોવ કે, બીએનએથી કે પછી બીજે ક્યાંયથી.

Image Source

પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજના બેલસંડ ગામના રહેવાસી છે. તેમના અહીંના ઘરમાં હાલમાં તેમના માતાપિતા અને સંબંધીઓ જ રહે છે. પંકજ એક ખેડૂત પરિવારથી છે. તેમના પિતાનું નામ બનારસ ત્રિપાઠી અને માતાનું નામ હેમંતી દેવી છે.

Image Source

લગભગ 14 વર્ષથી પંકજ મુંબઈમાં છે અને જયારે જયારે પણ પંકજને મુંબઈથી શૂટિંગથી સમય મળે ત્યારે તે પોતાના ઘરે આવે છે. વર્ષમાં લગભગ 2-3 વાર તો તેઓ ગામ આવે જ છે. તેમની રહેણીકરણી આજે પણ એક દેશી વ્યક્તિ જેવી જ છે.

Image Source

પંકજ ભલે ફિલ્મોથી કરોડો રૂપિયા કમાય છે પણ તેમના બિહારવાળા ઘરમાં આજે પણ માટીના ચૂલા પર જ ભોજન બનાવવામાં આવે છે. પંકજ ત્રિપાઠી અભિનયમાં કારકિર્દી બનાવવા માટે ગામમાંથી તો નીકળી ગયા પણ ગામ તેમની અંદરથી નથી નીકળી શક્યું અને નીકળશે પણ નહિ. તેમનું સ્પષ્ટ માનવું છે કે જે વૃક્ષ મૂળમાંથી કપાઈ જાય છે એ પછી જીવિત નથી રહી શકતું.

Image Source

ગેંગ્સ ઓફ વાસેપુરમાં જોરદાર કામ કરી ચૂકેલા પંકજને આજે કોઈ લખ આપવાની સૌકોઈ સારી રીતે ઓળખે છે. પંકજે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના ગામમાં આજે પણ પાકો રસ્તો નથી. તેમના ગામથી 20 કિલોમીટર દૂર એકમાત્ર સિનેમાહોલ છે. હાલના દિવસો સુધી તેમના બિહારવાળા ઘરે ટીવી ન હતું.

Image Source

પંકજે જણાવ્યું હતું કે 10મા ધોરણ સુધી એમને એ પણ ખબર ન હતી કે ફિલ્મો શું હોય છે. 11મા સુધી પંકજ ખુદ ખેતી કરતા હતા. બાળપણમાં છઠ પૂજા દરમ્યાન નાટકમાં તેઓ છોકરી બનતા હતા, આ દરમ્યાન જયારે તેઓ અભિનય કરતા તો લોકો તાળીઓથી તેમનો જુસ્સો વધારતા.

Image Source

આ બધું જ પંકજને સારું લાગતું હતું. એ પછી તેમના મનમાં વિચાર આવ્યો કે તેમને એક્ટિંગમાં જ કારકિર્દી બનાવવી છે. પણ એ સમસ્યા હતી કે આ બધું કેવી રીતે થશે. પિતાને આ વાત કેવી રીતે જણાવવી?

Image Source

આખરે પંકજે પિતાને આ વાત જણાવી તો તેમને માત્ર એટલું જ કહ્યું કે કમાઈ-ખાઈ લેશે ને? પિતાના આટલું કહયા બાદ એ દિલ્હી એનએસડી પહોંચી ગયા. અહીં તેમને એનએસડીમાં એડમિશન લીધું, પણ અહીં એક સમસ્યા થઇ ગઈ.

Image Source

ત્યારે તેઓ ક્લાસમાં પહોંચ્યા તો જોયું કે બંધ જ સ્ટુડેંટ્સ અંગ્રેજી બોલે છે, તેમને અંગ્રેજી આવડતું ન હતું તો પંકજને લાગ્યું કે એક્ટિંગ છોડી દઉં. પણ જયારે તેમને ક્લાસ દરમ્યાન એક્ટિંગના વખાણ મળ્યા તો તેમને સારું લાગવા લાગ્યું. આ પછી એ સતત પોતાના કામમાં લાગેલા રહયા, પણ સફળતા ન મળી.

Image Source

પંકજ અનુસાર, એક્ટિંગમાં સફળ ન થવાના ડરે તેઓ એક હોટલમાં કામ શીખવા લાગ્યા હતા. તેમને જણાવ્યું એક તેમને ખાવાનું બનાવવાનું ખૂબ જ પસંદ છે. જણાવી દઈએ કે પંકજના લગ્ન 15 જાન્યુઆરી 2004માં મૃદુલા ત્રિપાઠી સાથે થયા, બંનેની એક દીકરી પણ છે.

Image Source

પંકજે ફુકરે, મશાન, રન, ગેંગ્સ ઓફ વાસેપુર, ઓમકારા, ગુન્ડે, મંઝિલ, નીલ બટે સન્નાટા, ધર્મ અને માંઝી સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.