મનોરંજન

સુંદરતા અને હોટ હોવા છતાં પણ કામિયાબ ન થઇ શકી આ 5 અભિનેત્રીઓ, એકને તો કરવો પડ્યો હતો મા નો રોલ

બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી રહે છે અને શાનદાર ફિલ્મો કરે છે. જ્યારે અમુક એવી પણ છે જેઓ એક કે બે હીટ ફિલ્મો આપીને બોલીવુડથી દુરી બનાવી લે છે.જ્યારે અમુક એવી અભિનેત્રીઓ પણ છે જેઓની પાસે કલાકારી, અદાકારી સુંદરતા બધું જ છે છતાં પણ કામિયાબ ન થઇ શકી. આજે તમને એવી જ અમુક સુંદર પણ નાકામિયાબ અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. હુમા કુરૈશી:

હૂમાની સુંદરતાના દીવાના ઘણા લોકો છે. બોલીવુડમાં સાચી ઓળખ તેને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ દ્વારા મળી હતી.

જેના પછી હુમાને ઘણી ફિલ્મો અને પ્રાઇવેટ આલ્બોમમાં પણ જોવામાં આવી હતી છતાં પણ એક સ્ટાર ડમ અભિનેત્રી તરીકેનું મુકામ તેને હજી સુધી હાંસિલ થયું નથી.

2. રિચા ચઢ્ઢા:

બોલીવુડની ‘ભોલી પંજાબન’ના નામથી ફેમસ અભિનેત્રી રિચા એક બેસ્ટ અભિનેત્રી બનવા માગતી હતી પણ મોટાભાગની ફિલ્મોમાં તે સાઈડ રોલમાં જ જોવા મળી હતી. ફિલ્મ ‘ફુકરે’ દ્વારા તેને મોટી કામિયાબી મળી હતી પણ અભિનેત્રીના સ્વરૂપે તેનું કેરિયર કઈ ખાસ રહ્યું ન હતું.

3. માહી ગિલ:

માહી ગિલ બોલીવુડમાં અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મ ‘દેવ ડી’ દ્વારા તેને ખાસ ઓળખ મળી હતી. સુંદરતાની બાબતમાં તો મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે છતાં પણ તે ફ્લોપ અભિનેત્રી સાબિત થઇ.

4. નિમરત કૌર:

નિમરત કૌરને અક્ષય કુમારની ફિલ્મ ‘એરલિફ્ટ’માં લીડ રોલમાં જોવામાં આવી હતી. નિમરત ખુબ ઓછી ફિલ્મોમાં જ જોવા મળી છે. જેને લીધે તેનું નામ ફ્લોપ અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે જો કે તેની સુંદરતા કોઈથી ઓછી નથી.

5. ટીસ્કા ચોપરા:

સુંદરતાની બાબતમાં મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપનારી અભિનેત્રી ટીસ્કા ચોપરાનું ફિલ્મી કેરિયર કઈ ખાસ રહ્યું ન હતું. ટીસ્કાએ ફિલ્મ ‘પ્લેટફોર્મ’ દ્વારા હિંદી સિનેમામાં એન્ટ્રી લીધી હતી.

જો કે ટીસ્કા ઘણા સમયથી બોલીવુડમાં છે પણ તેને એક નવી ઓળખ આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’ દ્વારા મળી હતી. ફિલ્મમાં તેણે ઈશાન અવસ્થીની માં નો રોલ નિભાવ્યો હતો.