મનોરંજન

બોલીવુડના 5 સ્ટાર્સ આપે છે તેમની ભાભીને મા જેવુ જ માન સન્માન… 5મા નંબરનો છે બધાનો પ્રિય

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીએ આખા વિશ્વમાં એક અલગ જ મુકામ હાસિલ કર્યો છે. કેટલાય પરિવારો છે અત્યારે બોલિવૂડમાં જે ખૂબ જ પ્રસિદ્ધ છે, કપૂર પરિવાર, ખાન પરિવાર, ચોપરા પરિવાર અને કેટલાય લોકો સંકળાયેલા છે આ ઇન્ડસ્ટ્રી સાથે.

બોલિવૂડ સાથે ઘણા પરિવારો સંકળાયેલા છે એટલે જ સ્વાભાવિક છે કે ઘણા સંબંધો પણ સંકળાયેલા જ હશે. બોલિવૂડમાં આપણા જીવનના ઘણા સંબંધો પર પણ ફિલ્મો બની છે, જેમ કે મા-દીકરાના સંબંધ હોય, બાપ-દીકરાના સંબંધ હોય, ભાઈ-બહેનના સંબંધ હોય. ઘણી પારિવારિક ફિલ્મો પણ બની છે, જેમ કે સૌથી ગમતી ફિલ્મ હમ આપકે હૈ કોન, આ ફિલ્મ ખૂબ જ સુંદર હતી, પણ આ ફિલ્મમાં એક એવો સંબંધ પણ બતાવ્યો હતો કે ખૂબ જ સુંદર સંબંધ હોય છે, જે છે દિયર ભાભીનો.

ત્યારે આજે વાત કરીએ બોલિવૂડની આવી જ દિયર ભાભીની જોડીઓ વિશે –

આજે અમે તમને એવા પાંચ અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તેમની ભાભીને ખૂબ જ માનસન્માન આપે છે. તો આવો જાણીએ એ પાંચ બોલિવુડના અભિનેતા વિશે.

1. મીરા રાજપૂત અને ઇશાન ખટ્ટર

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સુંદર દિયર ભાભીની જોડી હંમેશા શાહિદનો ભાઈ ઇશાન ખટ્ટર અને તેની પત્ની મીરા રાજપૂતની, બોલિવૂડમાં સૌથી શ્રેષ્ઠ આ દિયર ભાભીની જોડી માનવામાં આવે છે.

2. વિદ્યા બાલન અને આદિત્ય રોય કપૂર –

વિદ્યા બાલન અને અભિનેતા આદિત્ય રોય કપૂરનો સંબંધ બોલિવૂડમાં સૌથી પ્રેમભર્યો છે. તમને જણાવી દઈએ કે રિલેશનમાં વિદ્યા બાલન આદિત્ય રોય કપૂરની ભાભી છે. બોલિવૂડ ઉદ્યોગમાં, આ બંને દિયર ભાભીની જોડી ખૂબ જ પ્યારી છે.

3. રાની મુખર્જી અને ઉદય ચોપરા

તમને આશ્ચર્ય થશે કે અભિનેત્રી રાની મુખર્જી અને અભિનેતા ઉદય ચોપરા બંનેને એકબીજાની સાથે દિયર ભાભીનો સંબંધ છે. આ બનેની જોડી દિયર ભાભીને સૌથી સુંદર જોડીમાંની એક છે.

4. સંજય કપૂર – સુનીતા કપૂર –

અભિનેતા સંજય કપૂર તેમના ભાભી સુનિતા કપૂરની એકદમ નજીક છે. તેને તેની ભત્રીજી સોનમ કપૂરના લગ્નમાં તેની ભાભી સુનિતા કપૂર સાથે પડાવેલ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

5. વરૂણ ધવન અને જાનવી દેસાઈ –

જો બોલીવુડ ઉદ્યોગ પરફેક્ટ દિયર ભાભીની જોડીની વાત કરવામાં આવે તો પહેલા નંબર પર અભિનેતા વરુણ અને તેની ભાભી જાનવી દેસાઇ જ હશે.