ખબર

બાપ…રે… અહિયાંથી પોલીસને 5 જ દિવસમાં રોડ અને ઘરની અંદરથી મળી 400 લાશો, વાંચો સમગ્ર મામલો

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયાની અંદર ફેલાયેલો છે, ત્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં લાખો લોકોના મૃત્યુ કોરોના વાયરસના કારણે થયા છે, કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દક્ષિણ અમેરિકી દેશો છે. જ્યાં તેના એક દેશ બોલિવિયામાં પોલીસને માત્ર 5 જ દિવસની અંદર રોડ અને ઘરની અંદરથી 400 જેટલા મૃત દેહો મળી આવ્યા છે.

Image Source

સમાચાર એજેન્સી અલ જજીરાના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા મેળવવામાં આવેલી લાશોમાં 85 ટકા લાશો કોરોના સંક્રમિત અથવા કોરોના લક્ષણો ધરાવતા લોકોની છે. બાકીની લોકો અન્ય બીમારીઓ કે હિંસાનો શિકાર થયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે ચોચાબાંબા અને લા પેજમાં સંક્રમણ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યું છે.

Image Source

પોલીસને મળેલા શબોમાં ચોચાબાંબાઅમથી 191, લા પાજ માંથી 14 અને સેન્ટા ક્રુઝમાંથી 68 શબ મળ્યા છે. આ બંને વિસ્તારમાં સંક્રમણના મામલા ઝડપથી વધ્યા છે. બધા જ મૃતકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે.

Image Source

બોલિવિયાના ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક બયાનમાં કહેવામાં આવ્યું હતું કે 1 એપ્રિલથી 19 જુલાઈની વચ્ચે કોરોના સંક્રમિત અને કોરોનાના લક્ષણો વાળા 3000 શબ હોસ્પિટલની બહારથી મળી આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.