ટોલ ટેક્સ બચાવવાના ચક્કરમાં બોલેરોવાળાએ રેલવે ટ્રેક ઉપર ચઢાવી દીધી ગાડી, અચાનક સામે આવી માલગાડી અને પછી જુઓ શું થયું

લોકો પૈસા બચાવવા માટેના અલગ અલગ પ્રયત્નો  હંમેશા કરતા જ હોય છે, પરંતુ પોતાના જીવને જોખમમાં મૂકીને પૈસા બચાવવા એ મૂર્ખતા સિવાય બીજું કઈ નથી. ટોલ ટેક્સ ઉપર પણ આપણે જયારે જઈએ ત્યારે પહેલા આપણે એવો  રસ્તો શોધતા હોઈએ છીએ કે જેના દ્વારા બાયપાસ નીકળી જવાય અને ટોલ ના ભરવો પડે. પરંતુ આમ કરવું એક વ્યક્તિ માટે હજારો રૂપિયાનું નુકશાન કરવા જેવું થઇ ગયું છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માલગાડી અને બોલેરો કાર વચ્ચે અકસ્માત થતો જોઈ શકાય છે. આ અકસ્માત રાજસ્થાન જોધપુરમાં સર્જાયો છે. જ્યાંના ફલોદી તાલુકા વિસ્તારમાં એક બોલેરો વાહન ચહલ ટોલ ટેક્સ ના ભરવો પડે તે માટે કાચો રસ્તો પસંદ કર્યો. જ્યાં આગળ જઈને તેને રેલવેના પાટા પસાર કરવાના હતા. ત્યાં જ આ દુર્ઘટના ઘટી અને ગાડી રેલવેના પાટા ઉપર જઈને જ બંધ થઇ ગઈ.

ડ્રાઈવર ગાડીને ત્યાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જ એક માલગાડી આવી ગઈ. માલગાડીને આવતી જોઈને તે ગાડીથી દૂર ભાગી ગયો. માલગાડીએ તેની બંધ પડેલી ગાડીને ટક્કર મારી નીકળી ગઈ. આ અકસ્માતમાં ગાડીને ખુબ જ નુકશાન થયું. જોકે સારી વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈનો જીવ ના ગયો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ગાડી ચાલકે ખીરવા ટોલ નાકાથી બચવા માટે આ રસ્તો પસંદ કર્યો હતો. પરંતુ તેને એ વાતનો સહેજ પણ અંદાજ નહોતો કે માત્ર થોડા પૈસા બચાવવાના ચક્કરમાં તેનું હજારોનું નુકશાન થઇ જશે.

Niraj Patel