મોટી દુર્ઘટના: 133 મુસાફરો ભરેલું વિમાન પહાડીઓમાં જ થયું ક્રેશ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા વીડિયો

ચીનમાં સોમવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 133 લોકો સવાર હતા. આ ઘટના દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બની હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ માહિતી સામે આવી નથી. ચીનની સત્તાવાર ચેનલ સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે બોઇંગ 737 પ્લેન ગુઆંગસી ક્ષેત્રમાં વુઝોઉ શહેરની નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું.

પ્લેન ક્રેશ થતાની સાથે જ આગનો મોટો ગુબ્બારો જોવા મળ્યો હતો. ચીનની મીડિયા ચેનલે જણાવ્યું કે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ગુઆંગસી ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચાઇના ઇસ્ટન એરલાઇન્સનું એક બોઇંગ 737 પેસેન્જર પ્લેન 133 લોકોને લઇને જતું વિમાન વુઝોઉ, ટેંગ કાઉન્ટી, ગુઆંગસીમાં ક્રેશ થયું હતું અને પહાડોમાં આગ લાગી હતી.”

અહીંયા બચાવ દળને મોકલવામાં આવ્યું છે અને તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી નથી મળી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝાડમાંથી સફેદ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. આવા જ બીજા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આખો વિસ્તાર આગની લપેટમાં લપેટાયેલો જોવા મળે છે.

ટ્વિટર પર શેર કરાયેલી તસવીરોમાં સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે આ વિસ્તારમાં વિમાનના મોટા ટુકડા મળ્યા છે. એવિએશન સેફ્ટી નેટવર્કે ટ્વીટ કર્યું, “અમે કુનમિંગથી ગુઆંગઝુના માર્ગમાં ચીનની ઇસ્ટર્ન એરલાઇન્સની ફ્લાઇટ MU5735 બોઇંગ 737-89P (B-1791) ના સંભવિત ક્રેશ અંગેના બહુવિધ અહેવાલો જોઈ રહ્યા છીએ.”

મીડિયા રીપોર્ટ અનુસાર આ વિમાન 2 મિનિટથી પણ ઓછા સમયમાં 30 હજાર ફૂટની ઊંચાઇએથી નીચે પડ્યું હતું. આ વિમાનમાં કુલ 133 લોકો સવાર હતા. હજુ સુધી આ દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આ અકસ્માતના વીડિયો જોતા ઘણા લોકો મોતને ભેટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ દુર્ઘટના વિમાનના ઉંડાણ ભર્યાના 71 મિનિટ બાદ સર્જાઈ હતી. વિમાનનો ATC સાથે લેન્ડિંગ થયાના 43 મિનિટ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો. મીડિયા રિપોર્ટ અંસુઅર આ વિમાન કુમિન્ગથી ગંગઝોઉ તરફ જય રહ્યું હતું. આ દુર્ઘટના પણ ગંગઝોઉ વિસ્તારમાં જ સર્જાઈ હતી. અકસ્માત બાદ ઘણા રૂંવાડા ઉભા કરી દેનારા ઘણા  વીડિયો પણ સામે આવી રહ્યા છે

Xinhua અનુસાર, બચાવ દળ હવે સ્પીડથી ઘટના સ્થળે પહોંચી ગયું છે. જે વિમાન ક્રેશ થયુ તે માત્ર સાડા છ વર્ષ જૂનુ હતુ. જૂન 2015માં એરલાઈન્સે આને લીધુ હતુ. MU 5735માં કુલ 162 બેઠક હતી, જેમાં 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ વાળા હતા.

Boeing 737 નાની અને મધ્યમ અંતરની હવાઈ યાત્રા માટે સારુ વિમાન માનવામાં આવે છે. ત્યાં China Eastern ચીનની ત્રણ મુખ્ય એરલાઈન્સ કંપનીઓમાની એક છે. ચીનમાં છેલ્લી વાર આવી મોટી ઘટના 2010માં થઈ હતી. જ્યારે Embraer E-190 ક્રેશ થયુ હતુ. જેમાં 96 લોકો સવાર હતા, જેમાંથી 44 ના મોત થયા હતા. આ ઘટના ઓછી દૃશ્યતાના કારણે થઈ હતી.

ચાઈના એવિએશન રિવ્યુ દ્વારા એક નવો વીડિયો પણ ટ્વીટ થયો છે અને આ એક અનવેરિફાઇડ એકાઉન્ટ છે, જે પ્લેનની “છેલ્લી ક્ષણો” વિશે જણાવે છે. દાવો કરવામાં આવ્યો છે કે તે ફ્લાઇટ સ્પીડમાં નીચે આવ્યું અને પહાડીઓમાં ક્રેશ થયું. અહેવાલો અનુસાર, આ ઘટના સ્થાનિક માઇનિંગ કંપની પછી બની હતી અને સીસીટીવીમાં કેદ થઈ હતી.

સોશિયલ મીડિયા પર કથિત વીડિયો અને ફોટા શેર કરવામાં આવ્યા છે પરંતુ ચીનના રાજ્ય મીડિયા દ્વારા આ પ્રથમ સત્તાવાર પુષ્ટિ છે. બોઇંગ 737 પ્લેનમાં 133 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, પ્લેન પહાડ સાથે અથડાયું, જે બાદ તે ક્રેશ થઈ ગયું. સ્ટેટ બ્રોડકાસ્ટર સીસીટીવીએ સોમવારે આ માહિતી આપી. જાનહાનિની ​​સંખ્યા અને અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

representative image

સીસીટીવી અનુસાર – બોઇંગ 737 પ્લેન ગુઆંગસી ક્ષેત્રના વુઝોઉ શહેર નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું અને “પર્વતોની વચ્ચે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે બચાવ ટીમો રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતનું ભોગ બનેલું બોઇંગ પ્લેન માત્ર સાડા 6 વર્ષ જુનુ હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.

Niraj Patel