રણબીર- આલિયાના લગ્નમાં તેમના બોડીગાર્ડ થયા ઈમોશનલ, ઈન્સ્ટા પર લખી ઈમોશનલ પોસ્ટ

ફેન્સ ઘણા સમયથી જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી 14 એપ્રિલના રોજ આવી ગઈ અને રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા. કાલે આખો દિવસ મિસ્ટર એન્ડ મિસિસ કપૂર ટ્રેન્ડ થતું રહ્યું. આ સાથે રણબીર અને આલિયા ભટ્ટના લાખો ફેન્સે બન્નેને શુભકામનાઓ પણ પાઠવી, આ સાથે બોલિવૂડ અને દેશની ઘણી જાણીતી હસ્તિઓએ પણ બન્નેને શુભકામના પાઠવી છે. આલિયા ભટ્ટે તેમના લગ્નના કેટલાક સિલેક્ટેડ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જે આગની જેમ ફેલાય ગયા છે. જો આ બધાની વચ્ચે બન્નેના બોડીગાર્ડે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટની સુરક્ષાની જવાબદારી યુસુફ ઈબ્રાહિમ પાસે છે. તે મુંબઈમાં પોતાની સિક્યૂરિટી એજન્સી ચલાવે છે. તો બીજી તરફ રણબીરની સિક્ટોરિટીની જવાબદારી સુનિલ તાલેકરની પાસે છે. રણબીર અને આલિયાના બોડીગાર્ડેસે સોશિયલ મીડિયા પર નવા કપલ સાથેની તસવીર શેર કરી છે.

યુસુફે તસવીર શેર કરતા લખ્યું કે, મુબારક મિસ્ટર એન્ડ મિસિસ કપૂર @aliaabhatt #ranbirkapoor. તો બીજી તરફ રણબીરના બોડીગાર્ડ સુનીલે પણ બન્ને સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Yusuf Ibrahim (@yusuf_911)

સુનિલે તસવીરના કેપ્શનમાં લખ્યું કે, તમારા નાના નાના હાથ પકડવાથી લઈને તમને દુલ્હન બનતા જોવા સુધી, હુ કહી શકુ છુ કે, મારુ દિલ આજે ખુશીઓથી ભરાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આમ તો આલિયા અને રણબીરના લગ્ન ડિસેમ્બર 2020માં થવાના હતા પરંતુ કોરોનાને કારણે લગ્નને મોકુફ રાખવામાં આવ્યા હતા. ખુદ રણબીરે એકવાર કહ્યું હતું કે, કોરોના ન હોત તો હુ અને આલિયા ક્યારના લગ્ન કરી ચૂક્યા હોત.

 

View this post on Instagram

 

A post shared by sunil (@suniltalekar1977)

આ તસવીર પર આલિયા ભટ્ટના એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે રણબીર અને આલિયાના શુભકામના પાઠવી છે અને લખ્યું, બહુ પ્યારઅને ખુશી. માત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા જ નહીં, રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ્સ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લગ્નની તસવીરો પર પ્રતિક્રિયા આપતા લખ્યું, તમારા બન્ને માટે જિંદગીભર પ્યાર, હસી-ખુશીની કામના કરુ છું. તો બીજી તરફ કેટરિના કેફે લખ્યું, તમને બન્નેને ખુબ સારી શુભકામના. બહુ સારો પ્યાર અને ખુશીઓ.

YC