જાણો માં બાપે એવું તો શું કહ્યું કે દીકરાએ માં બાપનું ગળું દબાવી દીધું
આજકાલ સગા દીકરા પણ માતા-પિતાની વિરુદ્ધ થવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે, ક્યારેક ક્યારેક સંતાનો પોતાના માતા પિતા ઉપર હાથ પણ ઉઠાવતા હોય છે, પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે હોશ ઉડાવી દેનારો છે.
બેનો ન્યૂમેયર નામના ઇટાલિયન બોડી બિલ્ડરે એવું કર્યું છે જે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. તેની પોતાના માતા પિતા સાથે કૂતરાને ફેરવી આવવાની વાતને લઈને માથાકૂટ થઇ ગઈ હતી, અને આ વાત ઉપર જ બેનોને ગુસ્સો આવી ગયો.
તેના પિતાએ બેનોને કૂતરાને ફેરવી આવવાનું કહ્યું પરંતુ તેને તેમની વાત સાંભળી નહીં, આ વાતને લઈને પિતા સાથે તેનો ઝઘડો થઇ ગયો અને બેનોએ દોરડું લઈને પોતાના પિતાનું ગળું દબાવી દીધું. એટલું જ નહીં તેના પિતાને બચાવવા માટે આવેલી તેની માતાનું પણ તેને દોરડાથી ગળું દબાવી દીધું.
ત્યારબાદ બેનોએ સાબિતીને મિટાવવા માટે બંનેના શબને લઈને પાસે આવેલી ઍડ઼ીજે નદીમાં વહાવી દીધા. તેની માતા લોરાનું શરીર પાસે જ એક પુલ પાસેથી મળ્યું. તેના પિતાનું શબ હજુ સુધી નથી મળ્યું.
બેનોએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસને તેને જણાવ્યું કે તેના પિતાએ તેને નકામો કહ્યો હતો જેને લઈને પિતા સાથે ઝઘડો થઇ ગયો હતો.