વડોદરા બોડેલીમાં ચાર વર્ષના લફરાંનો કરૂણ અંજામ: ખાડામાંથી ડોકિયુ કર્યું તો પગ નીચેથી જમીન ખસી ગઈ

રોજ બરોજ ખબરોમાં  એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે કે વાંચીને આપણા પણ  રૂંવાડા ઉભા થઇ જાય. ખાસ કરીને પ્રેમ પ્રસંગોમાં જ્યારે ના ઘટવાનું ઘટી જાય છે ત્યારે આ ઘટનાઓ ચકચારી મચાવતી હોય છે, તેમાં પણ લગ્નેત્તર સંબંધોના પણ ઘણા કિસ્સાઓ ખુલ્લા પડતા તેના ભયાનક પરિણામો આવે છે.

હાલ એક ઘટના બોડેલીમાંથી સામે આવી છે. જેમાં બોડેલી તાલુકાના ઢેબરપુર ગામની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં રહેતી 20 વર્ષીય પરણિત યુવતીને ગામની બાજુમાં આવેલા ફાફટ ગામના એક 24 વર્ષીય યુવક સાથે પ્રેમ સંબંધો હતા અને યુવક પરણિતાને ભાગી જવા માટે દબાણ પણ કરતો હતો.

પરંતુ પરણિત યુવતીએ ભાગી જવાની ના પાડી હતી, જેના બાદ ગતરોજ પરણિતાને યુવકે વહેલી સવારે ખેતરમાં મળવા માટે બોલાવી હતી, અને બંનેએ એકબીજા સાથે સંબંધો પણ બાંધ્યા હતા, જેના બાદ યુવકે પરણિતાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી અને તેની લાશને પણ ખેતરમાં ખાડો કરીને દબાવી દીધી.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ઢેબરપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીના લગ્ન ગયા વર્ષે કાયાવરોહણમાં રહેતા પિયુષ નામના એક યુવક સાથે થયા હતા. પરંતુ લગ્ન પહેલા 4 વર્ષથી રેખાના પ્રેમ સંબંધો બાજુના ફાફટ ગામમાં રહેતા અલ્પેશ તડવી સાથે બંધાયા હતા. પરંતુ ઘરના લોકોએ રેખાના લગ્ન અન્ય યુવક સાથે કરી દીધા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

લગ્ન બાદ રેખાનું મન સાસરિયામાં ના માનતા તે પોતાના પિયર ઢેબરપુર પાછી આવી ગઈ હતી. જેના બાદ અલ્પેશ સાથેની રેખાની મુલાકાતોનો દોર પણ વધવા લાગ્યો. આ દરમિયાન અલ્પેશને લાગ્યું કે રેખાના ઘરવાળા  તેના બીજે લગ્ન કરાવી દેશે જેના કારણે તે રેખાને ભાગી જવા માટે દબાણ કરવા લાગ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ ગત 7 ડિસેમ્બરના રોજ વહેલી સવારે અલ્પેશે રેખાને કપાસના ખેતરમાં બોલાવી અને તેની સાથે સંબંધો બાંધી ભાગી જવાની વાત કરતા રેખાએ ના પાડી અને તેની હત્યા કરીને ખેતરમાં જ તેની લાશ દબાવી દીધી, પરંતુ કહેવાય છે કે ખોટું ક્યારેય છૂપું રહેતું નથી, તેમ જ હત્યાના 23માં દિવસે એટલે કે 30 ડિસેમ્બરના રોજ રેખાની લાશ ઉપરથી પડદો ઊંચકાયો અને બોડેલી પોલીસે અલ્પેશની ફાફટ ગામે ઘરેથી અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel