મનોરંજન

કરોડોની કમાણી કરે છે બૉબી દેઓલની પત્ની તાન્યા, જાણો શું કરે છે સની દેઓલની વહુ

વાહ ખુબ સરસ…!!! બોબી દેઓલ ભલે ફ્લોપ રહ્યો પણ પત્ની કમાય છે જોરદાર- જુઓ તસવીરો

અભિનેતા બોબી દેઓલ પોતાની વેબ સિરીઝ આશ્રમ દ્વારા લાઇમલાઇટમાં આવી ગયા છે. આ સિરીઝમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. લાંબા સાય પછી બોબીએ સલમાન સાથેની ફિલ્મ રેસ-3 દ્વારા કમબેક કર્યું હતું. બોબી દેઓલની કારકિર્દી અને તેના જીવન વિશે તો મોટાભાગે લોકો જાણતા જ હશે પણ તેની પત્ની તાન્યાને કદાચ કોઈ ઓળખતું નહીં હોય. આજે અમે તમને તાન્યાની જીવનશૈલી અને બૉબી સાથેની લવસ્ટોરી વિશે જણાવીશું.

Image Source

બોબી દેઓલે પોતાની પહેલી ફિલ્મ બરસાતના રિલીઝના અમુક જ મહિના પછી તાન્યા સાથે 1996માં લગ્ન કરી લીધા હતા, બંનેની પહેલી મુલાકાત એક રેસ્ટોરેન્ટમાં થઇ હતી. જ્યાં એક તરફ બોબી બોલિવુડના અભિનેતા છે જ્યારે તાન્યા બોલીવુડથી દૂર રહીને બિઝનેસ કરી રહી છે.

Image Source

બંન્નેની લવસ્ટોરી પણ ખુબ જ કમાલની છે. બૉબી એક પાર્ટી નિમિતે રેસ્ટોરેન્ટમાં બેઠા હતા અને ત્યાં જ તેણે તાન્યાને જોઈ હતી. તાન્યા સાથે વાત કરવા માટે બૉબીને ભારે મથામણ કરવી પડી હતી. એવામાં ધીમે ધીમે બંનેએ વાત કરવાની શરૂ કરી અને મિત્રો બની ગયા.

Image Source

બોબીએ જ્યારે તાન્યાને પ્રપોઝ કર્યું ત્યારે તે તેને તે જ હોટેલમાં લઇ ગયા જ્યા તેને પહેલી વાર જોઈ હતી. તાન્યાએ લગ્ન માટે હા કરી દીધી અને પરિવારની મંજુરીથી બંનેએ લગ્ન કર્યા. આજે બંનેના બે દીકરાઓ આર્યમાન અને ધરમ છે.

Image Source

તાન્યાને ઘણીવાર પાર્ટી કે ઇવેન્ટમાં જોવામાં આવી ચુકી છે, અને તેની સુંદરતા અને ફિટનેસ બૉલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપવા માટે પૂરતી છે.

Image Source

તાન્યા એક જાણીતી ઇન્ટિરિયર ડિઝાઈનર છે અને તે દ ગુડ અર્થના નામથી ફર્નિચર અને હોમ ડેકોરેટર્સ સ્ટોર પણ ચલાવે છે. બોલીવુડના ઘણા નામી લોકો તેના ક્લાઈન્ટ છે. તાન્યાના સ્ટોરનું ફર્નિચર બોલીવુડના મોટા મોટા સ્ટાર્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. આ બધા બિઝનેસ દ્વારા તાન્યા કરોડોની કમાણી કરે છે. બોબીને જ્યારે ફિલ્મો મળતી ન હતી ત્યારે તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા અને તે સમયે તાન્યાએ જ તેને સપોર્ટ કર્યો હતો.

Image Source

ઇન્ટિરિયર ડિઝાઈનરની સાથે સાથે તાન્યા કોસ્ટ્યૂમ ડિઝાઈનર પણ છે. તેમણે 2005માં આવેલી ફિલ્મ જુર્મ અને 2007માં આવેલી ફિલ્મ નન્હે જેસલમેર માટે કોસ્ટ્યૂમ ડિઝાઇન કર્યા હતા. આ સિવાય તાન્યા બોબી સાથે મળીને મુંબઈમાં એક રેસ્ટોરેન્ટ પણ ચલાવે છે.