અભિનેતા બૉબી દેઓલ વિશે તો દરેક કોઈ જાણે જ છે પણ તેના બાળકો અને પત્ની વિશે કદાચ કોઈને પણ કઈ ખાસ જાણકારી નહીં હોય. બૉબી દેઓલ પોતાના પરિવારને લાઇમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. બૉબી દેઓલના બે બાળકો છે. મોટો દીકરા નું નામ આર્યમાન અને નાના દીકરાનું નામ ધરમ છે.

બૉબી દેઓલ મોટાભાગે પોતાના દીકરાઓ સાથેની તસ્વીરો શેર કરતા રહે છે. આર્યમાન 19 વર્ષનો થઇ ચુક્યો છે. જો કે બૉબી દેઓલના બાળકો પાર્ટી કે ઇવેન્ટમાં ભાગ્યે જ જોવા મળે છે. વર્ષ 2018 માં બેન્કોકમાં થયેલા આઈફા ઍવોર્ડમાં આર્યમાને બૉબી દેઓલની સાથે અપિયરેંસ આપી હતી. જણાવી દઈએ કે દેખાવે આર્યમાન બૉબી દેઓલ કરતા વધારે હેન્ડસમ છે.

અમુક વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમાં બૉબી દેઓલે પોતાના બાળકોને લાઇમલાઈટથી દૂર રાખવાની બાબત પર ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,”પ્રાઇવેસી ખુબ જ જરૂરી હોય છે અને આજના સમયમાં મીડિયાઓને લીધે જાણે કે તે ખતમ થઇ ચૂક્યું છે.

મારા દીકરાઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે, મને ખબર પણ નથી કે તેઓ બોલીવુડમાં આવવા માંગે છે કે નહિ. જો તેઓ આ ફિલ્ડમાં આવશે તો મીડિયા લાઇમલાઈટનો ઉપીયોગ ચોક્કસ કરશે”.

અમુક દિવસો પહેલા બૉબી દેઓલે આર્યમાન સાથેની તસ્વીર શેર કરી હતી, જેના ચાહકોએ ખુબ વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ લખ્યું કે,”આર્યમાન ખુબ જ ડેશિંગ લાગી રહ્યો છે, આવનારા સમયના સુપરસ્ટાર બને”. જયારે અન્ય એકે આર્યમાનને બૉલીવુડના ટોમ ક્રુઝ જણાવ્યા હતા.

બૉબીએ બીઝનેસમેનની દીકરી તાન્યા આહુજા સાથે 30 મૈં 1996 ના રોજ લગ્ન કર્યા હતા. તાન્યાનો ‘દ ગુડ અર્થ’ના નામથી પોતાનું ફર્નિચર અને ઇન્ટિરિયર ડેકોરેશનનો બિઝનેસ છે. ઘણા બૉલીવુડ સ્ટાર્સ અને બીઝનેસમેન તેના ક્લાઈન્ટ છે.

તાન્યા પણ ગ્લેમરની દુનિયાથી દૂર રહે છે. તે બૉલીવુડ પાર્ટીમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. તાન્યાએ વર્ષ 2005 માં આવેલી ફિલ્મ ‘જુર્મ’ અને 2007 માં આવેલી ફિલ્મ ‘નન્હે જૈસલમેર’ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. તેની સાથે જ ટ્વીન્કલ ખન્નાના વ્હાઇટ સ્ટોરમાં તાન્યાના ડિઝાઇન કરેલા ફર્નિચર અને ઇન્ટિરિયર ડેકોર એક્સેસરીઝ લાગેલા છે.

તાન્યાના પિતા દેવેન્દ્ર આહુજા 20મી સેંચુરી ફાઇનેસન કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર હતા. તેની સાથે જ તે સેંચુરીન બેન્ક ના પ્રમોટર પણ હતા. ઓગસ્ટ,2010 માં તેનું હૃદયના હુમલાથી નિધન થઇ ગયું હતું.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.