“આશ્રમ”ના બાબા નિરાલાની અસલી પત્ની છે એટલી સુંદર કે પહેલીવાર જોતા જ મોહી થઇ જશો
બોલિવૂડ અભિનેતા બોબી દેઓલે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. એવામાં બોબી દેઓલની પ્રોફેશનલ સાથે પર્સનલ લાઈફ પણ ચર્ચામાં આવી છે.
બોબીએ ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા હતા ત્યારબાદ વેબસીરીઝ ‘ક્લાસ ઓફ 83’ અને ‘આશ્રમ’માં જોરદાર વાપસી કરી હતી. બંનેમાં બોબી દેઓલે તેના પરફોર્મન્સથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. તો આજે અમે જણાવીશુ બોબી દેઓલની પર્સનલ લાઈફ અને તેની પત્ની વિશે.
બોબી દેઓલના લગ્ન તાન્યા અહૂજા સાથે 30 મેં 1996 માં થયા હતા. બંનેના લવ મેરેજ હતા. તેમના લગ્ન કેવી રીતે થયા તેની પણ એક દિલચસ્પ સ્ટોરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક વખત બોબી દેઓલ તેમના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં પહેલી વાર બોબીની નજર તાન્યા પર પડી હતી. ત્યારે બોબી દેઓલ તાન્યાની સુંદરતાને જોતા જ રહી ગયા હતા.
કહેવામાં આવે છે કે તાન્યાને જોતા જ બોબી તેના દીવાના થઇ ગયા હતા. જોકે ત્યારે બોબી તાન્યાનુ નામ પણ જાણતો ન હતો. ઘણી મુશ્કેલીઓ પછી બોબીને તાન્યાનો નંબર મળ્યો હતો ત્યારબાદ બોબીએ તેને મળવા માટે કહ્યું હતું તો તાન્યાએ ના પડી દીધી હતી.
બોબીએ તેનો પ્રયાસ ચાલુ રાખ્યો અને પછી તાન્યાએ મળવા માટે હા પાડી હતી. બંનેની મુલાકાત જલ્દી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જણાવી દઈએ કે તાન્યા બેંકર રહી ચૂકેલા દેવેંદ્ર અહૂજાની છોકરી છે. દેવેંદ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. દેવેંદ્રના ખરાબ સમયમાં બોબી અને તાન્યાએ તેમનો સાથ આપ્યો હતો.
કહેવામાં આવે છે કે દેવેંદ્રએ તેમની છોકરી તાન્યાના નામે 300 કરોડની પ્રોપર્ટી કરી દીધી હતી. ખબર અનુસાર તાન્યાને લગ્ન માટે પ્રપોઝ કરવા બોબી તે જ રેસ્ટોરન્ટમાં લઈને ગયો હતો જ્યાં બોબીએ તાન્યાને પહેલી વાર જોઈ હતી.
કહેવામાં આવે છે કે લગ્નના પ્રપોઝલ સમયે જ તાન્યાએ તરત હા પાડી દીધી હતી. તાન્યાની વાત કરીએ તો તે ફિલ્મી દુનિયાથી દૂર રહે છે. તે એક બિઝનેસ વુમેન છે. તેનો ફર્નિચર અને હોમ ડેકોરેટર્સનો ‘ધ ગુડ અર્થ’ના નામથી બિઝનેસ છે. મોટા મોટા અભિનેતાઓ તાન્યાના ક્લાઈન્ટ છે. તાન્યા એક મોટા બિઝનેસ મેનની છોકરી છે. તાન્યાના પિતા દેવેંદ્ર અહૂજા 20th Century Finance Limitedના મેનેજિંગ ડાયરેક્ટર હતા.