બોબી દેઓલની પત્ની અંબાણીથી ઓછી નથી, કમાય છે એટલું કે જાણીને ચોકી જશો
બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલ વિશે બધાને ખબર છે. જો કે પિતા અને ભાઈની જેમ તેની કારકિર્દી એટલી સારી તો નહોતી, પરંતુ તેને જેટલું પણ કામ કર્યું છે લોકોને તે ખુબ જ પસંદ આવ્યું હતું. એક સમયે ઝડપથી ઉભરી આવતા બોબી દેઓલની કરિયર અચાનક જ ખતમ થઇ ગઈ હતી. આ આ સમયે તેનો હાથ પકડ્યો પત્ની તાન્યા દેઓલે, ક્માઈની વાત કરીએ તો તાન્યા તેન પતિથી એક કદમ આગળ છે અને જે કોઈ હિરોઇનથી ઓછી નથી. સુંદરતાની દ્રષ્ટિએ, તાન્યા મોટી હિરોઇનો સાથે સ્પર્ધા કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ તાન્યા દેઓલની જીવનશૈલી વિશે.

ભલે તાન્યા ફિલ્મની દુનિયાથી દૂર રહે, પણ તે એક સફળ બિઝનેસ વુમન છે, તાન્યાનો પોતાનો ફર્નિચર અને ઘર સજાવટનો વ્યવસાય છે. તેના શોરૂમનું નામ ‘ધ ગુડ અર્થ’ રાખવામાં આવ્યું છે. બોલીવુડ સ્ટાર્સ તાન્યાના ક્લાયન્ટ છે. ટ્વિંકલ ખન્નાના સ્ટોરમાં તાન્યા-ડિઝાઇન કરેલ એસેસરીઝ છે. જણાવી દઈએ કે તાન્યા એક મોટા ઉદ્યોગપતિની પુત્રી છે. તાન્યાના પિતા દેવેન્દ્ર આહુજા 20 મી સદીના ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હતા.

બોબી-તાન્યાએ 1996માં લગ્ન કર્યા હતા અને હવે તેમને બે પુત્રો આર્યમાન અને ધર્મ છે. બંનેની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. બોબી તેના કેટલાક મિત્રો સાથે ચા પીવા રેસ્ટોરન્ટમાં ગયો હતો. તાન્યા પણ આ જ રેસ્ટોરન્ટમાં આવી. બોબીને તાન્યાને જોઈને પ્રેમ થઈ ગયો. પછી બોબીએ તાન્યા વિશેની બધી માહિતી ભેગી કરી અને ફોન કર્યો. પછી અને એક બીજાને મળ્યા. બોબી જ્યારે તન્યાને પહેલીવાર ડેટ પર તે જ રેસ્ટોરન્ટમાં ગયો હતો જ્યાં બોબીએ તાન્યાને પહેલીવાર જોઈ હતી. આ પછી બંનેના પરિવારજનો મળ્યા.

બોબીના પિતા ધર્મેન્દ્રને તાન્યાને ખૂબ પસંદ આવી હતી અને બોબી અને તાન્યાએ લગ્ન કરી લીધાં. બંનેએ પોતાના સંબંધો ખૂબ સારી રીતે જાળવી રાખ્યા છે. જણાવી દઈએ જે કામ ન મળવા પર, તાન્યાએ બોબી દેઓલને ટેકો આપ્યો આપ્યો.

બંનેએ મળીને પોતાનો રેસ્ટોરન્ટ અને બેંક્વેટ હોલ ખોલ્યો છે. આ હોલની ક્ષમતા 2000 લોકો છે. હાલમાં બોબીની ગાડી પાટા ઉપર આવવા લાગી છે. બોબીની છેલ્લી હિટ ફિલ્મ ‘નકબ’. બોબીને છેલ્લે ‘રેસ 3’ અને ‘હાઉસફુલ 4’માં જોવા મળ્યો હતો. તેના મોટા ભાઈ એટલે સની દેઓલની પત્ની પૂજા દેઓલની વાત કરીએ તો તે પણ કેમેરાથી દૂર રહે છે પરંતુ તે એક લેખક છે. પુત્ર કરણના ડેબ્યુ વખતે તેને સ્પોટ કરવામાં આવી હતી.