આશ્રમ શોના બાબા નિરાલા બબીતા, સોનિયા અને પમ્મી નહિ પરંતુ આ હસીના સાથે થઇ રહ્યા છે કોઝી, જાણો કોણ છે એ હસીના

જપનામ જપનામ…બબીતા, સોનિયા અને પમ્મી પહેલવાન નહિ, આ હસીનાને દિલો જાનથી પ્રેમ કરે છે બાબા નિરાલા

બોબી દેઓલ અને અને તેની પત્ની તાનિયા દેઓલ સોમવારના દિવસે લગ્નની 26મી વર્ષગાંઠ માનવી હતી. બોબીએ તાનિયાની સાથે ઇન્સ્ટાગ્રામ પર એક ખુબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં બોબી દેઓલ અને તાનિયા એક રેસ્ટોરન્ટમાં એક બીજાના પ્રેમમાં ખોવાયેલા નજર આવી રહ્યા છે.

આ કપલે 1996માં લગ્ન કર્યા હતા અને 2001માં પહેલું બાળક આર્યમન દેઓલનું સ્વાગત કર્યું હતું જયારે તેના પુત્ર ધરમ દેઓલનો જન્મ 2004માં થયો હતો. લગ્નના 26 વર્ષ પુરા થયા બાદ બોબીએ તાનિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં બોબી અને તાનિયા એક રેસ્ટોરન્ટમાં એક બીજાના પ્રેમમાં ખોવાયેલા નજર આવી રહ્યા છે.

જ્યાં બોબી કેઝ્યુઅલ ટી શર્ટમાં નજર આવ્યા હતા તેમજ તાનિયાએ ફ્લોરલ આઉટફિટ પહેરેલું હતું. તસવીરમાં દેખાઈ રહ્યું છે કે બોબી તાનિયાના ગાલ પર કિસ કરતા નજર આવી રહ્યા છે. તસવીર શેર કરતા બોબીએ કેપ્શનમાં લખ્યું હતું કે,’મારી લાઈફલાઈન’ તેની સાથે બોબીએ હાર્ટ વાળા ઈમોજી પણ શેર કર્યા હતા.

બોબી તાનિયાના ગાલ પર કિસ કરતા નજર આવી રહ્યા છે તો તાનિયાની તેની તરફ નજર ઝુકેલી છે. સેલ્ફીને શેર કરતા બોબી દેઓલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,’મારુ દિલ અને આત્મા.’ તેની સાથે દિલ વાળું ઈમોજી પણ શેર કર્યું હતું. બોબી દેઓલ ઘણી વખત કહી ચુક્યા છે કે તેની પત્નીએ તેને ખુબ સપોર્ટ કર્યું છે અને જયારે તેની પાસે કામ હતું નહિ ત્યારે પત્નીએ તેણે ડિપ્રેશનથી બહાર નીકળવામાં મદદ કરી હતી. બોબી દેઓલ ઘણી વખત પત્ની તાન્યા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી ચુક્યા છે અને ચાહકોને તસવીરો પસંદ પણ આવતી હોય છે. બોબી દેઓલના ચાહકો હવે તેને આશ્રમ 3માં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આશ્રમ’ વેબ સિરીઝ બોબી દેઓલની ડૂબતા કરિયરમાં ઘણી હિટ સાબિત થઈ હતી. આ વેબ સિરીઝ પહેલા બોબી દેઓલ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો પરંતુ તેને એટલી સફળતા મળી ન હતી જેટલી બાબા નિરાલાના પાત્રને બોબી દેઓલને મળી હતી. બોબી દેઓલની ‘આશ્રમ 3’ જૂમાં રિલીઝ થઈ રહી છે. જેમાં ત્રિધા ચૌધરી સિવાય આ વખતે ઈશા ગુપ્તા પણ બોલ્ડનેસનો તડકો ઉમેરશે.

Patel Meet