મનોરંજન

ધર્મેન્દ્રથી પણ વધુ હેન્ડસમ છે બોબી દેઓલ ના પુત્ર આર્યમન, ફોટા જોઈને લાખો લોકો ફેન થયા

ધર્મેદ્રના પરિવારના મોટાભાગના લોકો બૉલીવુડ સાથે જોડાયેલા છે, ધર્મેદ્ર, હેમા માલિની, ઈશા દેઓલ, બોબી દેઓલ, સન્ની દેઓલને આજે દરેક લોકો ઓળખે છે, પરંતુ બોબી દેઓલનો છોકરો આર્યમનને બહુ જ ઓછા લોકો ઓળખે છે. દેખાવની બાબતમાં એ એટલો સુંદર દેખાય છે કે ધર્મેન્દ્ર પરિવારમાં આટલું હેન્ડસમ આજ સુધી કોઈ નથી. તેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ તેના લાખો ફેન બની ગયા છે. સૌ કોઈ બોલીવુડમાં તેના આવવાની રાહ પણ જોઈ રહ્યા છે.

Image Source

27 જાન્યુઆરીએ જયારે બોબી દેઓલનો જન્મ દિવસ હતો ત્યારે બોબીએ પોતાના દીકરા આર્યમન સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, અને આ ફોટો રાતોરાત વાયરલ પણ થઇ ગયો હતો. વાયરલ થયેલો આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડ થવા લાગ્યો સાથે ચાહકો આર્યમનની બોલીવુડમાં એન્ટ્રી કરવા વિશે પણ જણાવવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol) on

બોબી દેઓલ છેલ્લા 24 વર્ષથી ફિલ્મ દુનિયામાં છે, પરંતુ તે હજુ સુધી જોઈએ એ પ્રમાણેની નામના નથી મેળવી શક્યો પરંતુ તેનો દીકરો આર્યમન માત્ર 1 ફોટો દ્વારા જ એક અલગ નામના મેળવવા લાગ્યો હતો.

Image Source

આર્યમન કેમેરા સામે ખાસ નથી આવતો તેને ભણવામાં અને ક્રિકેટમાં વધુ રસ છે. બોબી દેઓલે પોતાના 49માં જન્મ દિવસે તેનો આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો ત્યારબાદ તે ઘણો જ ચર્ચામાં આવવા લાગ્યો હતો, આર્યમનનો દેખાવ લોકોને ખુબ જ ગમ્યો હતો અને ચાહકો તેની ઘણી જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Image Source

2018માં આઈફા એવોર્ડ દરમિયાન પણ આર્યમન પોતાના પિતા બોબી દેઓલ સાથે જોવા મળ્યો હતો ત્યારે પણ તેને જોઈને લોકો ખાસ ઉતસહિત થયા હતા, સાથે જ એસમયથી આર્યમનને બોલીવુડમાં એન્ટ્રી કરાવવા માટે બોબીને જણાવી રહ્યા હતા.

Image Source

આર્યમનને બોલીવુડમાં એન્ટ્રી કરાવવા માટે જયારે બોબીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે બોબી એ કહ્યું હતું કે: “તે અત્યારે માત્ર 17 વર્ષનો છે. હું નથી ઈચ્છતો કે તે સમય પહેલા જ મોટો થઇ જાય, હું ઈચ્છું છું કે તે લાઇમ લાઇટથી દૂર રહે, તે પોતાના બાળપણને માણે, ત્યારબાદ તેની જેમ ઈચ્છા હોય એમ કરી શકે છે. તેન ભણવું અને ક્રિકેટ રમવી ખુબ જ પસંદ છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.