ફિલ્મોમાં આપણે ઘણા અભિનેતાઓને જોઈએ છીએ જે ફિલ્મો સિવાય પણ બીજા ઘણા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને તેમના સ્ટાર હોવાના કારણે તેમનો વ્યવસાય પણ સામાન્ય લોકો કરતા થોડો વધારે જ ચાલતો હોય છે, પરંતુ ઘણીવાર ફિલ્મોમાં જ્યારે કામ મળતું બંધ થઇ જાય ત્યારે?

આવું જ કંઈક થયેલું જોવા મળ્યું અભિનેતા બોબી દેઓલ સાથે, જોકે આમ તો તેના પિતા ધર્મેન્દ્ર અને ભાઈ સન્ની દેઓલ તો ફિલ્મોના સફળ અભિનેતા છે જ, પરંતુ બોબી દેઓલના જીવનમાં સંઘર્ષ કરવો પડ્યો અને આ સંઘર તેને સફળ બનાવતો ગયો, ફિલ્મમોમાં કામ કરવા સિવાય પણ તેના વ્યવસાયના કારણે તે ઘરે બેઠા જ કરોડો રૂપિયા કમાઈ શકે છે.

બોબી દેઓલે પોતાના અભિનયની શરૂઆત 1995માં ફિલ્મ “બરસાત”થી કરી હતી, પહેલી જ ફિલ્મ માટે તેને ફિલ્મફેયર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો, ત્યારપછી બોબી દેઓલ પાસે ફિલ્મોની લાઈન લાગી હતી જેમાં “ગુપ્ત”, “સોલ્જર” “બાદલ”, બિચ્છુ”, અજનબી અને “હમરાજ” જેવી ફિલ્મો આપી અને આ સમય બોબી દેઓલ માટે ગોલ્ડાન પિરિયડ હતો.

પરંતુ પછી કેટલીક ફ્લોપ ફોલ્મો આપ્યા પછી જાને બોબી દેઓલનું કેરીયર જ થંભી ગયું, તે ફિલ્મોમાંથી ધીમે ધીમે ગાયબ જ થવા લાગ્યો અને એક દિવસ તેની પાસે કોઈ ફિલ્મ જ ના રહી. ફિલ્મો ના મળવાના કારણે બોબી ડિપ્રેશનમાં રહેવા લાગ્યો અને કામ ના હોવાના કારણે દારૂના નશામાં ગરકાવ થઇ ગયો.

બોબી દેઓલનો આ સમય ખુબ જ કઠિન હતો અને આ સમય એક બે વર્ષ જેટલો નહિ પરંતુ 10 વર્ષનો હતો આ સમય દરમિયાન બોબીને ઘણું જ સહન કરવું પડ્યું, એટલા સુધી કે તેને દારૂના નશાના કારણે તેની પત્નીએ પણ તેને ઘરની બહાર કાઢી મુક્યો હતો.

સન્ની દેઓલ પણ એક ઇન્ટરવ્યૂમાં બોબીના જીવનની વાત કરતા ભાવુક થઇ ગયો હતો. પરંતુ તે પોતાના ભાઈની તકલીફને બરાબર સમજતો હતો અને આ સમયે તેનો પરિવાર પણ તેની સાથે સક્ષમ ઉભો રહ્યો હતો.

2018માં સલમાન ખાન દ્વારા બોબીને એક ચાન્સ આપવામાં આવ્યો। રેસ-3 ફિલ્મ દ્વારા બોબીએ નવી શરૂઆત કરી પરંતુ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર અસફળ રહી ત્યાર પછી તે ફિલ્મ “યમલ પગલાં દીવાના-2” અને ફિલ્મ “હાઉસફુલ-4” માં પણ જોવા મળ્યો, આ ફિલ્મો પણ ધાર્યો પ્રભાવતો ના જન્માવી શકી પરંતુ એક અભિનેતા તરીકે તેને મળેલો આ બીજો ચાન્સ એને સફળ રીતે નિભાવ્યો પણ ખરો.

બોબી દેઓલ ફિલ્મોમાં કામ કરતો ના હોવા છતાં પણ તેની પાસે કરોડોની સંપત્તિ છે, તેની પાસે લક્ઝુરિયસ કાર છે તો સાથે મુંબઈના જુહુ સ્થિત આલીશાન ઘર પણ છે. અને પંજાબમાં એક આલીશાન ફાર્મ હાઉસ પણ છે. બોબી દેઓલ મુંબઈમાં બે રેસ્ટોરન્ટ ચલાવે છે આ રેસ્ટોરન્ટ એટલા અદ્યતન છે કે જોનારની આંખો જ ડાંગ રહી જાય. આ રેસ્ટોરન્ટનું નામ છે “સમપ્લેસ ઈલેસ”.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.