ઓટીટી પ્લેટફોર્મ ઉપર ખુબ જ ચર્ચામાં રહેલી વેબ સિરીઝ “આશ્રમ”ની બીજી સીઝન પણ દર્શકોને ખુબ જ પસંદ આવી છે. આ વેબ સિરીઝમાં બાબા નીરાલાના પાત્ર તરીકે બોબી દેઓલ નજર આવી રહ્યો છે. તેનો આશ્રમ પણ ખુબ જ વૈભવી દેખાઈ રહ્યો છે ત્યારે હવે આ આશ્રમ સિરીઝ શરૂ થયા પહેલા એ જગ્યા કેવી હતી તેના વિશે મહત્વનો ખુલાસો થયો છે.

“આશ્રમ” વેબ સિરીઝના નિર્માતા પ્રકાશ ઝાએ હાલમાં જ આ ખંડેર વિશેનો ખુલાસો કર્યો છે. “આશ્રમ”ના શૂટિંગ પહેલા આ એક ડરામણી ખંડેર જગ્યા હતી. પરંતુ પ્રકાશ ઝાને આ ખંડેરની અંદર આશ્રમની સુંદરતા પહેલાથી જ નજર આવી ગઈ હતી અને તેમને આ જગ્યાને મહેલ બનાવી દીધી.
આ જગ્યાની આશ્રમનો મહેલ બન્યા પહેલાની ઘણી જ તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ચાહકો પણ તેને જોઈને પોતાનું રિએક્શન આપવાનું પણ ચુકતા નથી.
“આશ્રમ” સિરીઝની અંદર જે મહેલ જેવા આશ્રમને જોઈને સૌ કોઈ વિચારમાં પડી જાય છે તે આશ્રમ અયોધ્યામાં સ્થિત એક જર્જરિત અવસ્થામાં રહેલો વિશાળ મહેલ હતો. જેનું નામ રાજ સદન હતું.
આ મહેલની અંદર શૂટિંગ કરવું પણ ખુબ જ મુશ્કેલી ભર્યું હતું. કારણ કે તેની અંદર કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહોતી અને ત્યાં જંગલી ઝાડીઓ, વાંદરા, કબૂતરના ઘર અને તૂટેલી દીવાલો પણ હતી.

આ ખંડેરને મહેલ બનાવવામાં 1 મહિનો તો માત્ર તેની સફાઈમાં જ લાગી ગયો અને 4-5 મહિના લાગ્યા ત્યારે આ ખંડેર “આશ્રમ”માં દેખાતો મહેલ બની શક્યો.
View this post on Instagram
રાજ સદન મહેલ ઉપર પ્રકાશ ઝા જણાવે છે કે, “રાજ સદનમાં મને બધી જ સંભાવનાઓ નજર આવી. જે પ્રકારની કલ્પના અમે કરી હતી. તે ખુબ જ સરળતાથી સેટ થઇ રહ્યું હતું. તે ખુબ જ જર્જરિત અવસ્થામાં હતો. પરંતુ આ મહેલ ખુબ જ સુંદર હતો. અમે વિચાર્યું કે કોઈપણ ધર્મ કે પંચાયત સાથે જોડાયેલો રંગનો ઉપયોગ નહિ થાય, અમે પ્રકૃતિને સમજી અને તેની વિકૃતિને સમજી અને પછી અમે રંગોની પસંદગી કરી. મહેલ ભલે જર્જરિત અવસ્થામાં હતો, પરંતુ હાથી તો હાથી હોય છે. જો આ પેલેસ ના હોતો તો કદાચ આશ્રમ પણ આટલું સુંદર ના બની શકતું.”