મનોરંજન

બોબી દેઓલની પત્ની ખુબસુરતી મામલે આપે છે હિરોઇનોને પણ ટક્કર, જુઓ 13 તસ્વીર એક ક્લિક

અશ્રિમ સિરીઝમાં પરિણીતા જોડે રંગરેલિયા મનાવનાર બાબાની અસલી પત્નીની તસવીરો જોઈને મોહિત થઇ જશો

બૉલીવુડ એક્ટર બોબી દેઓલે ફિલ્મી જગતમાં ડેબ્યુ તો કર્યું પણ તે તેના પિતા ધર્મેન્દ્ર અને મોટા ભાઈ સની દેઓલ જેવી સફળતા હાંસિલ કરી શક્યો ના હતો. બોબી દેઓલે 1995માં આવેલી ફિલ્મ ‘બરસાત’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું। બોબી દેઓલની પહેલી ફિલ્મ જ હિટ ગઈ હતી.

પરંતુ તેમાં તેને સફળતા મળી ના હતી. બોબીનું ફિલ્મી કરિયર ઘણું સંઘર્ષ ભર્યું રહ્યું છે. બોબી છેલ્લે હાઉસફુલ-4માં જોવા મળ્યો હતો. આ પહેલા તે સલમાન ખાનની ફિલ્મ ‘રેસ-3’માં જોવા મળ્યો હતો.

આ ફિલ્મમાં બોબી દેઓલે લગભગ 4 વર્ષ પહેલા કમબેક કર્યું હતું. રેસ-3થી લોકોને લાગી રહ્યું હતું કે, બોબીનું કરિયર ફરીથી ચાલવા લાગશે પરંતુ તે ના થઇ શક્યું.

બોબી દેઓલને તેની કરિયરમાં ઘણી અડચણ આવી હોય પરંતુ તેની નિજી જિંદગી હંમેશા પડદાની પાછળ જ રહી છે, હાલમાં જ બોબીએ તેનો 51માં જન્મદિવસ ન્યયોર્કમાં તેની પત્ની તાન્યા દેઓલ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

તાન્યા ભલે બૉલીવુડથી દૂર હોય પરંતુ ખુબસુરતી મામલે કોઈ હિરોઈનથી કમ નથી. ત્યાં સુધી ખુબસુરતી મામલે તે મોટી-મોટી હિરોઈનને ટક્કર આપે છે. તાન્યા એક બિઝનેસ વુમન છે.

તાન્યાને ફર્નિચર સિવાય હોમ ડેકોરેટ્સનો પણ બિઝનેસ છે, તાન્યાના શો રૂમનું નામ ‘ધ ગુડ અર્થ’ છે. કહેવામાં આવે છે કે, બોલીવુડના મોટા-મોટા સેલેબ્સ તાન્યાના ક્લાઈન્ટ છે.

તાન્યાની ખાસ વાત એ છે કે, તાન્યા એક બિઝનેસ મેનન દીકરી છે. તાન્યાના પિતા દેવેન્દ્ર આહુજા 20th Century Finance Limitedના મેનેજીંગ ડાયરેક્ટર છે.

બોબીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ 1 વર્ષમાં જ એટલે કે 30 મે 1996માં લગ્ન કર્યા હતા. હાલ તો તેને 2 દીકરા છે આર્યમન અને ધર્મ. તાન્યા અને બોબીની લવસ્ટોરી પણ ઘણી દિલચસ્પ છે.

બોબી એકવાર તેના મિત્રો સાથે મુંબઈની ઇટાલિયન રેસ્ટોરન્ટમાં ચા પીવા ગયો હતો. તેની સામે જ તાન્યા બેઠી હતી. તાન્યાને જોઈને બોબીના હોશ ઉડી ગયા હતા.

બોબીને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો.બોબીએ તાન્યા વિષે જાણવા માટે તેના ઘણા મિત્રોને કહ્યું હતું. જાણકારી મળ્યા બાદ બોબીને તાન્યાને ફોન કર્યો હતો.

આ બાદ ફોનનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. બહુજ કોશિશ કર્યા બાદ તાન્યા બોબી સાથે ડેટ પર જવા માટે રાજી થઇ હતી.

બોબી અને તાન્યા પહેલી વાર ડેટ પર ત્યાં જ ગયા હતા જ્યાં બોબીએ પહેલીવાર તાન્યાને જોઈ હતી. આ બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંનેને પ્રેમ પાંગરતા બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

તાન્યાના જણાવ્યા અનુસાર, બોબી તેના કામમાં દખલ નથી કરતો. બોબી દેઓલનો પરિવાર ઘણો સપોર્ટિવ છે.સારા કામ પર બોબી અને સની ભાઈ મારી તારીફ કરે છે. જણાવી દઈએ કે, તાન્યાએ ઇન્ટરિયર ડિઝાઈનરનો કોર્સ કર્યો છે.