મનોરંજન

બોબી દેઓલનું છલકાયું દર્દ, કહ્યું- કરીનાએ તેના આ પ્રેમી માટે બરબાદ કર્યું હતું મારું કરિયર

તમને બધાને ઇમ્તિયાઝ અલીની સુપર હિટ ફિલ્મ ‘જબ વી મેટ’ યાદ હશે જેમાં કરિના કપૂર અને શાહિદ કપૂરની જબરદસ્ત કેમિસ્ટ્રીએ ધમાલ મચાવી હતી. પણ શું તમે એ જાણો છો કે આ ફિલ્મ માટે શાહિદ પહેલી પસંદ ન હતો અને તે ભૂમિકા બોબી દેઓલ નિભાવવાનો હતો.

Image Source

આ વાત ખુદ બોબી દેઓલે એક ઇન્ટરવ્યુમાં જાહેર કરી હતી. તેણે કહ્યું કે, ‘હું પણ ‘જબ વી મેટ’ કરવા માંગતો હતો. ત્યારબાદ આ ફિલ્મનું નામ ‘ગીત’ રાખવામાં આવ્યું હતું. મેં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘સોચા ના થા’ જોઈ અને ઇમ્તિયાઝનો ફેન બની ગયો. તરત જ હું ઈમ્તિયાઝ અલીને મળવા પહોચ્યો અને કહ્યું કે હું આ ફિલ્મ તેની સાથે કરવા માંગુ છું.

Image Source

આ પછી બોબી દેઓલે તે સમયે ફિલ્મ બનાવવા જઈ રહેલા પ્રોડક્શન હાઉસ સાથે પણ વાત કરી હતી. પરંતુ તે પ્રોડક્શન હાઉસે ઇમ્તિયાઝ અને તેની ફિલ્મમાં રસ દાખવ્યો નહીં અને પછી કરીનાએ પણ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે એક દિવસ અચાનક બોબી દેઓલને ખબર પડી કે તે જ પ્રોડક્શન હાઉસે ઈમ્તિયાઝ સાથેની ફિલ્મ બનાવવા માટે હા કહી દીધી છે અને કરિના અને શાહિદને તેના માટે સાઇન કરવામાં આવ્યા છે.

Image Source

બોબી દેઓલને દગો થયો હોય એવો અહેસાસ થયો. તેમના કહેવા પ્રમાણે, કરીનાએ ફિલ્મની ટીમને તેના બોયફ્રેન્ડ શાહિદ કપૂરને ફિલ્મમાં લેવાનું કહ્યું હતું અને તેને સાઈન કરી લેવામાં આવ્યો. આ વાત ઉપરથી એક વાત તો સ્પષ્ટ છે કે કા તો ઇમ્તિયાઝ બોબી દેઓલ સાથે કામ કરવા માંગતા ન હતા અથવા તો કરીના કામ કરવા માંગતી ન હતી.

Image Source

બોબી દેઓલના કહેવા પ્રમાણે ઇમ્તિયાઝ અલીએ તેની આગામી ફિલ્મ ‘હાઇવે’ દરમિયાન પણ આવું જ કર્યું હતું. બોબીને ન લઈને તેને બીજા એકટરને સાઈન કર્યા હતો. બોબી દેઓલ આ અસભ્ય વર્તનથી ખુબ જ નારાજ થયો અને કહ્યું છે કે જ્યાં સુધી ઇમ્તિયાઝ તેની સાથે ફિલ્મ નહીં બનાવે ત્યાં સુધી તે તેમની કોઈ પણ ફિલ્મ જોશે નહીં.

Image Source

પરંતુ હવે જોવાનું રહેશે કે બોબી દેઓલના આ મોટા ખુલાસા પર ઇમ્તિયાઝ અલી અને કરીના કપૂર ખાનનું શું કહેવું છે. હજી સુધી તેઓનું કોઈ રિએક્શન નથી આવ્યું.