માદા અજગરે આપ્યો બચ્ચાંને જન્મ, આજ પહેલા આવી ઘટના તમે પણ કયારેય નહિ જોઈ હોય, જુઓ લાઈવ વીડિયો

જુઓ લાઈવ વીડિયો: કેવી રીતે આપ્યો માદા અજગરે બચ્ચાને જન્મ,ઘટના થઇ કેમેરામાં કેદ, પહેલા તમે પણ કયારેય નહિ જોઈ હોય આ ઘટના એ નક્કી

આ ધરતી ઉપર ઘણી એવી દુર્લભ ઘટનાઓ ઘટતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, ખાસ કરીને બાળકને જન્મ આપવાની ઘટના ખુબ જ દુર્લભ હોય છે. તેમાં પણ પ્રાણીઓ જયારે તેમના બચ્ચાને જન્મ આપે તેની ક્ષણો ભાગ્યે જ જોવા મળતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક માદા અજગર તેના બચ્ચાને જન્મ આપી રહી છે તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે માદા અજગર ઝાડના ડાળ ઉપર જ નાના નાના અજગરના બચ્ચાને જન્મ આપે છે. લોકો આ વીડિયો જોઈને ખુબ જ હેરાન છે. આ વીડિયો જોઈને કોઈ કહી રહ્યું છે કે “ભાઈ અમે તો બાળપણમાં જ સાંભળતા આવ્યા છીએ કે અજગર ઈંડા આપે છે. પરંતુ અજગરે જે રીતે ઝાડ ઉપર ખુલ્લામાં ડિલિવરી કરી તેને જોઈને કોઈપણ હેરાન રહી ગયું.”

માણસ હોય કે કોઈ પ્રાણીનું બચ્ચું હોય, જયારે જન્મે છે ત્યારે તેની માતાને જ પહેલા વીંટળાઈ જાય છે, આ ઘટનામાં પણ એવું જ જોવા મળ્યું છે. અજગર જયારે બચ્ચાને જન્મ આપે છે કે તે તરત બચ્ચું જઈને તેની માતા સાથે વીંટળાઈ જાય છે. વીડિયોની અંદર લીલા રંગની માદા અજગર બચ્ચાને જન્મ આપતા જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, હજારો લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે અને મોટાભાગના લોકો આ ઘટનાને જોઈને હેરાનીમાં પણ આવી ગયા છે. તમે પણ આજ પહેલા આ વો વીડિયો ક્યારેય નહિ જોયો હોય, અને ખાસ અજગરને બચ્ચાને જન્મ આપતા જોવાનો આ એક દુર્લભ લ્હાવો પણ ગણી શકાય.

દુનિયાની અંદર ઘણા એવા જીવ મળે છે જોવા જેના વિશેની સામાન્ય માણસને ખબર નથી હોતી, આવા જીવોના વીડિયો ઘણીવાર સોશિયલ  મીડિયામાં પણ ખુબ જ વાયરલ થતા હોય છે. જેને જોઈને લોકો હેરાન પણ રહી જતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં અજગરનો બચ્ચાને જન્મ આપતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં લોકોને હેરાનીમાં નાખી રહ્યો છે.

વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા લોકોએ આવી ઘટનાને પહેલી વાર નિહાળી છે તો ઘણા લોકોને આ સાચું પણ નથી માનવામાં આવતું, ઘણા લોકોએ અત્યાર સુધી એમ જ સાંભળ્યું છે કે સાપની જેમ અજગર પણ ઈંડા જ આપતા હોય છે, પરંતુ આ નજારો જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

વાયરલ વીડિયો જોઈને ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે સાપ તો ઈંડા જ આપે ને ?

તો અમે તમને જણાવી દઈએ કે સાપની તમામ જાતિઓ એકસરખી હોતી નથી, અને તેમાંના ઘણા તેમની પ્રજનન પદ્ધતિઓમાં પણ અલગ પડે છે ઉદાહરણ તરીકે આ વીડિયોમાં તમે જોયો એ બોઆ કન્સ્ટ્રિક્ટર્સ ઇંડા આપતા નથી. આ વિશાળ સરીસૃપ, અજગરથી વિપરીત, ઓવોવિવીપરસ માં વર્ગીકૃત કરવામાં આવે છે, જેનો અર્થ છે કે તેમના ઇંડા શરીરની અંદર જ હોય છે, બોઆ કન્સ્ટ્રિક્ટર્સ ઓવોવીવિપેરસ જીવો હોવાથી, તેમના બચ્ચાં પહેલેથી જ જીવતા જ આ દુનિયામાં બહાર આવે છે, કારણકે તેઓ માતા સાપના શરીરની અંદર સ્થિત ઇંડામાંથી બહાર આવે છે.

Niraj Patel