BMW અને કંટેનર વચ્ચે ભીષણ અકસ્માત, 4 લોકોના દર્દનાક મોત, BMWનો ભુક્કો બોલી ગયો, જુઓ તસવીરો

લક્ઝુરિયસ BMW માં બુકડા બોલી ગયા, અંદર બેઠેલા આટલા માણસો તડપી તડપીને મર્યા, ચેતી જજો ગમે તેવી મોંઘી ગાડી લીધી હોય તો પણ…

દેશભરમાંથી અવાર નવાર ભીષણ અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર કેટલાક લોકોના દર્દનાક મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં એક BMW અને કંટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. આ અકસ્માત સુલતાનપુર-પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયો છે. BMW અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 BMW સવારનું દર્દનાક મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માતની જાણ પોલીસને થતા જ પોલિસ આવી પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણ પણે ચકનાચૂર થઈ ગઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકો ઉત્તરાખંડના રહેવાસી હતા. આ અકસ્માત હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના માઈલસ્ટોન 83 પર ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો હતો. ઉતાવળમાં રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું,

પરંતુ રોડ ખરાબ હોવાના કારણે અહીં વાહનોનો ટ્રાફિક માત્ર એક બાજુથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આઝમગઢ તરફથી એક BMW કાર લખનઉ તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બાજુથી એક કન્ટેનર તેજ ગતિએ આવી રહ્યું હતું. આ દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો જે એટલો ગંભીર હતો કે BMW કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલમાં BMW કારનો રજીસ્ટ્રેશન નંબર UK 01C 0006 જણાવવામાં આવી રહ્યો છે. જે કન્ટેનર સાથે કાર ટકરાઈ તેનો રજીસ્ટ્રેશન નંબર UP21 CN 3021 છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. સીએમ યોગીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુરમાં થયેલા માર્ગ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.

Shah Jina