પરીક્ષામાં ચોરી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો 6 લાખ રૂપિયાની ચપ્પલનો, 25 ચપ્પલ દોઢ કરોડમાં વેચાઈ, આ રીતે થયો ખુલાસો

આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા છે જેમાં પરીક્ષાની અંદર ચોરી કરવા માટે લોકો અવનવા નુસખાઓ વાપરતા હોય છે. ઘણા લોકો પરીક્ષામાં ચોરી કરવા એવી તકનીકનો ઉપયોગ કરે છે જે જોઈને જ ચક્કર આવી જાય અને થાય કે લોકો આવું દિમાગ ક્યાંથી લાવતા હશે, ત્યારે હાલમાં પરીક્ષાની અંદર ચોરી કરવાની એક નવ તકનીક સામે આવી.

ગત 26  સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં સૌથી મોટી REETની પરીક્ષા યોજાઈ, જેમાં પરીક્ષામાં ચોરી કરવાનો એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો હતો. જેમાં બિકાનેર પોલીસે ચોરી કરાવનાર ઉપરાંત તેના મુખ્ય વ્યક્તિ સમેત પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી એક ચપ્પલ પકડવામાં આવી છે, જેમાં બ્લુટુથ લાગેલું હતું. સોશિયલ મીડિયા ઉપર તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા લોકો પણ હેરાન રહી ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગ્રુપ ડિવાઈઝ લાગેલા ચપ્પલ દ્વારા પરીક્ષામાં નકલ કરાવવા માટે સક્રિય હતા. આ ચપ્પલની કિંમત 6 લાખ રૂપિયા છે. અત્યાર સુધી 25 લોકોએ ચપ્પલ ખરીદી છે. પોલીસે આ ચપ્પલ સાથે ઘણા મોબાઈલ અને સીમકાર્ડ પણ મેળવ્યા છે. 25 ચપ્પલોને દોઢ કરોડમાં વેચવામાં આવ્યા હતા.

જે પરીક્ષાર્થીઓને ચપ્પલ આપવામાં આવી હતી તેમને નકલ કરવાની આખી જ પ્રોસેસ જણાવવામાં આવી હતી. પરીક્ષાર્થી પાસે બે મોબાઈલ લેવામાં આવ્યા હતા. એક મોબાઈલ ખોલીને તેના બધા જ ભાગ ચપ્પલમાં ફિટ કરી દેવામાં આવ્યા હતા. જયારે બીજો મોબાઈલ ચોરી કરાવનારે તેની પાસે રાખ્યો હતો.

એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પરીક્ષા ચાલુ થતા જ બધા જ 25 મોબાઈલને સામે રાખી અને સવાલના જવાબ લખાવવામાં આવશે. નકલ માટે આ ગેંગને પેપર મળ્યું હતું કે નહિ તેની હજુ તપાસ નથી થઇ. બિકાનેર પોલીસે આ મામલાની હવે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ગેંગમાં હજુ પણ ઘણા લોકો સામેલ હોઈ શકે છે.

Niraj Patel