અજબગજબ હેલ્થ

રિસર્ચમાં આવ્યું સામે, આ બ્લડ ગ્રુપવાળા લોકોને કરડે છે વધારે મચ્છર, જોઈ લો, તમારું બ્લડ ગ્રુપ તો નથી ને ???

આ બ્લડ ગ્રૃપના માણસોને કરડે છે વધુ મચ્છર, જાણો મચ્છરોને તેમાં શું દેખાય છે?

ઘણા લોકોને મચ્છર વધારે કરડવાની સમસ્યાઓ થતા આપણે જોયું હશે, ઘણીવાર એક સ્થાન ઉપર બે અલગ અલગ વ્યક્તિઓ બેસવા છતાં એકને મચ્છર વધુ કરડે છે તો એકને મચ્છર ઓછા કરડે છે, ઘણીવાર આ સમસ્યા વિચારમાં મૂકી દે છે, પરંતુ આજે અમે તમને એની પાછળનું રહસ્ય જણાવીશું કે કેમ આવું થાય છે, તેની પાછળ તમારું બ્લડ ગ્રુપ પણ જવાબદાર હોય છે, અને બીજા કેટલાક કારણો પણ.

Image Source

જો તમને પણ લાગે છે કે બીજા લોકો કરતા તમને વધારે મચ્છર કરડી રહ્યા છે તો ચિંતા ના કરો. ઘણા લોકોને આવી સમસ્યા થઇ રહી છે. હાલમાં જ અમેરિકાની પબ્લિક લાઈબ્રેરી ઓફ સાયન્સના એક રિપોર્ટ પ્રમાણે મચ્છરોનું કરડવું જીન્સ ઉપર નિર્ભર કરે છે. જો તમારા માતા કે પિતા બંનેમાંથી કોઈ એકને વધારે મચ્છર કરડી રહ્યા હોય તો તમારી સાથે પણ આવું બની શકે છે.

Image Source

એટલું જ નહીં આ રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે “O” બ્લડ ગ્રુપના લોકોને મચ્છર વધારે કરડી શકે છે. આજે આપણે જાણીએ કે મચ્છર કઈ વસ્તુથી આકર્ષિત થાય છે અને કોને વધારે કરડે છે.

Image Source

બ્લડ ગ્રુપનો પણ પડે છે ફર્ક:
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે મચ્છર આપણા શરીરમાંથી પ્રોટીન લે છે. એક રિસર્ચ પ્રમાણે O બ્લડ ગ્રુપ વાળા લોકોને A બ્લડ ગ્રુપની તુલનામાં બમણા મચ્છર કરડે છે. તો B બ્લડ ગ્રુપના લોકોને સામાન્ય રૂપથી મચ્છર કરડે છે.

Image Source

પરસેવાની ગંધથી થાય છે વધારે આકર્ષિત:
જે લોકોને વધારે પરસેવો આવે છે તે લોકોને મચ્છર વધારે કરડે છે. પરસેવાની અંદર લેક્ટિક એસિડ, યુરિક એસિડ, એમોનિયા જેવા તત્વો હોય છે. જેનાથી મચ્છર જલ્દી આકર્ષિત થાય છે. આજ કારણ છે કે કસરત કરતી વખતે તમને મચ્છર વધારે કરડતા હશે.

Image Source

મચ્છરોની અંદર હોય છે જોવાની અને રંગ ઓળખવાની ક્ષમતા:
એક રિસર્ચ પ્રમાણે મચ્છરોની અંદર જોવાની અને રંગ ઓળખવાની ક્ષમતા હોય છે. મચ્છર લાલ, ભૂરા, જાંબલી અને કાળા રંગોને સરળતાથી ઓળખી લે છે. માટે શક્ય બની શકે છે કે તમે આવા કોઈ રંગનાં કપડાં પહેરો છો તો તમને મચ્છર વધારે કરડી શકે છે. જ્યાં તમે સફેદ અથવા પીળા રંગના કપડાં પહેરો છો તો મચ્છરને ખબર નથી પડતી.

Image Source

બિયર પીવાથી મચ્છર કરડે છે વધારે:
બિયર પીવાથી શરીરમાં ઇથેનોલની માત્ર વધી જાય છે. ઇંથેનોલ મચ્છરોને વધારે આકર્ષિત કરે છે. માટે બિયર પીધા પછી મચ્છર વધારે આકર્ષિત થાય છે અને વધારે કરડવા લાગે છે.

Image Source

આ રીતે બચો મચ્છરથી:
મચ્છરોથી બચવા માટે તમે એવા કપડાં પહેરો જેનાથી બચી શકાય, જેમાં તમારું આખું શરીર કવર થઇ શકે. પંખા અને કુલરની પાસે રહેવું અને મચ્છર દાની લગાવીને સુઈ જવું. આ ઉપરાંત લસણની તીખી ગંધ મચ્છરોને કરડવા અને ઘરમાં ઘુસવાથી રોકે છે. મચ્છરોને રોકવા માટે તમારે લસણની કળીઓને પીસી અને પાણીમાં ઉકાળ્યા બાદ તેનો સ્પ્રે આખા ઘરમાં કરી દેવો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.