સ્વરૂપવાન સેલિબ્રિટી રિતિકાની હત્યામાં થયો નવો ખુલાસો, રિતિકા સિંહનો જીવ બચી શક્યો હોત જો….

તાજનગરની આગ્રામાં બ્લોગર રિતિકા સિંહની હત્યા બાદથી ઘણા રાઝ ખુલી રહ્યા છે. આ કેસમાં હવે એક પત્ર સામે આવ્યો છે, જેમાં રિતિકાને તેની હત્યાનો અંદેશો પહેલાથી જ થઇ ગયો હતો તે જોવાઇ રહ્યુ છે. બ્લોગર રિતિકા સિંહે એસએસપી ફિરોઝાબાદના નામે 28 માર્ચના રોજ એક ફરિયાદી પત્ર લખ્યો હતો અને ચાર નામ સાથે બે અજ્ઞાતો પર પોતાની હત્યાની આશંકા જતાવી હતી. રિતિકાની હેંડ રાઇટિંગમાં લખેલો ફરીયાદી પત્ર સામે આવ્યો છે. બ્લોગરને પૂરો અંદેશો હતો કે ક્યારેય પણ તેની હત્યા થઇ શકે છે.

બ્લોગરે 28 માર્ચના રોજ એસએસપી ફિરોઝાબાદને લખેલા ફરિયાદી પત્રમાં આકાશ ગૌતમ, અનિલ ધર, સત્યમ ધર, દીપાલી અગ્રવાલ સહિત બે અજ્ઞાત વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.ફરિયાદ પત્રમાં રિતિકા સિંહે તેની સાથે કોઇ અપ્રિય ઘટના બને તેના સંદર્ભમાં ફરિયાદી પત્ર લખ્યો હતો. એટલે કે જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો રિતિકા સિંહનો જીવ બચી શક્યો હોત.

જણાવી દઇએ કે 24 જૂનના રોજ આગ્રા પોલીસ સ્ટેશનના તાજગંજ વિસ્તારના ઓમ શ્રી પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં બ્લોગર રિતિકાની ચોથા માળેથી નીચે ફેંકીને હત્યા કરવામાં આવી હતી. હત્યામાં પતિ આકાશ ગૌતમ અને તેની સાથે આવેલ સાથીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. આ સાથે બાકીના આરોપીઓની શોધ ચાલુ છે.રીતિકા સિંહ તેના બોયફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. બ્લોગર રિતિકા સિંહ તેના પતિ આકાશ સાથે અણબનાવ બાદ ફેસબુક ફ્રેન્ડ વિપુલ અગ્રવાલ સાથે શહેરના ઓમ શ્રી પ્લેટિનમ એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

પતિ આકાશ ઘણા સમયથી તેને શોધી રહ્યો હતો.વિપુલે પોલીસને જણાવ્યું કે આકાશ ગૌતમે તેને હાથ બાંધીને બાથરૂમમાં બંધ કરી દીધો હતો. તે ચીસો પાડતો રહ્યો, પણ તેની ચીસો કોઈએ સાંભળી નહીં. ત્યારબાદ આકાશે તેના સાથીઓની મદદથી પત્ની રિતિકાના હાથ પણ બાંધી દીધા અને તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધી. રિતિકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Shah Jina