ઘણી એવી વ્યક્તિઓ હોય છે જેનો આપણે ઘણીવાર અજાણતા પણ મઝાક બનાવી દેતા હોઈએ છે પરંતુ જયારે સત્ય હકીકત સામે આવે છે ત્યારે આપણને પણ ઘણીવાર અફસોસ થતો હોય છે, એવી જ એક વાર્તા આજે હું તમને સંભળાવીશ જે તમારા જીવનમાં પણ ક્યાંકને ક્યાંક સ્પર્શતી હશે.

એક ગામ હતું જેમાં એક આંધળો વ્યક્તિ રહેતો હતો, એ આંધળો વ્યક્તિ પોતાની સાથે એક ટોર્ચ પણ રાખતો અને જયારે તે ચાલવાનું શરૂ કરતો ત્યારે ટોર્ચ ચાલુ કરીને જ ચાલતો. આ જોઈને ઘણા લોકો તેના ઉપર હસતા પણ ખરા.

એક દિવસે રાત્રીના સમયમાં જયારે તે પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે કેટલાક નવયુવાન લોકો ટોળે વળીને ગપ્પા મારી રહ્યા હતા, તે અંધ વ્યક્તિએ પોતાના નિત્યક્રમની જેમ જ ચાલતી વખતે ટોર્ચ ચાલુ કરી અને ધીમે ધીમે ચાલવા લાગ્યો.
ટોળે વળેલા એ નવ યુવાનો પાસે આવતા તેમને એ અંધ વ્યક્તિનો મઝાક બનાવવાનો શરૂ કર્યો, ટોળામાંથી એક વ્યક્તિએ કહ્યું: “અલ્યા તું આંધળો છે તો ટોર્ચ શું કામ રાખે છે સાથે? તને તો એમ પણ નથી દેખાતું તો આ ટૉર્ચના અજવાળાને તું શું કરીશ?” યુવાનની વાતથી ટોળામાં બેઠેલા બધા જ લોકો હસવા લાગ્યા.

તે યુવાનની વાત સાંભળી અંધ વ્યક્તિ પણ થોડું હસ્યો અને પછી તેને જવાબ આપ્યો: “ભલે કીસ્મમતથી હું આંધળો છું પરંતુ આ ટોર્ચ હું મારા માટે નથી રાખતો, પરંતુ તમારા જેવા બે આંખો વાળા આંધળા વ્યક્તિ મારી સાથે ભટકાઈ ના જાય તેના માટે રાખું છું.”
તે અંધ વ્યક્તિની વાત સાંભળી ટોળે વળેલા તમામ લોકોની આંખો શરમના કારણે ઝૂકી ગઈ. તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દ ના રહ્યો અને નજર ઝુકાવી બેસી ગયા. અંધ વ્યક્તિને તેમના ચહેરાતો નહોતા દેખાતા પરંતુ તેમનું મૌન તેમની હાલત બતાવી રહ્યું હતું. તે ટૉર્ચનું અજવાળું કરી અને આગળ ચાલવા લાગ્યો.

આ નાની એવી વાર્તા આપણને ગણું બધું શીખવી જાય છે, આપણે પણ જીવનમાં ઘણીવાર કેટલીક બાબતોનો વિચાર કરતા નથી, કેટલાક લોકોની પરિસ્થિતિનો પણ વિચાર કરતા નથી અને એ વ્યક્તિનો મઝાક પણ બનાવી દેતા હોઈએ છે. કોઈએ ખરું જ કહ્યું છે કે જયારે આપણે કોઈ સામે આંગળી કરીએ ત્યારે બાકીની ત્રણ આંગળીઓ આપણી તરફ જ હોય છે, પરંતુ આપણે તેને નજરઅંદાઝ કરીને ભૂલ સામેના વ્યક્તિની જ કાઢીએ છીએ.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.