આપણા બધા જાણીએ છીએ કે, શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારના દિવસે લોકો શનિદેવની પૂજા-અર્ચના કરીને શનિદેવને પ્રસન્ન કરવા માટે સંભવ તેટલી કોશિશ કરે છે. શનિવાર અથવા શનિ અમાસના દિવસે શનિદેવના આશીર્વાદ પામવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોય છે, જેથી શનિદેવને પ્રસન્ન થઇ જાય અને જીવનની બધી પરેશાની દૂર થઇ જાય. જણાવી દઈએ કે, શનિવાર, શનિ અમાસ અને શનિ પ્રદોષ એવા દિવસો છે જયારે શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની ખરાબ પ્રભાવ હોય તો તેવી સ્થિતિમાં કેવા ઉપાય કરવા તે આજે અમે તમને જણાવીશું. શનિદેવને પ્રસન્ન કરવા માટે અને તેની કૃપા દ્રષ્ટિ તમારી પર કાયમ રાખવા માટે અજમાવવો આ ઉપાય.
આવો જાણીએ શનિ કૃપા પ્રાપ્ત કરવા માટે ક્યાં ઉપાય અજમાવવા.

પીપળાના ઝાડ પર જળ અર્પણ કરી ને સરસોના તેલનો દીવો કરી અગરબત્તી કરવાથી શનિની સાડાસાતીનો પ્રભાવ દૂર થઇ જાય છે. શનિની સાડાસાતીની પનોતી દૂર કરવા માટે હનુમાન ચાલીસા, ભૈરવ અને શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરો.
શનિવારના દિવસે વાંદરાઓને પલાળેલા ચણા ખવડાવો. આ સાથે કે કાળા કૂતરાને મીઠી રોટલી પર તેલ લગાડી ખવડાવાથી શનિદેવ પ્રસન્ન થઇ જાય છે.
જો કોઈ વ્યક્તિ પર શનિદેવનો ખરાબ પ્રભાવ ચાલી રહ્યો હોય તો તેવી સ્થિતિમાં તે વ્યક્તિને માંસ- મદિરાનું સેવન કરવાનું છોડી દેવું જોઈએ. શનિદેવના ખરાબ પ્રભાવથી છુટકારો મેળવવા માટે પ્રતિદિન પૂજા કરતા સમયે મહા મૃત્યુંજય મંત્ર અને ૐ નમઃ સિવાયનો જાપ કરવો જોઈએ.
જો કોઈ વ્યક્તિ પર શનિની ઢૈયાનો પ્રભાવ હોય તો શુક્રવારની રાતે 800 ગ્રામ કાળા તલ પાણીમાં પલાળી શનિવારની સવારે તેને પીસીને ગોળ મેળવી આઠ લાડુ બનાવી કાળા ઘોડાને ખવડાવાથી શનિની ઢૈયા દૂર થશે. આ ઉપાય 8 શનિવાર સુધી કરવાથી શનિની ઢૈયા દૂર થશે.
શનિવારના દિવસે તમારા હાથના માપના 29 કાળા દોરાને લઈને તેને ગાંઠ મારીને ગળામાં ધારણ કરો. જેનાથી લાભ થશે.

શનિવાર શનિદેવને પ્રસન્ન કરવા માટે જમવાના બંને સમયે કાળું મીઠું અને મરી પાવડરનો ઉપયોગ કરવો. ઘરના કોઈ ખૂણામાં લોઢાની વાટકીમાં સરસોના તેલ ભરીને તાંબાના સિક્કાને રાખો. શનિના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે શનિવારના દિવસે કાળી ગાયેની સેવા કરો.કાળિગાયને પહેલી રોટલી ખવડાવી, સિંદૂરનો ચાંદલો કરીને મોતીચૂરના લાડુ ખવડાવી તેના ચરણ સ્પર્શ કરો.

ઉપર દર્શાવેલા ઉપાય કરવાથી શનિદેવની કૃપા હંમેશા બની રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે શનિદેવ કર્મનું ફળ આપે છે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું ફળ પ્રાપ્ત થાય છે. જો શનિદેવની કૃપા થઇ ગઈ તો વ્યક્તિનું બગડેલું કામ પણ સુધરી જાય છે. વ્યક્તિ દરેક ક્ષેત્રમાં આગળ વધે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.