હેલ્થ

બ્લેકહેડ્સને દુર કરવા માટેના આ 8 ઘરેલું ઉપાય, અત્યારે જ વાંચો ટીપ્સ

દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તેની ત્વચા સુંદર દેખાય જેના માટે તે પાર્લર જઈને ચહેરા પર કોઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. વાત કરવામાં આવે ચહેરા સંબંધી સમસ્યાઓની તો મોટેભાગે લોકોના ચહેરા પર બ્લેકહેડ્સ જોવા મળે છે. ધૂળ-માટી, પ્રદુષણ વગેરેને કારણે ચહેરા પર બ્લેકહેડ્સ થઇ જાય છે. જેને કારણે તમારી સુંદરતા ઓછી પડી જાય છે. કેટલાક લોકો સ્ક્રબ અને બ્યુટીક્રીમથી બ્લેકહેડ્સને દૂર કરવા માટે ઉપાય કરે છે પણ તમે ઘરે પણ કેટલાક દેશી ઘરેલુ ઉપાયોથી નેચરલ રીતે બ્લેકહેડ્સ દૂર કરી શકો છો.

Image Source

જો તમે તમારા નાકને રગડી રગડીને થાકી ગયા છો છતાં પણ બ્લેકહેડ્સ તમારો પીછો જ નથી છોડી રહ્યા તો તમારે જરૂર છે એવા ફેસ માસ્કની જે તમને આ સમસ્યાથી છુટકારો અપાવશે. બ્લેકહેડ્સ થવાથી ચહેરો અજીબ દેખાવા લાગે છે. બ્લેકહેડ્સ ત્યારે જ થાય છે જયારે ત્વચાના રોમ છિદ્ર તેલ અને ગંદગીથી ભરેલા હોય. બ્લેકહેડ્સ ખાસ કરીને નાક અને અન્ય જગ્યાઓ પર જોવા મળે છે. માટે જો બ્લેકહેડ્સને દુર કરવા હોય તો અઠવાડિયામાં ત્રણ વાર ચહેરાને સ્ક્રબ તો કરવું જ પડશે.

Image Source

સાથે જ તમે બ્લેકહેડ્સને દુર કરવા માટે અમુક ઘરેલું ઉપાય પણ કરી શકો છો. ઘરે જ ફેસ માસ્ક બનાવીને તેનાથી ચહેરો સ્ક્રબ કરો, જેમાં ગંદગી અને ડેડ સેલ્સ નીકળી જાશે. તો જાણો આ ઘરેલું ફેસ માસ્ક વિશે..

Image Source

સંતરાની સુકાયેલી છાલ:

સંતરાની સુકાયેલી છાલનો પાઉડર બનાવીને તેમાં દૂધ અને મધ મિક્સ કરો. પેસ્ટને ચહેરા પર લગાવીને સુકાવા દો, પછી સ્ક્રબ કરો અને ધોઈ નાખો.

ઓટ્સ:

ઓટ્સને પીસીને તેનો પાઉડર બનાવીને તેમાં દૂધ મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. તેનાથી તમારા બ્લેકહેડ્સ દુર થઇ જશે.

Image Source

પપૈયા:

પપૈયાને ક્રશ કરીને તેમાં દૂધ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ માસ્કને ચહેરા પર લગાવીને સુકાવા દો, પછી સ્ક્રબ કરી ધોઈ નાખો.

ઈંડા:

ઈંડાના પ્રવાહીમાં મધ મિક્સ કરો અને ચહેરા પર માસ્કની જેમ લગાવો. સુકાયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Image Source

ચણાનો લોટ:

ચાણાના લોટમાં દૂધ અને લીંબુ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો, જેને ચહેરા પર લગાવી જેનાથી બ્લેકહેડ્સ દુર થઇ જશે.

દહીં:

દહીને મધ અને ચણાના લોટ સાથે મિક્સ કરી લો, તેની પેસ્ટ બનાવી લો અને ચહેરા પર મસાજ કરો. સુકાયા બાદ ચહેરો ધોઈ નાખો.

Image Source

બેકિંગ સોડા:

બેકિંગ સોડાને પાણીની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ભીના ચહેરા પર આ પેસ્ટથી મસાજ કરો.

લીંબુ:

લીંબુની છાલને ચહેરા પર હલકા હાથે રગડો, તેનાથી વ્હાઈટહેડ્સ અને બ્લેકહેડ્સ બંને સાફ થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks