કાળા દોરાને મોટાભાગે જાદુ-ટોના કે કાળી વિદ્યા સાથે જોડવામાં આવે છે, પણ જો કે તે પૂર્ણ રીતે સાચું નથી. વૈદિક જ્યોતિષ અને જ્યોતશાસ્ત્રમાં પણ કાળા દોરાનું ખાસ મહત્વ જણાવવામાં આવેલું છે. તમે જોયું હશે કે કોઈ ખરાબ નજર કે ખરાબ શક્તિઓથી બચવા માટે લોકોને કાળા દોરા બાંધવાની સલાહ આપવામાં આવે છે. પણ સવાલ એ છે કે શું દરેક કોઈએ કાળો દોરો પહેરવો જોઈએ? જ્યોતિશાસ્ત્રમાં કાળા દોરા વિશેના અમુક નિયમો જણાવવામાં આવેલા છે જે અહીં તમને જણાવીશું.

વૈદિક જ્યોતિષના આધારે આ બે રાશિના લોકો કાળો દોરો પહેરે તો તેઓને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિ નિર્ણય લેવામાં અસહજતા અનુભવી શકે છે. કાળા દોરાથી આ રાશિના લોકોના મનમાં બેચેનીનો ભાવ રહે છે. કાળો દોરો તમારા જીવનમાં અસફળતાનું કારણ બની શકે છે.

કાળો દોરો ખરાબ નજરથી બચાવવાની સાથે સાથે શનિ ગ્રહને પણ મજબૂત બનાવે છે. જ્યોતિષોના આધારે 12 રાશિઓમાની મેષ અને વૃશ્ચિક રાશિઓ માટે કાળો દોરો અનુકૂળ માનવામાં નથી આવ્યો.

આ બંન્ને રાશિઓના અધિપતિ મંગળ છે અને મંગળને કાળો રંગ બિલકુલ પણ પસંદ નથી. મંગળ ગ્રહને લાલ રંગ ખુબ જ પ્રિય છે તેનો રંગ પણ લાલ જ છે, જે સેના, ભૂમિ અને સૈન્ય શક્તિનો કારક છે.

જ્યારે તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે કાળો દોરો ખુબ જ શુભ માનવામાં આવેલો છે. તુલા શનિની ઉચ્ચ રાશિ છે, જ્યારે મકર અને કુંભ રાશિના માલિક શનિ છે. આ રાશિના લોકોને કાળો દોરો પહેરવાથી રોજગારમાં તરક્કી મળે છે. કાળો દોરો ધારણ કરવાથી તેઓના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ