આ મહિલા રસ્તામાંથી મળેલા બિલાડીના બચ્ચાને લઇ આવી ઘરે, પરંતુ મોટું થતા જ બની ગયું ખતરનાક જાનવર, જુઓ વીડિયો

રસ્તામાં લાવારિસ હાલતમાં પડ્યું હતું કાળું બિલાડીનું બચ્ચું, મહિલા લઈને આવી પોતાના ઘરે અને પછી મોટું થતા જ બની ગયું ખૂંખાર પ્રાણી, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા વીડિયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Black panther mistook the kitten : આજના સમયમાં લોકો પોતાના ઘરે કોઈને કોઈ પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે.  જેમાં ડોગ અને કેટ લોકોના પસંદગીના પ્રાણીઓ છે અને તેવા પણ જો કોઈ સારી બ્રીડના ડોગ અથવા બિલાડી રસ્તામાં રઝળતા મળી જાય તો કોઈ પણ તેને ઘરે લઇ આવે. આવા પ્રાણીઓને લોકો પોતાના બાળકોની જેમ પ્રેમ કરતા હોય છે. તેમના પ્રત્યે પણ આ લોકોને એક ભાવના જોડાઈ જાય છે, સાથે જ પ્રાણીઓ પણ તેમના માલિકને ખુબ જ પ્રેમ કરે છે અને વફાદાર પણ એટલા જ રહે છે.

પ્રાણીપ્રેમનો આવો જ એક કિસ્સો રશિયામાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલાને બિલાડી સમજીને એક મહિલા સાથે એવું થયું જે કોઈનું પણ કાળજું કંપાવી દે. એક રશિયન મહિલાને પણ બિલાડીઓ ખૂબ જ પસંદ હતી. આવી સ્થિતિમાં, જ્યારે તેણીને રસ્તાના કિનારે એક ત્યજી દેવાયેલી કાળી બિલાડી ખરાબ હાલતમાં મળી, ત્યારે તેણે તેને ઉપાડીને ઘરે લઇ આવી અને તેનું નામ લુના રાખ્યું.

મહિલાએ તેને ખવડાવ્યું, તેને તેની સાથે સુવડાવી અને ધીરે ધીરે આ બિલાડી મહિલાની સાથે તેના પાલતુ ડોગની પણ મિત્ર બની ગઈ. આ બંનેને @luna_the_pantera નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઘણા વીડિયોમાં રમતા જોઈ શકાય છે અને તેમનું બોન્ડ અદ્ભુત છે. મહિલાએ ખૂબ પ્રેમથી તેનું પાલન-પોષણ કર્યું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બિલાડીનું શરીર વધતું ગયું. આ પછી તેને જે જાણવા મળ્યું તે આશ્ચર્યજનક હતું.

 

View this post on Instagram

 

A post shared by @factmayor

મહિલાએ @factmayorના Instagram પર આ વાતનો ખુલાસો કર્યો. વાસ્તવમાં, જે મહિલાને તે બિલાડી માનીને વર્ષોથી પાળી રહી હતી તે વાસ્તવમાં બ્લેક પેન્થર હતો. આ વાત જાણીને મહિલા ગભરાઈ ગઈ હતી. પ્રાણીનું શરીર વધ્યા પછી જ મહિલાને આ વાત સમજાઈ હતી.જો કે આ બ્લેક પેન્થરે હજુ પણ મહિલા અને તેના શ્વાનને નુકસાન પહોંચાડ્યા વિના તેની સાથે રહે છે. @factmayor પર શેર કરેલી આ પોસ્ટને લાખો વ્યૂઝ મળ્યા છે. આ સિવાય લોકોએ તેના પર ઘણી કોમેન્ટ્સ અને લાઈક્સ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Luna (@luna_the_pantera)

એક વ્યક્તિએ લખ્યું, “લ્યુનાને ઉછેરવા બદલ તમને અભિનંદન. આશા છે કે તમે ત્રણેય એક સાથે મસ્તીભર્યું જીવન જીવશો.” બીજાએ કટાક્ષ કર્યો – “ધારો કે તમે એવું વિચારીને ઘરમાં પ્રવેશો છો કે તમારા પર કમ સે કમ એક શ્વાન હુમલો કરી શકે છે, અને પછી તમારી સામે દીપડો આવી જાય તો ? બીજાએ કહ્યું, “બ્લેક પેન્થરના બચ્ચાને બચાવવા માટે તમારો આભાર”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel