ખબર

ગુજરાતના આ વ્યક્તિએ કરાવી બ્લેક ફંગસની 6-6 સર્જરી, તો પણ…જાણો વિગત

બ્લેક ફંગસથી પીડિત વ્યક્તિની 5 મહિનામ થઇ 6 સર્જરી થઇ, સારવાર માટે વેચવુ પડ્યુ ઘર તો પણ…જાણો વિગત

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે બ્લેક ફંગસના મામલા વધી રહ્યા છે. બીજી લહેરમાં દર્દીઓ રિકવર થયા બાદ તેમના પર બ્લેક ફંગસનો ખતરો મંડરાઇ રહ્યો છે. એક બાજુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી બાજુ બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે, અહીં એક દર્દી એવા છે જે 5 મહિનાથી ઠીક થઇ નથી શક્યા.

પ્રતિકાત્મક તસવીર

જાણકારી અનુસાર, રાજકોટના રહેવાસી વિમલ દોષી કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા. વિમલે કોરોનાને માત આપી રિકવર તો થઇ ગયા પરંતુ તેઓ 5 મહિનાથી બ્લેક ફંગસથી ઝઝૂમી રહ્યા છે. તેઓ બ્લેક ફંગસના વધતા ઇંફેક્શનથી પરેશાન છે.

વિમલને અત્યાર સુધી બ્લેક ફંગસ માટે આપનાર 39 ઇંજેક્શન પણ લગાવવામાં આવી ચૂક્યા છે. તેઓની પાંચ મહિનામાં 6 વાર સર્જરી કરાવી ચૂક્યા છે અને 7મી વાર પણ તેમની સર્જરી થવાની છે.

વિમલ દોષીની પત્ની ચાંદનીએ આ બાબતે જાણકારી આપતા કહ્યુ કે, કામને કારણે તેઓ અમદાવાદમાં રહેતા હતા. નવેમ્બર 2020માં તેઓ કોરોના સંક્રમિત થઇ ગયા અને 15 દિવસ સુધી તેમની કોરોનાની સારવાર થઇ.

આ દરમિયાન તેમને ઓક્સિજન સાથે સાથે સ્ટેરોયડ પણ આપવામાં આવ્યુ. પત્નીના અનુસાર તેમના નાકમાં બ્લેક ફંગસનું ઇંફેક્શન થયુ. તેઓએ બ્લેક ફંગસના 39 ઇંજેક્શન લીધી છે અને તેમની 6 વાર સર્જરી થઇ ચૂકી છે. હવે સાતમી વાર સર્જરી થવાની છે.

પ્રતિકાત્મક તસવીર

તેમની પત્નીના જણાવ્યા અનુસાર, બ્લેક ફંગસના ઇંફેક્શનના કારણે તેઓ છેલ્લા 5 મહિનાથી આણંદમાં રહી રહ્યા છે. તેમના પતિની સારવારમાં અત્યાર સુધી તેમની બધી બચત ખત્મ થઇ ચૂકી છે. તેમને તેમનું ઘર પણ વેચવુ પડ્યુ છે.

સારવારમાં અત્યાર સુધી 41 લાખ રૂપિયા ખર્ચો થઇ ગયો છે, અને હવે લગભગ 10થી15 લાખ રૂપિયાની જરૂર છે. તેમની પત્નીએ જણાવ્યુ કે, અત્યાર સુધી 4 લેપ્રોસ્કોપી, એક ફોરહેડ સર્જરી અને બ્રેન સર્જરી થઇ ચૂકી છે. જયારે તેઓ પૂરી રીતે ઠીક થયા ગયા તે બાદ તેમના બ્રેનમાં બ્લેક ફંગસનું ઇંફેક્શન જોવા મળ્યુ.