ખબર

ભારત સરકારે જાહેર કર્યા બ્લેક ફંગસના કેસના આંકડા, દેશની વધી ચિંતા

ભારતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસનો કહેર વધતો જઇ રહ્યો છે. જો કે, બ્લેક ફંગસના ખતરાએ તો લોકોની ચિંતા વધારી દીધી છે. દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસના લગભગ 9 હજારની નજીક કેસ સામે આવ્યા છે. કેટલાક રાજયો એ તો આ બીમારીને મહામારી જાહેર કરી દીધી છે. (તસવીરો પ્રતિકાત્મક છે)

આ વચ્ચે કેંદ્ર સરકારે રાજયોની આ બીમારીથી લડવામાં મદદ માટે બ્લેક ફંગસની દવા Amphotericin-B ની કુલ 23680 અતિરિક્ત વાયલ આવંટિત કર્યા છે. કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ શનિવારે અલગ અલગ રાજયોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મ્યુકરમાઇકોસિસની સારવાર માટે એક પ્રમુખ દવા Amphotericin-Bની 23680 બોટલોની ઘોષણા કરી છે.

મ્યુકરમાઇકોસિસથી સૌથી પ્રભાવિત રાજયોની જો વાત કરવામાં આવે તો, તેમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે અને તે બાદ મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહાર ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, કર્ણાટક વગેરે સામેલ છે. દેશમાં અલગ અલગ રાજયોમાંથી મ્યુકરમાઇકોસિસ એટલે બ્લેક ફંગસના 8848 કેસ સામે આવ્ચા છે અને 200થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

તમને જણાવી દઇએ કે, દેશભરમાં અત્યાર સુધીમાં 9000ની નજીક એટલે કે 8848 કેસ સામે આવ્યા છે જેમાંથી 5800 કેસ તો માત્ર ગુજરાતમાં જ નોંધાયા છે. ગુજરાત બાદ મહારાષ્ટ્રની વાત કરીએ તો, ત્યાં 1500 કેસ નોધાયા અને 90ના મોત થયા તેમજ રાજસ્થાનમાં 400, હરિયાણામાં 276 અને બિહારમાં 117 તેમજ યુપીમાં 154 અને ઝારખંડમાં 16 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.