કોણે બનાવી નાખી આ કાળી ઈડલી ? જોઈને ફૂડ લવરનો પિત્તો ગયો અને કહ્યું, “આ તો ઈડલી છે કે પછી…..” જુઓ વીડિયો

ખાણીપીણીના શોખીનો તમને દુનિયાભરના ખૂણે ખૂણે મળી જશે, ઘણા લોકો તો ખાવાના એવા શોખીન હોય છે કે કોઈ દૂર ખૂણામાં રહેલી વસ્તુ પણ જો તેમને ટેસ્ટી લાગી જશે તો અવાર નવાર ત્યાં જશે. હાલ સોશિયલ મીડિયાનો સમય ચાલી રહ્યો છે અને છેલ્લા થોડા સમયમાં ઢગલાબંધ ફૂડ બ્લોગર પણ સામે આવ્યા છે.

ફૂડ બ્લોગર દ્વારા ઘણી ખાણીપીણીના વીડિયો બનાવીને પોસ્ટ કરવામાં આવે છે, ઘણા વીડિયો જોઈને આપણે પણ હેરાન રહી જઈએ તો ઘણા વીડિયોની અંદર સામાન્ય ખાવાની વસ્તુઓને પણ એવી રીતે બનાવવામાં આવે છે જેને જોઈને ફૂડ લવરનો પિત્તો પણ જાય. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને નાગપુરના એક ફૂડ બ્લોગર વિવેક અને આયશા દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. જેમને કેપશનમાં લખ્યું છે, “આ બ્લેક ઈડલી નાગપુરના વૉકર સ્ટ્રીટ ઉપર ઓલ અબાઉટ ઈડલી નામની જગ્યા ઉપર મળે છે, જે એક ડીટોક્સ ઈડલી છે. આ ઈડલી ગર્ભવતી મહિલાઓ માટે નથી. અત્યાર સુધી આ વાયરલ વીડિયોને લાખો લોકોએ જોયો છે.

ત્યારે હવે આ બ્લેક ઈડલીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો એવા સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ સફેદ ઈડલી બનાવવાથી શું પ્રોબ્લેમ હતો ? તો એક વ્યક્તિએ કહ્યું કે ઈડલીનું શોષણ કરવું બંધ કરો. તો એક એમ પણ પૂછી રહ્યો છે કે ઈડલીને કોલસાથી બનાવી છે કે શું ?

Niraj Patel