વાયરલ

બિલ્ડિંગમાં લાગી ગઈ ભીષણ આગ, તો બિલાડીએ મારી દીધો 5માં માળેથી કૂદકો, જુઓ વીડિયો

મોટાભાગે ફિલ્મોની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ હીરો જયારે બિલ્ડીંગ કે પ્લેનમાં આગ લાગે ત્યારે કૂદીને નીચે પડી જતા હોય છે અને પોતાનો જીવ બચાવે છે. પરંતુ આ બધું એક સ્ટન્ટ હોય છે, હકીકતમાં આવું ભાગ્યે જ થતું જોવા મળે છે.

પરંતુ હાલમાં એક બિલાડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બિલાડી બિલ્ડિંગમાં આગ લાગવાની સાથે જ પાંચમાં માળેથી કૂદીને નીચે પડતી જોવા મળી રહી છે. જેનો વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Fred Schultz દ્વારા આ વીડિયોને ટ્વીટર ઉપર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના અમેરિકામાં બનેલી છે. અહીંયાના શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આ વીડિયોને કેપ્ચર કરવામાં આવ્યો હતો. શિકાગોની આ બિલ્ડીંગ 6 માળની છે. જેના 5માં માળે આગ લાગી ગઈ હતી. ત્યારે જ આ બિલાડી તેમાં રહેલી તૂટેલી બારીમાંથી નીચે કૂદી ગઈ અને ખુબ જ આરામથી ચાલતી દેખાઈ.

શીકાગો ફાયર મીડિયા દ્વારા પણ આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે. Larry Langford જે ફાયર બ્રિગેડના કર્મચારી છે તેમને જણાવ્યું કે બિલાડીએ એટલો આરામથી કૂદકો માર્યો કે તે જોઈને હેરાન રહી ગયા. જો કે આ ઘટનાની અંદર કોઈને કંઈપણ નથી થયું. આગ ઉપર પણ જલ્દી કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.