જાણવા જેવું

શું તમારા પણ ગેસના બર્નર ધીમી આંચે સળગે છે અને વારંવાર કાળા પડી જાય છે? તો માત્ર આ એક સરળ રીતથી બર્નરને કરો એકદમ ચકચકિત,જાણી લો ટ્રીક….

એક ગૃહિણીની સાચી જગ્યા રસોડું માનવામાં આવે છે.એક સ્ત્રી પોતાના રસોડાની સાર સંભાળ ખુબ સારી રીતે કરે છે અને દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. ઘરના દરેક સભ્યોને સારું અને સ્વાદિષ્ટ ભોજન આપવું પણ એક ગૃહિણીના હાથમાં જ છે.

Image Source

જો કે મોટાભાગે રસોડાને લગતી તમામ સમસ્યાનો ઉકેલ એક સ્ત્રી મેળવી જ લે છે પણ તેમાની જ એક સમસ્યા છે જે જે-તે સ્ત્રીને અવાર નવાર હેરાનીમાં મૂકી દે છે. તે છે ગેસના બર્નર કાળા પડી જાવાની સમસ્યા. આ સમસ્યા એવી છે જે અવારનવાર અમુક સમયાંતરે થયા જ કરે છે જેને લીધે કાળા પડી ગયેલા બર્નરને પણ વારંવાર સાફ કરતા રહેવા પડે છે.જેમાં સમય અને મહેનત બંનેની બરબાદી થાય છે.

Image Source

આજના સમયમાં મોટાભાગે દરેક લોકોના ઘરોમાં રસોઈ માટે ગેસનો જ ઉપીયોગ કરવામાં આવતો હશે. ગેસ સિલિન્ડરનો ઉપીયોગ આપણો ઘણો સમય બચાવે છે અને રસોઈને પણ જલ્દી અને સરળ બનાવે છે પણ ઘણીવાર આ જ ગેસ સિલિન્ડર દુર્ઘટનાનું કારણ પણ બની જાય છે.

કાળા પડી ગયેલા બર્નર માંથી ખુબ ઓછી ફ્લેમ આવે છે જેને લીધે સમયની પણ બરબાદી થાય છે અને સાથે જ રસોઈ બનાવવામાં પણ સમસ્યા આવે છે.એવામાં આજે અમે તમારી આ સમસ્યા દૂર કરવાનો એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ.

Image Source

હવે તમારે આ સમસ્યાથી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી માત્ર એક ઉપાયથી તમે તમારા કાળા પડી ગયેલા બર્નરને એકદમ ચકચકીત બનાવી શકશો.લાખ કોશિશ કરવા છતાં પણ તમે તમારા કાળા પડી ગયેલા ગેસના બર્નરને સ્વચ્છ નથી બનાવી શકતા તો આ ઉપાય તમારા માટે એકદમ કારગર છે.

Image Source

કાળા પડેલા બર્નરને એક કપ વિનેગરમાં પાણી મિક્સ કરીને પુરી રાત સુધી રહેવા દો.સવારે તેને વાસણ સાફ કરવાના સાબુ અને સ્કોચ વડે સારી રીતે સાફ કરી લો, બર્નર નવા જેવા જ એકદમ ચમકવા લાગશે.આ સિવાય તમે વિનેગરની સાથે પાણીને બદલે તમે લીંબુન રસનો પણ ઉપીયોગ કરી શકો છો.

Image Source

મોટાભાગે વિનેગરનો ઉપીયોગ ચાઈનીઝ વાનગીઓ,અથાણા વગેરે બનાવવામાં માટે કરવામાં આવે છે, ગમે તે સામાન્ય દુકાનમાં પણ વિનેગર આરામથી મળી શકે છે.વીંનેગરના આ સરળ અને સસ્તા ઉપાયથી તમે બર્નરને એકદમ ચકચકિત બનાવી શકશો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks